ખેડૂતોને વધુ ઉત્પાદન માટે મદદરૂપ નપંતા મોબાઇલ એપ (NaPanta mobile app for farmers)

        હૈદ્રાબાદમાં રહેતા નવીન કુમારે સને ૨૦૧૬માં વારંગલમાં આવેલ પોતાના વતન હાનમકોંડા જવાનું નક્કી કરેલ જેઓ અપના લોન બાઝાર (Apna Loan Bazar)નામની ઓનલાઇન પ્લેટફોર્મના શોધક હતા.આ સમયે તેઓએ ફક્ત ૩૦૦ રૂપિયાની લાલચે નકલી કપાસનું બિયારણ ડીલરે ખેડૂતને વેચતાં તે ખેડૂતે જંતુનાશક દવા પીને આપઘાત કરી મૃત્યુ પામેલ તે જાણ્યું.તેનો પાક સારો હતો પરંતુ ઉત્પાદનમાં નિષ્ફળતા મળતાં ખેતી માટે થયેલ થયેલ ખર્ચની રકમ ભરપાઇ ન કરી શકવાને કારણે તેણે પોતાનું મોત વહાલુ કર્યુ.

        આ બનાવને કારણે નવીન કુમાર પુરી રાત ઊંઘી શક્યા નહિ.તેથી આ બાબતે તેણે આજુબાજુના ગામોના ખેડૂતો,ખેતી અધિકારીઓ, વૈજ્ઞાનિકો,નિષ્ણાતો વગેરે સાથે ચર્ચા કરી એક નિષ્કર્ષ કાઢયો કે ખેડૂતોને શિક્ષિત કરવા માટે સરકારી પોર્ટલ અને કૃષિની માન્ય સંસ્થાઓ પાસે  ઉપલબ્ધ ઉત્તમ ખેતી પદ્ધતિઓની માહિતી ખેડૂતોને સહેલાઇથી પ્રાપ્ય બને તેવા પ્રયત્નો કરવા જોઇએ.પરંતુ સીમાંત ખેડૂતો પોતાનો ૨૦ થી ૩૦ ટકા સમય વિવિધ સ્ત્રોતો મારફતે માહિતી એકત્ર કરવા માટે બગાડે છે તેમછતાં તેઓ આવી માહિતી વડે છેતરાઇ જાય છે.

        માહિતીની ખામીને કારણે ખેડૂતો નકલી બિયારણ,નકલી ખાતરો તેમજ વચેટીયાઓનો ભોગ બને છે.આ બાબતને ધ્યાને લઇ ખેડૂતોને અસરકારક સંદેશાવ્યવહાર ધ્વારા ખેતરની અસલ પરિસ્થિતિ અને સરકારની સહાયથી ચાલતી પ્રવૃત્તિઓ વચ્ચે રહેલા અંતરને દર્શાવી કૃષિની માહિતી પુરી પાડવા માટે વિના મૂલ્યે નપંતા એપ(NaPanta app)વિકસાવી છે જે ખેડૂતોને પાક ઉત્પાદન લક્ષી સાચી માહિતી પુરી પાડી ખેડૂતોના આપઘાત અટકાવશે.

નપંતા ધ્વારા એક કૃષિ જ્ઞાનકોષનો વિકાસ :

        નપંતા એ વિના મૂલ્યે કૃષિ પાક વ્યવસ્થા દર્શાવતી મોબાઇલ એપ છે જેની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગણાના ૧,૧૭,૦૦૦ થી વધુ ખેડૂતો જોડાયેલા છે.આ એપ હૈદ્રબાદ સ્થિત એઆઇપી-ઇક્રીસેટ (AIP-ICRISAT)અને આઇઆઇઆઇટી(IIIT) ની મદદ લઇ ખેડૂતોને દરેક પ્રકારની કૃષિ વિષપક માહિતી ખરા સમયે મળે તે રીતે તૈયાર કરવમાં આવી છે.તેના ધ્વારા ૩૦૦ થી વધુ કૃષિ પેદાશોના છેલ્લા ત્રણ વર્ષના ૩૫૦૦ થી વધુ માર્કેટના બજારભાવની માહિતી ખેડૂતો પોતાના મોબાઇલમાં એક ક્લિક કરી મેળવી શકે છે.આ એપ ખેડૂતોને જંતુનાશક દવાઓની પ્રાપ્યતા,માહિતી,વાપરવાની પદ્ધતિ,ખર્ચ વગેરેની માહિતી પુરી પાડવામાં મદદ કરે છે.તેના ધ્વારા ખેડૂતોને પાંચ દિવસના હવામાનનું પૂર્વાનુમાન,પાક વીમાની માહિતી,આંધ્રપ્રદેશ અને તેલંગણા એમ બંને રાજ્યોની જમીન ચકાસણી પ્રયોગશાળાઓ, શીતાગારની સવલતો અને કૃષિ ડીલરોના સંપર્ક સ્થળોની માહિતી પુરી પાડવામાં આવે છે.જે ખેડૂતોને ઇન્ટરનેટ જોડાણમાં મુશ્કેલી પડતી હોય તેવા ખેડૂતોને ૧૦૦ થી પણ વધુ પાકોની જીવાત વ્યવસ્થાપનની માહિતી ઓફલાઇન રીતે પુરી પાડે છે.આ એપ તેલુગુ અને અંગ્રેજી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે. તેના ધ્વારા સીમાંત ખેડૂતો ઓેછા સમયમાં પોતાને પોષાય તેવી કિંમતે કૃષિના ઓજારો,સાધનો ભાડે મેળવી શકે છે અને વચેટીયાઓ વિના પોતાની પેદાશ ઓનલાઇન વેચી શકે છે.

એપની સફળતા :

        આ નપંતા એપ ધ્વારા ખેડૂતોને આપવામાં આવતી કૃષિ પદ્ધતિની તાંત્રિકતાનો ખેડૂતો કઇ રીતે ઉપયોગ કરે છે તે જાણવા માટે આંધપ્રદેશના ૧૦,૦૦૦ થી વધુ ખેડૂતોનો ઘનિષ્ઠ સર્વે બર્કલે સ્થિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ધ્વારા કરવામાં આવેલ હતો.આ મોબાઇલ એપનો વિકાસ કર્યા બાદ તે વાપરવામાં સરળ હોઇ તેને મૂકતાં ફક્ત ત્રણ માસમાં ૫૦,૦૦૦ ખેડૂતોએ તેનો લાભ લીધો.આ એપ સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડસ બોર્ડ એન્ડ રજીસ્ટ્રેશન કમિટી(CIBRC)ની માર્ગકર્શિકા અને એગમાર્કનેટ ધ્વારા વિવિધ કૃષિ પેદાશોેના મળતા વિવિધ માર્કેટના બજારભાવો અંગેની માહિતી પુરી પાડે છે.આ એપમાં ઓફલાઇન ફીચર્સ ઉમેરતાં ખેડૂતોને મદદરૂપ થતાં આજે તેનો ૧,૧૭,૦૦૦ થી વધુ ખેડૂતોએ લાભ લીધો છે.દરરોજ ૩૦૦ થી વધુ ખેડૂતો આ એપની મુલાકાત લે છે અને ૨૫૦૦૦ થી વધુ ખેડૂતો તેની ક્રિયા-પ્રતિક્રિયા આપે છે.


સ્ત્રોતઃ LEISA india, December 2020


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *