ગ્રામ્ય યુવાનોનું સશકિતકરણ (Empowerment of rural youth in agriculture)

             ભારત એ એક યુવા દેશ છે. સને ૨૦૫૦ સુધી વિશ્વમાં ૧૫ થી ૨૪ વર્ષોના યુવાનોની સંખ્યામાં ૯૦૦ કરોડ જેટલો વધારો થશે.ભારતની ૬૮ ટકા ગ્રામ્ય વસ્તીમાં ૨૮ ટકા વસ્તી યુવાનોની છે.ભારતની કુલ વસ્તીમાં અંદાજે ૪૧ ટકા વસ્તી ગ્રામ્ય યુવાનોની છે જે પૈકી ૭૦ ટકા ગામડાઓમાં અને ૩૦ ટકા શહેરોમાં રહે છે.સને ૧૯૯૧ થી રોજના ૨૦૦૦થી પણ વધુ ખેડૂતોએ ખેતી ગુમાવતાં તે મુજબ સને ૨૦૧૩ સુધીમાં ૧૫૦ લાખ ખેડૂતોએ ખેતી છોડી દીધી છે.નવી પેઢીના યુવકો ખેતી તરફ વળવા માંડયા છે.ભારતની કુલ જીડીપીમાં ખેતીનો ૧૫.૩૫ ફાળો રહેલો છે જેમાં કુલ વસ્તીના ૬૮ ટકાનો સમાવેશ થાય છે.શિક્ષણની સાક્ષરતામાં વધારો થતાં ગ્રામ્ય વિસ્તારની કૃષિમાં પણ સારા એવા ફેરફારો થશે તેવી આશા છે.

ગ્રામ્ય યુવકો એટલે :

               બાળપણ અને પુખ્ત અવસ્થા વચ્ચેના જીવન સમયને યુવાનીનો સમય કહે છે.યુએનડીઇએસએ (UNDESA)ના જણાવ્યા મુજબ યુવાની એટલે એવો વચ્ચેનો સમય જેમાં બાળક બીજા ઉપર આધારીત હોય અને પુખ્ત સ્વતંત્ર હોય.ગ્રામ્ય યુવાનો એટલે કે જે ૧૮ થી ૩૫ વર્ષના હોય,ખેડૂત કુંટુંબમાંથી આવતા હોય,ખેતીની પ્રવૃત્તિઓ કરતા હોય,ખેતી અંગેના કૌૈટુબિંક નિર્ણયોમાં ભાગ ભજવતા હોય કે ન હોય પરંતુ ખેતીની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે કાર્યરત રહેતા હોય અને ભવિષ્યમાં ખેતી ઉપર અધાર રાખતા હોય તેવા યુવાનો.

ગ્રામ્ય યુવકોનું સ્વોટ(SWOT)પૃથકકરણ :

મજબૂત પાસાં(તાકાત)

  • તેઓ સારી ઊર્જા ધરાવે છે.
  • તેઓમાં વધુ ઉત્પાદન કરવાની ક્ષમતા અને શકયતા  રહેલી છે.
  • તેઓ મીડિયાનો સારો ઉપયોગ કરતા હોઇ કૃષિમાંની નવી બાબતો જલ્દીથી અપનાવવાની ક્ષમતા ધરાવે છે.

નબળાં પાસાં(નબળાઇઓ)

તેઓમાં સુધારેલી પદ્ધતિઓ અને કુશળતાની તાલીમની ખામી રહેલી છે.

ખેડૂત કુટુબમાં ખેડૂત જાતે જ મહત્ત્વના નિર્ણયો લે છે જેથી યુવકોનો નિર્ણય લેવામાં મર્યાદિત ફાળો રહે છે.

તકો :

  • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને અન્ય સંસ્થાઓ મારફતે તાલીમ મેળવવાની તકો રહેલી છે.
  • ખેતીપેદાશોતા બજારમાં થતો વધારો યુવાન ખેડૂતોને સારી આવક મેળવવા માટે મદદરૂપ થશે.

ભયસ્થાનો :

  • શિક્ષણનો અભાવ છે.
  • ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબાઇ છે.
  • ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનો અભાવ છે.

કૃષિમાં યુવકો :

  • વૃદ્ધ ખેડૂતોને બદલે યુવા ખેડૂતોને ખેતીમાં વાળવા જોઇએ.
  • ખેતીમાં ઉત્પાદકો,ઉત્પાદનનું સ્તર અને ઉત્પાદકતામાં વધારો થાય તેવા પ્રયાસો કરવા જોઇએ.
  • ગ્રામ્ય વિસ્તારોમાં રહેલ બેરોજગારીમાં ઘટાડો કરવો જોઇએ.

        ચાવલા અને શુકલા(૧૯૮૯)એ કરેલ એક અભ્યાસ મુજબ ૪૦ ટકા સ્નાતકોએ ખેતીને એક ધંધા તરીકે અપનાવવાનું જ્યારે ૧૦ ટકાએ ખેતીમાં પાક ઉત્પાદન,મરઘાં ઉત્પાદન,શાકભાજી ઉત્પાદન અને ડેરી ઉત્પાદનનો ધંધો કરવાનું જણાવેલ હતું.

યુવકોના પશ્નો :

()બેરોજગારી :

            ભારતમાં યુવાનોનો મોટો પશ્ન રોજગારી મેળવાનો છે કે જેને એક સામાજીક દૂષણ કહી શકાય.સેન્ટ્રલ સ્ટેટિિસ્ટકલ ઓર્ગેનાઇઝોશનના જણાવ્યા મુજબ તેમાં ૧૦ લાખ યુવાનો અને ૩૦૦ લાખ યુવતીનો સમાવેશ થાય છે.ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન(૧૯૯૯)ના જણાવ્યા મુજબ સને ૨૦૦૦ ના અંતમાં ૧૫ થી ૨૦ વર્ષની વયના યુવાનોની વસ્તી એક અબજ થી વધુ હશે અને જેમાંના ૮૫ ટકા ઓછી આવક ધરાવતા દેશોના હશે કે જે દેશોમાં અન્નની ખામી અને બેરોજગારીનો ઊંચો દર રહેલો છે.નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ(૧૯૯૪)ના જણાવ્યા મુજબ ૧૫ થી ૨૯ વર્ષ યુવાન/યુવતીઓમાં બેરોજગારનો દર વધુ ઊંચો રહેશે.નેશનલ ક્રાઇમ રિસર્ચ બ્યૂરો(૧૯૯૬)ના જણાવ્યા મુજબ સને ૧૯૯૫ માં ૧૫થી૧૯ વર્ષોના ૭૦૦ યુવાનોએ બેરોજગારીને કારણે આપઘાત કરેલ હતો.

()શિક્ષણની સવલતોનો અભાવ :

  • દેશમાં કેટલીયે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ હોવા છતાં હાલ પણ ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા આઠ કરોડ લોકો અભણ છે.
  • યુવાનો/યુવતીઓની કુશળતાના વિકાસમાં વધારો કરે તેવી કૌશલ્ય વર્ધક સંસ્થાઓની ખામી છે.

()નિર્ણય લેવામાં ભાગીદારીનો અભાવ :

  • મોટા ભાગે ત્રીજા ભાગના યુવાનો નિર્ણય લેવામાં ભાગીદાર બને છે.
  • જ્ઞાન અને અનુભવનો અભાવ નિર્ણય લેવામાં અડચણ પેદા કરે છે.

સશકિતકરણ :

             વિશ્વ બેન્ક(૧૯૯૭)એ જણાવ્યા મુજબ સશકિતકરણ એ એક એવી પ્રક્રિયા છે કે જે વ્યકિત અથવા જૂથની પસંદગીની ક્ષમતામાં વધારો કરી ઇચ્છિત પસંદગીના કાર્યો તરફ વાળી તે કાર્યને પૂૂર્ણ કરે છે.તે બીજા ઉપર પ્રભુત્વ ધરાવવા માટેની શકિત પુરી પાડતું નથી  પરંતુ એવી શકિત કે જે બીજાઓ સાથે મળી ઇચ્છિત ફેરફાર કરવા માટે કાર્ય કરવાનું પ્રોત્સાહન પૂરૂ પાડે છે.

યુવાનોમાં સશકિતકરણ :

           આ એક બંધારણીય અને સાંસ્કૃતિક પ્રક્રિયા છે કે જેમાં યુવાનો પોતાની ક્ષમતા કેળવી નિર્ણયો લઇ તેનો પોતાના જીવનમાં અને અન્ય યુવાનો કે પુખ્તોના જીવનમાં ફેરફાર કરે છે.સશકિતકરણ એ એક પ્રકારની શકિતનો વિચાર છે કે જે (૧)સશકિતકરણ માટે એવી શકિતની જરૂર છે કે જે ફેરફાર કરે અને (૨) સશકિતકરણ માટે એવી શકિતની જરૂર છે કે જે વિસ્તાર કરે.

યુવાનોમાં સશકિતકરણ શા માટે ?

જે લોકો પાસે શકિત નથી એટલે કે પાંગળા છે તેઓ માટે સશિકતકરણ જરૂરી છે.ગરીબોને શકિતની જરૂર છે.

ગરીબ યુવકો અને યુવતીઓમાં સારી જીવનશૈલી અને સલામતીની સાથે આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે તેમની સંપત્તિ અને ક્ષમતાઓના પ્રમાણમાં વધારો કરવો જરૂરી છે કે જેથી તેઓ તેમનાથી વધુ શકિતશાળી લોકો સાથે વાટાઘાટો કરી શકે કારણ કે ગરીબાઇ એ બહુપરિમાણીય છે જેથી તેમની સંપત્તિ અને ક્ષમતાઓ વધારવી જરૂરી છે.

મોટા ભાગના યુવાનો બહુવિધ પશ્નોનો સામનો કરે છે અને શકિતહીનતા ધરાવે છે તેથી તેઓનું સશક્તિકરણ જરૂરી છે.

સશકિતકરણના હેતુઓ :

  • યુવાનોની શકિતને તેમનો પોતાનો અને સમાજનો વિકાસ કરે તે તરફ  વાળવી.
  • સમાજમાં થતા ગુનાઓનો દર ઘટાડવા માટે સ્ત્રી પુરૂષોમાં રહેલ અસમાનતાઓ દૂર કરવી.
  • ગ્રામ્ય સંસ્થાઓ અને સ્વ સહાય જૂથ્થો ધ્વારા તેઓની ક્ષમતામાં વધારો કરવો.
  • જ્ઞાન વર્ધક કેન્દ્રો ધ્વારા તેઓમાં આત્મવિશ્વાસ અને સ્વરોજગારીમાં વધારો કરવો.
  • યુવાનો અને સમાજ વચ્ચે આંતરિક અને બાહ્ય સંબંધોનો વિકાસ કરવો.

સશક્તિરણના અભિયાનો :

  • શૈક્ષણિક સશકિતકરણ
  • સામાજીક સશકિતકરણ
  • આર્થિક સશકિતકરણ
  • તાંત્રિક સશકિતકરણ

સશક્તિરણના પડકારો :

  • જ્ઞાન,માહિતી અને શિક્ષણ અપૂરતુ છે.
  • જમીન મર્યાદિત છે.
  • આર્થિક સેવાઓ અપુરતી છે.
  • બજાર મર્યાદિત છે.
  • નીતિઓ અપુરતી કે મર્યાદિત છે.
  • શિક્ષણમાં કૃષિને લગતું શિક્ષણ આપવામાં આવતું નથી.
  • કૃષિના ધંધામાં ઊંચુ જોખમ રહેલું છે.

યુવાનોના સશકિતકરણ માટેની વ્યૂહરચના :

  • યુવાનો તાલીમ આપી તેમની ક્ષમતાઓને વિકાસ કરવો.
  • ખેતીપેદાશોના વેચાણ માટે બજારની તકો પુરી પાડવી.
  • વર્તમાન ગ્રામ્ય યુવાનોના જૂથો/સંસ્થાઓ/સહકારી મંડળીઓને મજબૂત બનાવવી.
  • સારી રોજગારી મળે તે માટે ગ્રામ્ય યુવાનોની કુશળતાઓ વિકસાવવી.
  • ગ્રામ્ય યુવાનોના મંડળો અને સ્વ સહાય જૂથો ઊભાં કરવાં.
  • ગ્રામ્ય,તાલુકા અને જીલ્લા સ્તરે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગોઠવવી અને તેને પ્રોત્સાહન આપવું.
  • નેતાગિરીનો વિકાસ થાય તે માટે સેમિનાર અને તાલીમ કાર્યક્રમો ગોઠવવા.

યુવાનોના સશકિતકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓ :

()રાષ્ટ્રીય સ્તરે :

  • નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન (NYKS)
  • નેશનલ  સર્વિસ સ્કીમ (NSS)
  • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)
  • સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)
  • ભારત સ્કાઉટસ એન્ડ ગાઇડસ (BS & G)
  • એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU)
  • યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (YHAI)
  • સજીવ ગાંધી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ

(ખ)આંતરરાષ્ટ્રીય સ્તરે :

  • નેશનલ કેડેટ ક્રોપ્સ (NCC)
  • યુથ રેડ ક્રોસ (YRC)

ભારત સરકારે શરૂ કરેલ કાર્યક્રમો :

()દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના :

            આ યોજના અને ૧૯૧૪ માં શરૂ થયેલ તેમાં સમાજના તરછોડાયેલા જૂથોે (અનુસૂચિત જાતિ/જનજાતિના ૫૦ ટકા, લઘુમતી-૧૫ ટકા અને મહિલાઓ-૩૩ ટકા) નો ફરજીયાત પણે સમાવેશ કરવામાં આવેલ છે.

()નેશનલ સર્વિસ સ્કીમ (NSS):

             આ યોજનાની શરૂઆત સને ૧૯૬૯માં થયેલ.તેનો હેતુ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓને સમાજ માટેના સામાજીક કાર્યો કરવા માટેની તકો પુરી પાડવાનો છે.

() નહેરૂ યુવા કેન્દ્ર (NYK):

            આ યોજના અને ૧૯૭૨ માં શરૂ થયેલ.ગ્રામ્ય સ્તરે યુવક મંડળ અને મહિલા મંડળોનું સંગઠન બનાવી યુવાનો ધ્વારા કાર્યક્રમો યોજી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

() નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન (NYKS) :

              આ સંગઠનની  સ્થાપના સને ૧૯૮૭માં થયેલ.તે એક સ્વાયત સંસ્થા છે કે જે યુવક મંડળો બનાવે છે અને રાષ્ટ્રની પ્રવૃત્તિઓ માટે યુવાનોને પ્રેરે છે.

() સ્વર્ણ જયંતિ ગ્રામ્ય સ્વરોજગાર યોજના (SGSY) :

          આ યોજનાની શરૂઆત બીજી ઓકટોબર ૧૯૯૩ ના રોજ કરવામાં આવેલ.તેનો હેતુ ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને તેમનું જીવનધોરણ ટકાવી રાખવા માટેની આવક પુરી પાડવાનો છે.

()એમ્પલોયમેન્ટ એસ્યોરન્સ સ્કીમ :

         આ યોજના બીજી ઓકટોબર ૧૯૯૩ ના રોજ શરૂ કરવામાં આવેલ.તેનો હેતુ ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકો કે જે બિનકુશળ છે અને જાતે મજૂરી કરે છે તેઓને યોગ્ય વેતન અને રોજગારી પુરી પાડવાનો છે.       

()પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) :

                 આ યોજના અને ૨૦૧૫ માં શરૂ કરવામાં આવી છે.તેના ધ્વારા લાખો ભારતીય યુવાનોને ઉદ્યોગો સંબંધિત કુશળતાની તાલીમ આપી તેના ધ્વારા તેઓનું જીવનધોરણ સારૂ બનાવવામાં મદદ રૂપ થશે.

