ટકાઉ વસ્ત્રોનો વપરાશ : ઘનકચરાનો સામુદાયિક ઉકેલ (Sustainable apparel consumption: Community solution towards solid waste)

                વસ્ત્રો કે કાપડ એ માનવજાતની મુળભુત જરૂરિયાત છે. વસ્ત્રો અને ઘરેલું બનાવટોનો વપરાશ મોટા પ્રમાણમાં થાય છે અને કોઈપણ મર્યાદા વિના તેના ઉપયોગમાં વધારો થતો જાય છે. નવીન ટેકનોલૉજીનો વિકાસ અને સંકલિત ટેક્ષટાઈલ ઉત્પાદનના ફળ સ્વરૂપે જમીનથી માંડી અવકાશ સુધી તેનો ઉપયોગ કરવામાં આવે છે. કાપડની બનાવટો પહેલાં પરંપરાગત રીતે વપરાશમાં લેવામાં આવતી હતી જ્યારે આજે કાપડની બનાવટોનો ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. કુદરતી અને કૃત્રિમ કાચા માલનો ઉપયોગ કરી પ્રોસેસિંગ ધ્વારા કાપડનું ઉત્પાદન થાય છે. આ પ્રક્રિયા દરમ્યાન ઘણા મોટા જથ્થામાં કચરો પેદા થાય છે જેને પર્યાવરણમાં છોડી દેવામાં આવે છે. કાપડ ઉદ્યોગ એ વિશ્વમાં એક વધુ પ્રદૂષણ પેદા કરતો ઉદ્યોગ છે કારણકે તેના ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે મોટા જથ્થામાં વિવિધ સંસાધનોનો ઉપયોગ થાય છે.

        ઔદ્યોગિક ક્રાન્તિ બાદ કાપડનો ઉપયોગ તૈયાર વસ્ત્રોના ઉત્પાદનમાં વધવા પામ્યો છે. તૈયાર વસ્ત્રો અને ફેશન ઉદ્યોગ માટે કાપડ ઉદ્યોગ ધ્વારા તૈયાર થતું કાપડ કે ફેબ્રિક એ પ્રારંભિક કાચો માલ છે. વિવિધ પ્રવૃત્તિઓ માટે વ્યક્તિગત રીતે વિવિધ હેતુઓ માટે તૈયાર વસ્ત્રોની ખરીદી કરવામાં આવે છે. વસ્ત્રોનો જરૂર મુજબના વપરાશમાં વધારો થતાં તે વધારે પડતા વપરાશમાં પરિણમે છે જેને લઈ નિકાલજોગ આવકમાં વધારો થાય છે.  

        આમ વસ્ત્રોનો વધારે પડતો વપરાશ વિવિધ પર્યાવરણીય પ્રશ્નો પેદા કરે છે જેવા કે,   

(1) હવામાન ફેરફાર

(2) ઓઝોનના પડમાં ઘટાડો

(3) સમુદ્રના પાણીમાં માઈક્રોપ્લાસ્ટિકની હાજરીમાં વધારો    

(4) જળ અને ઊર્જા જેવા કુદરતી સ્ત્રોતોમાં ઘટાડો

(5) જૈવવૈવિધ્યતાનો નાશ

(6) ઘન કચરા વ્યવસ્થાના પ્રશ્નો

(7) ખોરાકની શ્રૃખંલામાં હાનિકારક તત્વોની હાજરી

(8) જળ, જમીન અને હવાના પ્રદૂષણમાં વધારો      

        આવા પર્યાવરણીય પ્રશ્નોને અસર થતી હોઈ યુનાઈટેડ નેશન્સ ધ્વારા ઉમદા વિકાસના લક્ષ્યો નિર્ધારીત કરેલ છે. આ લક્ષ્યોમાં માનવ અને પૃથ્વીને નોંધપાત્ર રીતે અસર કરતી વિવિધ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે.  

સંયુક્ત રાષ્ટ્ર ટકાઉ વિકાસ લક્ષાંક 2030 (UN SDGs 2030) :

ઉત્તર ભારતના યુવાઓનું ટકાઉ વસ્ત્રોના વપરાશ બાબતે જાણકારી, વલણ અને વર્તણૂંક અંગે થયેલ અભ્યાસના સંશોધિત તારણો :

        ઉત્તર ભારતના ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબ એમ પાંચ રાજ્યોની સાત કૃષિ યુનિવર્સિટીઓના અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી અને વલણના સ્કેલ મારફતે એકત્રિત કરેલ આંકડાકીય માહિતીના આધારે મળેલ સંશોધન તારણો અત્રે દર્શાવેલ છે :

(1) અનુસ્નાતક વિદ્યાર્થીઓમાં ટકાઉતા પ્રાપ્ત કરવા માટે મહત્વની પારદર્શિતા અને શોધવાની ક્ષમતાની                જાણકારી ઓછી ધરાવતા હતા.  

(2) તેઓ સ્થાનિક રીતે ઉત્પાદિત એટલે કે હાથ વડે બનાવેલ પ્રોડક્ટસ ટકાઉ હોય તે અંગેની જાણકારી ન હતી.  

(3) તેઓ તૈયાર વસ્ત્રો ઉપર આપેલ ઈકો લેબલ (જેવી કે જીઓટીએસ GoTs), મોબિયસ લૂપ (Mobius loop) વિષે જાણતા ન હતા.  

(4) તેઓને ઓર્ગેનિક કોટન (સેન્દ્રિય કાપડ) ની જાણકારી હતી પરંતુ તેના ઉપયોગથી બનાવેલ વસ્ત્રોનું ઉત્પાદન ટકાઉ હોય છે તેનાથી અજાણ હતા.

(5) તેઓ ઓનલાઈન રીસેલિંગ સાઈટ અને રીસેલિંગ કાઉન્ટરથી અજાણ હતા.

(6) પુરૂષોની સરખામણીએ મહિલાઓ તૈયાર વસ્ત્રોના ઉત્પાદન અને વપરાશ અંગે વધુ જાણકારી ધરાવતી હતી.  

(7) અન્ય રાજયની કૃષિ યુનિવર્સિટીઓના અનુસ્નાતક વિદ્યાર્થીઓ કરતાં તેઓની જાણકારીનું સ્તર ઊંચુ અને મધ્યમ હતું.   

(8) વસ્ત્રોનો ટકાઉ કાચો માલ અને ઈકો લેબલની માહિતી અંગે તેઓનું વલણ વધુ સકારાત્મક હતું.  

(9) ટકાઉ વસ્ત્રોના વપરાશની બાબતો અંગે મહિલાઓ કરતાં પુરૂષોનું વલણ વધુ હકારાત્મક હતું.   

(10) તેઓ કબાટમાં રાખેલ વસ્ત્રોની વહેંચણી કરવાની પ્રથા ધરાવે છે અને વસ્ત્રોની નવી ખરીદી ઓછી કરે છે.  

(11) પુરૂષો અને મહિલાઓના ટકાઉ વર્તનમાં નોંધપાત્ર તફાવત જોવા મળેલ છે.

(12) તેઓની ઊંચા સ્તરે જાણકારી તથા સકારાત્મક વલણ હોવા છતાં તેઓની ટકાઉ વર્તનમાં કોઈ પ્રતિબિંબ જોવા મળેલ નથી.   

આ બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે :

(1) પૂરવઠા હરોળમાં પારદર્શિતા અને શોધક્ષમતાનો ખ્યાલ કે વિચાર માનવ અધિકારોના શોષણમાં ઘટાડો કરવામાં મદદરૂપ થશે.  

(2) હાથથી બનાવેલ સ્વદેશી ઉત્પાદનો ટકાઉ હોવાથી સામાજીક પ્રશ્નો જેવા કે બેરોજગારી, શહેરો પ્રતિ પ્રયાણ વગેરેને અટકાવશે.  

(3) સેન્દ્રિય અને કાચા માલનો પુનઃવપરાશ કરવાથી તેના લાભો મળશે કે જે કુદરતી રીતે જમીનમાં ભળી જાય તેવા હોય છે.   

(4) ખાદી, શણ, વાંસ, રેશમ, વેગન લેધર વગેરે ટકાઉ કાચો માલ અને ટકાઉ કાપડની બનાવટો હોવાથી પર્યાવરણને ઓછું અસર કરે છે.  

(5) ઈકો લેબલ એ પર્યાવરણીય રીતે પ્રાધાન્યક્ષમ સાબિત થયેલ ઉત્પાદન હોવાનું દર્શાવે છે જેવા કે, ઈકો લેબલ (Eco label), નેચરલ ડાય લેબલ, નેચરલ ફિનિશ લેબલ, જીઓટીએસ (GOTS), મોબિયસ લૂપ (Mobius loop)  લેબલ વગેરે.   

(6) કપડાંને કબાટમાં જાળવવાની પદ્ધતિ ઉપલબ્ધ વસ્ત્રોને જીવનચર્યામાં વધુમાં વધુ ઉપયોગ કરવા માટે મદદ કરે છે.  

(7) નવા વસ્ત્રોની ખરીદી કરવાના વિકલ્પ રૂપે ભાડેથી વસ્ત્રો લાવવા કે એકબીજા સાથે વસ્ત્રોની અદલબદલ કરવાથી પર્યાવરણમાં વસ્ત્રોથી થતો બગાડ અટકાવી શકાય છે.

(8) સમાજમાંના ગરીબ કે નબળા લોકોને ટેકો પુરો પાડવા માટે વસ્ત્રોનું દાન આપવા માટેની જગ્યા કે ચેનલ શરૂ કરવી જોઈએ.  

(9) વાપરેલ વસ્ત્રોનો ફરીથી ઉપયોગ કરવાના હેતુથી વેચવા માટે ઓનલાઈન રીસેલિંગ સાઈટ શરૂ કરવી જોઈએ કે જેથી તેનો નિકાલ કરતા અગાઉ યોગ્ય ઉપયોગ થઈ શકે.

(10) વસ્ત્રો કે કાપડનો ફેર વપરાશ પદ્ધતિના ઉપયોગ વડે ઘરવપરાશ માટે પગલૂછણિયાં બનાવવા જોઈએ.    

(11) જૂના વસ્ત્રોનો ફેરવપરાશ કરવાની પદ્ધતિઓના ઉપયોગથી બગાડ અટકાવી અર્થકરણને ફાયદો થશે એટલું જ નહિ નાના પાયે ઉદ્યોગ સાહસિકતાની તકો પુરી પાડશે.  

ટકાઉ વસ્ત્રોના વપરાશ બાબતે જાગૃતિ લાવવાના શક્ય રસ્તાઓ :      

(1) શાળાઓ અને કોલેજોમાં અપાતા શિક્ષણમાં વિવિધ સ્તરે ટકાઉ વપરાશ બાબતના ખ્યાલ કે વિચારનો સમાવેશ કરવો જોઈએ.   

(2) આ બાબતે જાગૃતિ અંગેની ઝૂંબેશોનું આયોજન અને અમલ કરવો જોઈએ.  

(3) ટકાઉ વસ્ત્રોના વપરાશ બાબતે સરકારી, પૂરવઠા હરોળ સાથે સંક્ળાયેલ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સંકલિત પ્રયાસો કરી નેટવર્ક સ્થાપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.   

(4) યુ ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, લિન્કડઈન વગેરે મીડિયા ઉપર વીડિયો સ્ક્રીપ્ટ બનાવીને મૂકવી જેથી યુવાનો સક્રિય બને.  

એક વપરાશકાર કે ગ્રાહક તરીકે યુવાનોએ વસ્ત્રોના વપરાશની પદ્ધતિઓની ટકાઉતાને આત્મસાત કરવી જોઈએ :

(1) કબાટમાંના વસ્ત્રોનું આયોજન કરી, પહેરવાલાયક કે બિન-પહેરવાલાયક વસ્ત્રો ચકાસીને અલગ કરી તેનો યોગ્ય નિકાલ કરવો.   

(2) વિવિધ વસ્ત્રોની જોડ બનાવી રાખવાથી વસ્ત્રોની ખરીદીમાં ઘટાડો થાય છે કારણ કે એક કરતાં વધારે જોડીનાં વસ્ત્રો બાબતે વિવિધ જરૂરિયાતનો ખ્યાલ આવે છે.  

(3) પોતાનાં ભાઈ-બહેન, સગાંસંબંધી કે મિત્રો સાથે કબાટમાં રાખેલ વસ્ત્રોનો એકબીજા સાથે ઉપયોગ કરવાથી વસ્ત્રોનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં મદદરૂપ થાય છે અને ઘન કચરાના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.  

(4) વસ્ત્રોની ખરીદી સમયે ફેરવિચારણા કરવાથી બિનજરૂરી ખરીદી અટકાવી શકાય છે અને ખરેખર જરૂરિયાત હોય ત્યારે જ વસ્ત્રોની ખરીદી કરી શકાય છે.   

(5) વસ્ત્રો ઉપરના લેબલને જોઈ તેમાં વપરાયેલ કાચા માલની પ્રક્રિયા જાણી ટકાઉ પ્રોડક્ટ વિષે જાણી યોગ્ય નિર્ણય લઈ શકાય છે.   

(6) જ્યાં શક્ય હોય ત્યાં કૃત્રિમ બનાવટોનો ઈન્કાર કરો અને સેન્દ્રિય કે હરિયાળા પદાર્થથી બનેલ વસ્ત્રોની પસંદગી કરો.

(7) વસ્ત્રોની ટકાઉ બનાવટો અંગેની માંગ કરો જેથી આ પ્રકારના ઉત્પાદનને વેગ મળે અને તેઓ ગ્રાહકોને ક્યુઆર કોડ ધ્વારા તેની જાણ કરે.

(8) સ્થાનિક રીતે બનાવેલ વસ્ત્રોના વપરાશને પ્રોત્સાહન આપો.

(9) પ્રોડક્ટ લેબલ અને માહિતીમાં દર્શાવેલ ભૂલો અંગેનો પ્રતિભાવ જણાવો જેથી ખોટી પદ્ધતિઓની ચકાસણી કરી શકાય. દા.ત. ગ્રીનવોશિંગ (Greenwashing) કે જે ઉત્પાદનો પર્યાવરણને અનુકુળ છે તેવો ભ્રામક પ્રચાર કરે છે.  

(10) જે વસ્ત્રો પહેરવાના ના હોય તેઓનો ઉપયોગ કરવાના રસ્તાઓ શોધો.    

(11) નહિવત નુકસાન પામેલ વસ્ત્રોની બનાવટોમાં સુધારણા કરવી.

(12) જે વસ્ત્રોની બનાવટો પહેરવામાં બંધબેસતી ન હોય તેનો વૈકલ્પિક ઉપયોગ કરવો.  

(13) તૈયાર વસ્ત્રોને પોતાના ભાઈ-બહેન કે સગાસંબંધીને ઉપયોગ માટે સોપી દેવાં.  

(14) પોતાના કબાટમાં રાખેલ વસ્ત્રોને જે તે પ્રસંગ કે વિધિના સમયે પહેરવા માટે મિત્રોને આપવા.   

(15) વસ્ત્રોની ખરીદી માટે તેના વૈકલ્પિક ઉપાયો જેવા કે ભાડેથી વસ્ત્રો લાવવાં કે વપરાશમાં લીધેલ વસ્ત્રો આપવાં વગેરે અજમાવીને આર્થિક લાભ મેળવવો.  

(16) વસ્ત્રોની બનાવટોનો યોગ્ય ઉપયોગ થાય તે માટે નિયમિત રીતે દાન કરવું જેથી ઘન કચરામાં વધારો થવા ન પામે.  

(17) ઘરકામમાં મદદ કરતા મજૂરોને જૂનાં વસ્ત્રો આપી તેના ફેરવપરાશમાં મદદરૂપ થવું.   

(18) વસ્ત્રોનો ફેરવપરાશ કરી પશુઓને રહેઠાણ પુરૂ પાડવું.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓગષ્ટ 2024


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *