પ્રવાસન ક્ષેત્ર ઘણા બધા વિભાગોને અસર કરે છે.ભારતની કુલ જીડીપીના ૬.૩ ટકા હિસ્સો પ્રવાસન ક્ષેત્ર ધરાવે છે જે કુલ રોજગારીના ૮.૩ ટકા રોજગારી પુરી પાડે છે.ગ્રામ્ય પ્રવાસન એક આગવા લક્ષણો ધરાવે છે.આ વિસ્તારોમાં વસ્તીનું પ્રમાણ ઓછુ હોય છે.કુદરતી પર્યાવરણ ધરાવે છે અને તેનો હેતુ સંસ્કૃતિ,વારસો અને રીવાજોને જાળવી રાખવાનો છે.વધુમાં ગ્રામ્ય પ્રવાસન ગામડાઓમાં રોજગારી માટેની નવી તકો પુરી પાડે છે.
પ્રવાસન મંત્રાલય ધ્વારા જણાવ્યા મુજબ ગ્રામ્ય પ્રવાસન એટલે ‘‘એવા કોઇપણ પ્રકારનું પ્રવાસન કે જે ગ્રામ્ય જીવન,કળા,સંસ્કૃતિ અને વારસાને ગ્રામ્ય કક્ષાએ પ્રદર્શિત કરે,સ્થાનિક સમાજને આર્થિક અને સામાજીક ઉપરાંત પ્રવાસીઓ અને સ્થાનિકો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી પ્રવાસન અનુભવોને સમૃદ્ધ બનાવે તેવું પ્રવાસન. ’’
ગ્રામ્ય પ્રવાસનનું મહત્ત્વઃ
ગ્રામ્ય પ્રવાસનના અનેક પ્રકારો છે જેવા કે કૃષિ પ્રવાસન,સાંસ્કૃતિક પ્રવાસન, કુદરતી પ્રવાસન,સાહસ પ્રવાસન,યાત્રી પ્રવાસન અને આહાર સંબધી પ્રવાસન.ગ્રામ્ય પ્રવાસીઓ કૃષિની પદ્ધતિઓ ,સ્થાનિક વહીવટ વગેરેનું જ્ઞાન પ્રવાસન દરમ્યાન મેળવી શકે છે.તે ગ્રામ્ય ભારતમાં જોવા મળતી વિશાળ વિવિધતાઓ વ્યકિતગત રીતે બતાવે છે.
સરકારશ્રીના એક અંદાજ પ્રમાણે દરિયાકિ નારાનું પ્રવાસન રોકાણ ી ૧૦,૦૦૦ કરોડ થવા જાય છે. આ પ્રવાસનમાં ૧૮૦ લાઇટહાઉસ અને ૧,૩૦૦ ટાપુઓનો સમાવેશ પ્રવાસન સ્થળો તરીકે કરવામાં આવેલ છે.આપણે ૭,૫૦૦ કિ.મી.નો દરિયા કિનારો પ્રવાસન,હોટલ,રીસોર્ટ અને યોગ કેન્દ્રો તરીકે વાપરી શકીએ તેમ છીએ જે ધ્વારા સ્થાનિક લોકોને વધારાની રોજગારી પુરી પાડી શકાશે.પ્રવાસન પ્રોજેકટમાં અંદાજે ૪૦ ટકા જેટલી મૂડી માનવશકિત પાછળ ખર્ચાય છે.લાઇટહાઉસ જેવા કેટલાક પ્રોજેકટસ જાહેર ખાનગી ભાગીદારી મારફતે હાથ ધરી શકાય છે.
પ્રવાસન ક્ષેત્રમાં રોજગારીની ઊંચી ક્ષમતા રહેલી છે જેમ કે આંધ્રપ્રદેશ રાજ્યના ક્રિષ્ણા જીલ્લાનો પ્રવાસન વિકાસ પ્રોજેકટ મહિલાઓ માટે કામની સારી તકો ઊભી કરી શકે છે.મહિલાઓ દૈનિક વેતનના દરે મજૂરી કરે છે તે સ્થાનિક વિસ્તારમાં ઉત્પાદિત થતી મગફળીને વેચી શકે છે.તેના ૯ કિ.મી.ના બીચ સુધીના વિસ્તારોમાં કેટલીય દુકાનો આવેલી છે.રવિવારના દિવસે દરેક દુકાનની ઓછામાં ઓછી અંદાજી આવક ી૫૦૦ જેટલી થાય છે.સ્થાનિક ખેડૂતો પાસેથી મોટા જથ્થામાં મહિલાઓ મગફળી ખરીદી વેચી શકે છે(ધી હિન્દુ,૨૫-૦૨-૨૦૧૯ ના રીપોર્ટ મુજબ)
સમગ્ર દેશમાં સ્થાનિક લોકો ધ્વારા પરંપરાગત રીતે હાથશાળ(હેન્ડલૂમ)અને હસ્તકળા(હેન્ડીક્રાફટ)ધ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓ આપણા માટે એક ગૌરવની બાબત છે.હાલમાં આવી વસ્તુઓ ઓછી માંગની સમસ્યાઓનો સામનો કરી રહી છે.પ્રવાસન આ સમસ્યાને હળવી કરી શકે તેમ છે.એટલું જ નહી ગ્રામ્ય પ્રવાસનની સાથે સારા રસ્તાઓ અને જાહેર પરિવહન ધ્વારા ગામડાંઓ સાથે જોડાણમાં સુધારણા કરી શકાશે.
ગ્રામ્ય પ્રવાસનના સામાજીક લાભો પણ છે.ગ્રામ્ય લોકોનો બહારની દુનિયા સાથે સંપર્ક થતાં નવા વિચારોથી અવગત થશે.શહેરી લોકો ગ્રામ્ય પર્યાવરણમાં થોડા દિવસ ગાળી અનુભવ કરશે એટલે તેઓના તણાવ અને તાણમાં રાહત મેળવશે(કુરૂક્ષેત્ર,એપ્રિલ-૨૦૧૯ ના પેજ નં ૨૪ ઉપર શાહીન રાઝી અને નૌશિનનો લેખ)
ગ્રામ્ય પ્રવાસન એક એવો રસ્તો છે કે જેના ધ્વારા લોકકથાઓ,સંગીત,નૃત્ય અને નાટક વગેરે ગ્રામ્ય જીવનના અતરંગ પાસાંઓને ટકાવી અને જાળવી શકાય છે
ગ્રામ્ય પ્રવાસન બિન-ખેતી ક્ષેત્રને આગળ લાવી શકે છે.ગ્રામ્ય આવકની અંદાજે ૬૭ ટકા આવક
બિન-ખેતીક્રીય પ્રવૃત્તિઓ ધ્વારા મેળવવામાં આવે છે.ગ્રામ્ય બિન-ખેતી ક્ષેત્ર રોજગારીની તકો પેદા કરે છે, ગ્રામ્ય લોકોનું સ્થળાંતર થતું અટકાવે છે,સારૂ વળતર આપતી નોકરીઓ માટે તકો પુરી પાડે છે અને જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે ખેતી આધારિત લોકોને મદદરૂપ થાય છે.
ગ્રામ્ય પ્રવાસન આતિથ્થ ઉદ્યોગને પણ ઉત્તેજન આપે છે. કેટલાક પ્રવાસીઓ ગ્રામ્ય જીવનને રાત્રીરોકાણ કરી નજીકથી નિહાળવા માગે છે.કેટલાક પ્રવાસીઓ સ્થાનિક સંસ્થાઓ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરવાની ઇચ્છા ધરાવે છે.તેઓ પોતાનું વ્યાખ્યાન પણ આપવા માંગે છે.
ભારત જેવા વિશાળ દેશમાં પ્રાદેશિક અસમાનતાને કારણે વિકાસ કરવો એક અનિવાર્ય બાબત છે.કેટલીક યોજનાઓ ધ્વારા ભારત સરકાર આ અસમાનતા દૂર કરવાના પ્રયાસો કરી રહી છે.ઓછા રોકાણ ધ્વારા પ્રાદેશિક અસમાનતા દૂર કરવામાં ગ્રામ્ય પ્રવાસન ફાળો આપશે.
ભારતના પ્રવાસન ઉદ્યોગની સ્થિતિ
વર્ષ | પરદેશી પ્રવાસીઓની મુલાકાત (દશ લાખમાં) | પ્રવાસીઓ ધ્વારા વિદેશી વિનિમયની આવક (દશ લાખ ડોલરમાં) |
સ્થાનિક પ્રવાસીઓની મુલાકાત (દશ લાખમાં) |
૨૦૧૪ | ૭.૬૮ | ૨૦,૨૩૬ | ૧,૨૮૨.૮૦ |
૨૦૧૫ | ૮.૦૩ | ૨૧,૦૭૧ | ૧,૪૩૧.૯૭ |
૨૦૧૬ | ૮.૮૦ | ૨૨,૯૨૩ | ૧,૬૧૩.૫૫ |
ભારતીય પ્રવાસન–ઊડતી નજરે :
સને ૨૦૧૮ માં ૧૦૫.૬ લાખ વિદેશી પ્રવાસીઓ અને ૬૮.૭ લાખ બિન નિવાસી ભારતીય પ્રવાસીઓ મળીને કુલ ૧૭૪.૩ લાખ પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવેલ હતા જેનો વાર્ષિક વૃદ્ધિ દર ૩.૭ ટકા હતો.
સને ૨૦૧૮ માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ભારતનો ફાળો ૧.૨ ટકા હતો અને ભારત દેશ એશિયા પેસિફિક રીજીયનમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ૭ માં ક્રમાંકે છે.
સને૨૦૧૮માં ભારતમાં આવેલ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પૈકી ૭૯.૬ ટકા વિમાન મારફતે, ૧૯.૬ ટકા જમીન મારફતે અને ૦.૮ ટકા દરિયા મારફતે આવેલ હતા.આ પૈકી ૪૪.૫ ટકા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દિલ્હી અને મુંબઇના હવાઇમથકો ધ્વારા આવેલ હતાં.ભારતમાં અંદાજે ૭૫.૩૩ ટકા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ બંગલાદેશ,યુનાઇટેડ સ્ટેટસ,યુનાઇટેડ કિંગડમ,શ્રીલંકા,કેનેડા,ઓસ્ટ્રેલિયા,મલેશિયા,ચીન,જર્મની,રશિયા ફેડરેશન,ફ્રાન્સ,જાપાન,સિંગાપોર,નેપાળ અને થાઇલેન્ડ વગેરે ૧૫ દેશોમાંથી આવેલ.
પ્રવાસન ખાતે સને ૨૦૧૮માં ભારતની વિદેશી વિનિમયની આવક ૨,૮૫,૯૦૦ કરોડ ડોલર થયેલ હતી જે ૪.૭ ટકાનો વૃદ્ધિ દર દર્શાવે છે.
સને ૨૦૧૮ માં ૧૮,૫૪૦ લાખ ઘરેલું પ્રવાસીઓ ધ્વારા પ્રવાસન સ્થળોની મુલાકાત લેવામાં આવેલ જે ૧૧.૯ ટકાનો વૃદ્ધિ દર દર્શાવે છે.
વિશ્વમાં ભારત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની મુલાકાતમાં ૨૨મા ક્રમાંકે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ધ્વારા થતી આવકમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અંંદાજ મુજબ ૧૩ મા ક્રમાંકે છે.
ભારતમાં ૧૯૬૧ હોટલ માન્ય કરવામાં આવેલ છે જે ૧,૦૨,૪૯૦ રૂમો ધરાવે છે.
૩૧ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૪૮૫ ટુર ઓપરેટર્સ,૨૧૫ ટ્રાવેલ એન્જસીઓ,૧૦૯ ટુરીસ્ટ ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ,૧૪૦ ડોમેસ્ટીક ટુર ઓપરેટર્સ અને ૫૦ એડવેન્ચર ટુર ઓપરેટર્સ માન્ય થયેલ હતાં.
(સ્ત્રોતઃ-ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિકસ ૨૦૧૯ પ્રવાસન મંત્રાલય,ભારત સરકાર)
ગ્રામ્ય પ્રવાસન સંબંધી સમસ્યાઓ :
ભારતમાંના ગ્રામ્ય પ્રાવસન ઉદ્યોગને કેટલીક સમસ્યાઓ નડે છે.ગ્રામ્ય લોકો અને ખેડૂતો આ બાબતે અપુરતુ જ્ઞાન, શિક્ષણ અને સંપર્ક ધરાવે છે.તેઓ યોગ્ય રીતે પ્રવાસ અને પ્રવાસન વ્યવસ્થા કરી શકતા નથી.તેઓની વેપારી કુશળતાઓ મર્યાદિત છે.તેઓ અન્ય કેટલાક પશ્નો જેવા કે અપુરતી આંતરમાળાખાકીય સુવિધા,નાણાકીય ટેકાની ખામી અને અપુરતી તાલીમ વગેરેનો સામનો કરે છે.તેથી ગ્રામ્ય લોકોને પ્રવાસન અંગેનું શિક્ષણ અને તાલીમ આપવી જોઇએ કે જેથી તેઓ પરદેશી મુલાકાતીઓને પ્રભાવિત કરી શકે.
પ્રવાસનથી સંસ્કૃતિનું ધોવાણ પણ થઇ શકે છે જેમ કે સ્થાનિક હસ્તકલાકારો પ્રવાસીઓની માંગ સંતોષી શકે તે માટે પોતાની સંસ્કૃતિ અને વારસાને ભૂલી જઇ શકે છે.તેઓ પોતાની મૂળ આવૃત્તિ ખોઇ શકે છે.પ્રવાસીઓને સ્થાનિક ડીઝાઇનનું મહત્ત્વ સમજાવવું જોઇએ.
ગ્રામ્ય પ્રવાસનના અન્ય જોખમો ઊભા થઇ શકે છે જેવા કે કિંમતમાં વધારો થવો,ગુનાના દરમાં વધારો થવો, બાળકો પાસેથી કામ લેવું વગેરે.જો કે ઓછા વેતને આ ગ્રામ્ય પ્રવાસન સામેનો વિરોધ નથી પરંતુ આવા જોખમો બાબતે કાળજી રાખવી અનિવાર્ય છે.
ઘણા પહાડી વિસ્તારો, નાના ટાપુઓ,દરિયા કિનારાના વિસ્તારો અને અન્ય પરિસ્થિતિ વિષયક નાજૂક સ્થળોનો પ્રવાસન તરીકે ઉપયોગ થતાં ત્યાંના પર્યાવરણને નબળું બનાવશે.તેનાથી પ્રવાસનને નુકસાન થશે.આવા સ્થળોએ પ્રવાસન માટે મધ્યમ માર્ગ અપનાવવો પડશે. પ્રવાસન માટે આવી નકારાત્મક બાબતોને કાળજીપૂર્વક નિયંત્રણ કરવી પડશે.ઉનાળાના સમયે ઘણા હિલ સ્ટેશનો પાણીની ખેંચનો સામનો કરે છે.
પ્રવાસન ઉપર વાતાવરણ ફેરફારની પણ હાનિકારક અસર થાય છે જેમ કે પવનના તોફાનો,દરિયાકિનારે પુર વગેરે
પ્રવાસન નીતિઃ

સને ૧૯૮૨ માં કડક લાયસન્સ પ્રથા સાથે રાષ્ટ્રીય પ્રવાસન નીતિને ઘડવામાં આવી.તેમાં ખાનગી ક્ષેત્રના ફાળાનો સમાવેશ કરવામાં આવેલ નથી.પ્રવાસનમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવતું નથી.વધુમાં આ નીતિ ઘરેલું પ્રવાસન માટે પુરતી નથી.તેથી સરકાર ધ્વારા સને ૨૦૦૨ માં રાષ્ટ્રીય પ્રવાસન વિકાસ નીતિ ઘડવામાં આવેલ જેના મુખ્ય હેતુઓ અત્રે દર્શાવેલ છેઃ
(૧)આર્થિક વિકાસના મુખ્ય એન્જીન તરીકે પ્રવાસનને સ્થાન આપવું.
(૨)પર્યાવરણને ટકાવી રાખી રોજગારી ઊભી કરવા અને ગરીબાઇ દૂર કરવા માટે સીધા કે બહુવિધ પ્રવાસન વિકાસના મુખ્ય ચાલક તરીકે પ્રયાસો કરવા.
(૩)ઘરેલું પ્રવાસન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.
(૪)વૈશ્વિક પ્રવાસન વેપારન લાભો મેળવવા ભારતને એક વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાન આપવું અને ભારતમાં સંભવિત પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવું.
(૫)સાંસ્કૃતિક અને સામાજીક-આર્થિક બાબતોના આધારે રાજ્યો,ખાનગી ક્ષેત્ર અને અન્ય એન્જસીઓ સાથે મળીને સંકલિત રીતે પ્રવાસનનું સર્જન અને વિકાસ કરવો.
(૬)ખાનગી રોકાણની ઓળખ નક્કી કરવી જેથી સરકાર ફક્ત ઉત્પ્રેરક તરીકે કાર્ય કરી પ્રવાસનની આવક વધારી શકે.
પ્રવાસનને ટકાવી રાખવા માટે ભાર મૂકવો જોઇએ.વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર ટકાઉ પ્રવાસન એટલે ‘‘દરેક સ્ત્રોતોની એવી રીતે વ્યવસ્થા કરવી કે જેથી આર્થિક,સામાજીક અને સૌંદર્યલક્ષી જરૂરિયાતો પુરી પાડી શકાય જ્યારે સાંસ્કૃતિક ઐકય જરૂરી પરિસ્થિતિકીય પ્રક્રિયાઓ,જૈવવૈવિધ્યતા અને જીવનને ટેકો આપતું તંત્ર વગેરેની જાળવણી થાય’’.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગ્રામ્ય પ્રવાસન એવી જગ્યાએ હોવુ જોઇએ કે જેથી લોકો તેની સહેલાઇથી મુલાકાતો લઇ શકે. સહેલાઇથી સ્થળને શોધી શકાય તેને અગ્રિમતા આપવી જોઇએ.તે સ્થળે પરંપરાગત રીતે ઘરનું માળખુ ઊભુ કરવું જોઇએ કે જે યર્યાવરણ-મિત્ર હોય.
ટકાઉ પ્રવાસન માટે પહેલ કરવી જોઇએ જેવી કે મહિલાઓને પ્રોત્સાહન આપવું જોઇએ,વધુ કોમ્યુનિટી રેડિયો સેન્ટર સ્થાપવા જોઇએ, લોકનૃત્ય માટેના જૂથો બનાવવા જોઇએ અને સમાજનો આધાર લઇ પ્રવાસન પ્રવૃત્તિઓ શરૂ કરવી જોઇએ.
સ્વચ્છ ભારત અભિયાન મારફતે ભારતની છાપ સુધરી છે.પંચાયતી રાજ સંસ્થાઓેએ ગ્રામ્ય પ્રવાસન માટે હકારાત્મક ભાગ ભજવવો જોઇએ.
માનવ સંસાધન વિકાસ એ પ્રવાસન ક્ષેત્ર માટે ઘણુ મહત્ત્વનું છે. આતિથ્યશીલ રીતે પ્રવાસીઓને આકર્ષવા માટેની તાલીમ ગ્રામ્ય લાકોને આપવી જોઇએ. જ્યારે પ્રવાસન કાર્ય બંધ હોય તે સમયે ગ્રામ્ય લોકો અન્ય પ્રવૃતિઓેમાં જોડાઇ શકે છે. એવાં ગામડાઓ કે જ્યાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવેલ છે તેવા સ્થળોએ કેટરીંગ,આતિથ્થ અને કુશળતા માટે ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
સ્ત્રોત : કિસાન વર્લ્ડ, જૂન-૨૦૨૦
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in