સ્વૈચ્છિક સંગઠનો(એનજીઓ)ધ્વારા શરૂ કરાયેલ કાર્યક્રમો :

(૧) ફાર્મર્સ પ્રોડયુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ (FPOs)

(૨) એગિકલ્ચર એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન સેન્ટર

(૩) એડેપ્શન ટુ કલાઇમેટ ચેઇન્જ ઇન રૂરલ એરીયાસ આફ ઇન્ડિયા

(૪) નેશનલ રૂરલ લાઇવલીહૂડઝ મિશન

(૫) પોવર્ટી રીડકશન થ્રુ સસ્ટેનેબલ એગ્રિકલ્ચર

(૬) સ્મોલ ગ્રાન્ટ ફેસિલિટી

ગ્રામ્ય યુવાનોનું સશકિતકરણ કરવામાં વિસ્તરણનો ફાળો :

  • કૃષિ વિજ્ઞાન કેન્દ્રો તાંત્રિક જ્ઞાન,વિસ્તરણ કાર્યક્રમો,નિદર્શનો વગેરે મારફતે ગ્રામ્ય વિસ્તારના યુવાનોને ભાગીદાર બનાવી તેઓનું સશકિતકરણ કરે છે.
  • ખેતીની પેદાશો જેવી કે પરંગપરાગત આહાર,બાગાયતી પાક,પશુપાલન,મરઘાં ઉછેર,મશરૂમ અને અન્ય મૂલ્ય વર્ધિત ઉદ્યોગ,સાહસ વગેરેના ચોક્કસ જૂથો રચવાની કામગીરી કરે છે.
  • ટેલીવિઝન,રેડિયો,ઓડિયો-વિડિયો પદ્ધતિ, સ્માર્ટ મોબાઇલ,ટેબલેટ વગેરે સામૂહિક માધ્યમો મારફતે ખેડૂતો અને ખેતીના ઉદ્યોગસાહસિકોને ઘરે બેઠાં વિસ્તરણ કાર્યકારો મારફતે માહિતી અને શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે.

સારાંશઃ

           ભારત જેવા વિકાસશીલ દેશ કે જ્યાં વસ્તીનું ભારણ વધારે છે તેથી તેના ગ્રામ્ય યુવાધનને માનવ સંસાધન વિકાસ ધ્વારા સશકિતકરણ પૂરૂ પાડવું જરૂરી છે. સરકાર ગુનાખોરી,આપઘાત,શિક્ષણનો અભાવ વગેરે માટે યોગ્ય રીતે રોકાણ કરે તો તેના નિયંત્રણ માટેનાં પગલાં કરતાં વધુ સારા પરિણામ મળે.

          બીજુ યુવાધન એ સમાજનો એક શકિતશાળી ભાગ છે કે જેનો દેશના ટકાઉ વિકાસ માટે અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના સારા ફળ દેશને મળે. જો યુવાનોને અસરકારક નવિનીકરણ કાર્યક્રમો ધ્વારા યોગ્ય રસ્તે વાળવામાં આવે તો દેશની ઉત્પાદકતા તથા તાંત્રિકતાને અપનાવવાનું પ્રમાણ તથા ઊંચો આર્થિક વિકાસ દર હાંસલ કરી શકાય.

                કેન્દ્ર અને રાજ્ય સરકારો ધ્વારા યુવાનો માટે ઘણા કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકી છે.જો નીતિ ઘડવૈયાઓ ધ્વારા તેનો યોગ્ય તાંત્રિક પદ્ધતિ વડે ઉપયોગ કરી સામાજીક,આર્થિક અને રાજકીય રીતે યુવાનોને સશકત બનાવવામાં આવે તો દેશનો સારો વિકાસ થાય તેમાં કોઇ શંકાને સ્થાન નથી.


સ્ત્રોત : ઇિન્ડયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ-૨૦૨૧


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *