માહિતી એ વિકાસ માટેની ચાવી છે.વિશ્વમાં ઝડપી ફેરફારો થઇ રહ્યા છે.માહિતી અને સંદેશાવ્યવહાર તાંત્રિકતા (આઇસીટી) ધ્વારા સામાજીક અને આર્થિક માળખામાં મોટા ફેરફારો થયા છે.સમગ્ર વિશ્વમાં છેલ્લા પાંચ વર્ષમાં આઇસીટી ક્ષેત્રે તીવ્ર ગતિએ વિકાસ થવા પામ્યો છે.યુવાનો વધુને વધુ પર્સનલ કોમ્પ્યુટર,લેપટોપ,એન્ડ્રોઇડ ફોન વગેરેનો ઉપયોગ ઇન્ટરનેટ ધ્વારા મોટા પાયે કરી રહ્યા છે.ઇન્ટરનેટ વપરાશકારો આનંદ,ખરીદી કે વેપાર સિવાય પણ અન્ય વિવિધ હેતુઓ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.ઇન્ટરનેટ ધ્વારા કોઇપણ વ્યક્તિ સાથે સહેલાઇથી સંપર્ક સાધી માહિતી મેળવી શકાય છે.આજે ઇન્ટરનેટના માધ્યમ વડે ઘણા વિદ્યાર્થીઓ સમાચારો સાંભળીને જોઇ શકે છે,વીડિયો જોઇ શકે છે,કુટુંબીજનો અને મિત્રો સાથે વાતચીત કરી શકે છે,ઇમેલની આપલે કરી શકે છે અને ઘણી બાબતો પ્રાપ્ત કરી શકે છે. યુવાન લોકોનેં મોબાઇલ વાપરવાનો ગમે છે અને મોબાઇલ એ તેમના જીવનનો એક દૈનિક ભાગ બની ગયો છે.
યુવાનો બજારમાંની ૫૦ ટકા સેવાઓ માટે મોબાઇલનો ઉપયોગ કરે છે.યુવાનો આ નવી ટેકનોલોજીના ઉપયોગની પહેલ કરે છે.આજે ઘણા ઉદ્યોગોમાં સોસિયલ મીડિયા વધુ ઉપયોગી સાધન તરીકે પુરવાર થયુ છે.કૃષિ વેપાર ક્ષેત્રે સોસિયલ મીડિયા એક અસરકારક સાધન જણાયેલ છે.મીડિયાની વૃદ્ધિની સાથે કૃષિના યુવાન વિદ્યાર્થીઓ વિવિધ યુનિવર્સિટીઓમાં કૃષિ વેપારનું પ્લેટફોર્મ ઊભું કરી શકે તેમ છે.આજે કૃષિનો વેપાર ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોઇ માહિતી, જાહેરાત અને સંદેશાવ્યવહારના એક સાધન તરીકે ગ્રાહક અને તેમના સહયોગીઓ માટે ઉપયોગી પુરવાર થયેલ છે. ઓનલાઇન કૃષિ વેપાર સ્થાપવા અને વિકસાવવામાં જેઓમાં રસ હોય તેઓ માટે આ અગત્યની બાબત છે.કૃષિના વિદ્યાર્થીઓ સોસિયલ મીડિયાનો એક સાધન તરીકે ઉપયોગ કરી તેમના સાથીદારો,વપરાશકારો,અને ભવિષ્યના ગ્રાહકો સુધી કૃષિના ધંધાની માહિતી પહોંચાડી શકે છે.
કૃષિ અને કૃષિવેપાર એ ભારતીય ખેડૂતોના વિકાસ માટેનું એન્જીન છે.રાષ્ટ્રના અર્થકરણમાં કૃષિ ઉદ્યોગસાહસિકતા સામાજીક અને આર્થિક વિકાસ માટેની વિશાળ ક્ષમતા ધરાવે છે જેમ કે રોજગારીનું સર્જન,આવક પેદા કરવી,ગરીબાઇમાં ઘટાડો કરવો,આરોગ્ય અને પોષણમાં સુધારણા તથા અન્નની સલામતી પુરી પાડવી વગેરે.ગ્રામ્ય ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે કૃષિ ક્ષેત્રે મોબાઇલ એ એક ઉપયોગી આઇસીટી સાધન પુરવાર થશે.કૃષિની સ્માર્ટ કુશળતાઓ અને સોસિયલ મીડિયાનો મોટા પાયે ઉપયોગ કરી સારૂ કૃષિ ઉત્પાદન મેળવવાની પદ્ધતિઓની માહિતી પહોંચાડી શકાશે જે કૃષિને નફાકારક બનાવશે.આથી યુવાન ખેડૂતોએ મીડિયાનો ઉપયોગ કરી કુશળતાઓ મેળવવાનો અને કૃષિ વેપાર ક્ષેત્રમાં સુધારણા કરી ફાયદો ઉઠાવવાનો સમય આવી ગયો છે.
ખેડૂતોના વિકાસ માટે આઇસીટીની શરૂઆતઃ
કૃષિની મોટા ભાગની નવીન શોધો કૃષિમાં કુશળ કાર્યબળ માંગે છે.યુવાન ખેડૂતોના સંગઠિત જૂથો માટે આ નવી ઉત્પાદન તાંત્રિકતા અસરકારક છે.ઊંચુ મૂલ્ય ધરાવતી કૃષિ,પ્રીસિઝન ફાર્મિંગ,સજીવ ખેતી,હાઇ-ટેક બાગાયતી ખેતી,સૂક્ષ્મ પ્રજ્નન,સંકલિત રોગ-જીવાત અને પોષણ વ્યવસ્થા, કાપણી તાંત્રિકતા તેમજ મરઘાં ઉછેર, મત્સ્યપાલન, મશરૂમની ખેતી,મધઉછેર વગેરે ધંધાઓ માટે સારી રીતે તાલીમ પામેલા ઉત્સાહી અને જોખમ ખેડે તેવા યુવાનોની જરૂરિયાત છે.કેટલાક આઇટી પ્રોજેક્ટસ જેવા કે જ્ઞાનદૂત પ્રોજેકટ,વારણા વાયર્ડ વિલેજ પ્રોજેક્ટ,ઇન્ફોર્મેશન વિલેજ પ્રોજેકટ,ભૂમિ પ્રોજેક્ટ,આઇ-કિસાન પ્રોજેક્ટ વગેરેનો ઉપયોગ ખેડૂતોના લાભ માટે ઉપયોગી છે.ખેડૂતોને પગભર થવા માટેની માહિતી પુરી પાડવા માટે કૃષિના કેટલાક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યા છે જેમાંના કેટલાક પોર્ટલના નામો અત્રે દર્શાવેલ છેઃ
(૧) હરિતજ્ઞાન ડોટ કોમ-Haritgyan.com
(૨) ક્રિષિવર્લ્ડ ડોટ નેટ-Krishiworld.net
(૩) એગ્રિવોચ ડોટ કોમ-Agriwatch.com.
(૪) આઇટીસી સોયાચોપાલ ડોટ કોમ-ITC Soyachoupal.com
(૫)એકવાચોપાલ ડોટ કોમ-Acquachoupal.com
(૬)પ્લાન્ટર્સનેટ ડોટ કોમ-Plantersnet.com
વર્તમાનમાં અત્રે દર્શાવેલ કેટલાક આઇસીટી સાધનો મારફતે ખેડૂતોને કૃષિ વિષયક માહિતી પુરી પાડવામાં આવે છે
(૧) એગમાર્કેનેટ–AGMARKNET :

એગ્રિકલ્ચલ માર્કેટિંગ ઇન્ફોર્મેશન નેટવર્કઃ તે દૈનિક ધોરણે દેશના જથ્થાબંધ કૃષિ વિષયક બજારોમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવોની માહિતી પુરી પાડે છે.
(૨) ઇ–ચૌપાલ–e-Choupal :

ગ્રામ્ય ખેડૂતોને કૃષિ અને એકવાક્લ્ચર પેદાશોની માહિતી ઇન્ટરનેટ મારફતે પુરી પાડે છે.આઇટીસી મારફતે સ્થાનિક બજારમાં પાકપેદાશોના વેચાણ ભાવ,બિયારણ,ખાતર અને અન્ય વપરાશી ચીજવસ્તુઓના ભાવ અંગેની માહિતી પુરી પાડે છે.
(૩) એએકવાઃ aAqua : કૃષિને લગતા પશ્નોના નિરાકરણ કરવા માટેની માહિતી આ ઇન્ટરનેટ આધારીત પ્લેટફોર્મ પુરી પાડે છે.કોઇપણ ખેડૂત પોતાનો પશ્ન પૂછી શકે છે અને નિષ્ણાત ધ્વારા તેનો ઉત્તર પોતાની ભાષામાં મેળવી શકે છે.
(૪) કિસાન કોલ સેન્ટર–Kisan Call Centre-KCC :

કિસાન કોલ સેન્ટર તેના ૧૩ વિભાગીય કેન્દ્રો મારફતે ૨૧ સ્થાનિક ભાષાઓમાં ટોલ ફ્રી નં.૧૮૦૦-૧૮૦-૧૫૫૧ મારફતે ખેડૂતો ધ્વારા કૃષિને લગતા પૂછવામાં આવતા પશ્નોનું નિરાકરણ આપે છે.
(૫)ઇસાગુ– eSagu :

આ વેબ આધારિત ખેત સલાહ સેવા યોજના છે કે જેમાં સમયસર પાકની વાવણી થી કાપણી સુધીના સમયે ડિજીટલ ફોટા લખાણ સહિત ખેડૂતોને નિષ્ણાત ધ્વારા સલાહ પુરી પાડે છે.
(૬)ડીજીટલ મન્ડી–Digital mandi :

તે પસંદગી કરેલ પાકોના પસંદ કરેલ બજારોના ભાવની માહિતી પુરી પાડે છે.વર્તમાનમાં ઓરિસ્સા અને હરિયાણા રાજ્યોમાં અંગ્રેજી તથા અન્ય ભારતીય ભાષામાં સેલફોન આધારિત કૃષિ પેદાશોના બજારભાવની માહિતી આપે છે.
(૭)કિસાન સુવિધા–Kisan Suvidha :

ભારતના વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્ર મોદી ધ્વારા હવામાન,બજારભાવ,ઇનપુટ ડીલર્સ,પાક સંરક્ષણ અને નિષ્ણાતની સલાહ એમ પાંચ બાબતોની માહિતી પુરી પાડવા માટે આ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.
આઇસીટીનો મોટા પાયે ઉપયોગ કરવામાં કૃષિ ખાતુ ઘણુ ધીમુ છે. યુવાન કૃષિ સ્નાતકોએ મીડિયાના ઉપયોગ ધ્વારા કૃષિ વેપારની તકો ઊભી કરવા માટે પોતાના મગજનો ઉપયોગ કરવો જોઇએ.યુવાન કૃષિ વિદ્યાર્થીઓએ રસ કેળવી કૃષિને લગતા મીડિયાનો વિકાસ કરવો જોઇએ.વિવિધ ઉદ્યોગસાહસિકોએ કરેલ સ્માર્ટ વર્કનો ફેલાવો ફેસબુક,ટિવટર,ઇન્સ્ટાગ્રામ,યુટયુબ વગેરે જેવા સામાજીક પ્લેટફોર્મ ધ્વારા વિવિધ ખેડૂતોમાં કરવાની જરૂરિયાત છે.જૂની પેઢી કરતાં યુવાન પેઢી આ બાબતે અગ્રેસર છે.તેઓ આધુનિક સાધનોના લાભો મેળવી કૃષિને વૈશ્વિક હરીફાઇ સાથે જોડે છે.
સોસિયલ મીડિયાની એપ્લિકેશનો/સેવાઓનો યુવાન ખેડૂતો માટે ઉપયોગ :
કેટલાક ખેડૂતો અને ટેકનો સેવી વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સોસિયલ મીડિયા એ ખેડૂતોને એકબીજા સાથે વાતચીત ધ્વારા જોડતું અને તેના ઉદ્યોગ અંગેની માહિતી પુરી પાડતું એક સામાજીક માધ્યમ છે.ખેડૂત સમાજના લાભો માટે સોસિયલ મીડિયા એ સંદેશાવ્યવહાર અને નેટવકિઁગ માટેનું એક સાધન છે.તેમાં નીચેના સાધનોનો સમાવેશ થાય છેઃ
ટિવટર-Twitter :

એ સોસિયલ નેટવકિઁગ સાઇટ છે જેનોે ઉપયોગ ખેડૂતો તેમના ખેતી અંગેની માહિતીની આપલે કરવા માટે કરે છે.
ગૂગલ મેપ્સ-Google maps અને ગૂગલ અર્થ-Google Earth :


તે ખેડૂતોને પોતાની જમીનના પ્લોટની માહિતી આપે છે.
યુટ્યુબ-YouTube:

આવી વિડિયો શેરીંગ સાઇટ મારફતે ખેડૂતો વિડીયો,કોમર્સિયલ સમાચારો અને ડોક્યુમેન્ટરી વગેરેની આપલે કરી શકે છે.
એગચેટ-AgChat :

આ એક સોસિયલ નેટવકિઁગ સાઇટ છે કે જે કૃષિ સમાજને લક્ષમાં રાખે છે.કૃષિ ઉદ્યોગોને લગતા પશ્નો અંગોની વાતચીત અને ચર્ચા ફોરમ ધ્વારા કરવામાં મદદ કરે છે.તેમાં કોઇપણ પશ્ન માટેના મત જાણવા માટે ટિવટર,ફેસબુક,લિન્કડેન વગેરે જેવા સોસિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે.
એગ્રિકલ્ચર ઓનલાઇન-Agriculture Online :

આ એક વેબસાઇટ છે જે કૃષિ સામયિકોના તંત્રીઓ ધ્વારા બનાવેલ છે જે કૃષિને લગતા સમાચાર,ચર્ચા અને અન્ય સંબંધી માહિતી કૃષિકારોને પુરી પાડે છે.તેના મારફતે ખેડૂતો એકબીજા સાથે જોડાય છે અને કૃષિને લગતા પશ્નો અંગે વાતચીત કરી શકે છે.
સારાંશઃ સોસિયલ મીડિયાના પણ કેટલાક લાભો અને ગેરલાભ છે. કેટલાક સંશોધકોના જણાવ્યા મુજબ ઘણા વર્ષોથી સોસિયલ મીડિયાનો ઉપયોગ આનંદપ્રમોદના હેતુ માટે થાય છે.અભણ લોકો,સ્માર્ટ ફોનની પ્રાપ્યતાનો અભાવ,ગ્રામ્ય વિસ્તારોમાં નબળું જોડાણ વગેરે કારણોસર સોસિયલ મીડિયાનો ઉપયોગ કરવાના જ્ઞાનની ખામી રહેલી છે.આમ કેટલાક ખેત-હવામાન વિસ્તારો માટે અનુકુળ માહિતીનો પ્રચાર કરવો એ પણ એક પડકાર છે.આથી યુવાન ખેડૂતોના જ્ઞાનનું સ્તર જાણી સોસિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઇએ.ખેતીને લગતી માહિતી યુવાન ખેડૂતોમાં સમયસર પહોંચાડવા માટે સોસિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઇએ.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, નવેમ્બર-૨૦૧૮
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in