યુપીઓવી – નવી પાકની જાતોના સંરક્ષણ માટે એક અસરકારક આંતરરાષ્ટ્રીય તંત્ર (UPOV – An effective international system for the protection of new plant varieties)

        ધી ઈન્ટરનેશનલ યુનિયન ફોર ધી પ્રોટેક્શન ઑફ ન્યુ વેરાઈટિઝ ઑફ પ્લાન્ટસને ટુંકમાં ‘યુપીઓવી’ (UPOV) કહે છે કે જે એક કાયદાકીય આંતરસરકારી સંસ્થા છે અને તેનું વડુ મથક સ્વિટઝરલેન્ડના જીનેવા ખાતે આવેલ છે. સને 1961માં પેરિસ ખાતે યોજાયેલ ધી ઈન્ટરનેશનલ કન્વેનશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ન્યુ વેરાઈટિઝ ઑફ પ્લાન્ટસના સમયે તેનાં સ્વીકાર કરવામાં આવેલ. તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાક સંવર્ધકોને તેમની પાકની જાતો અંગેના બૌદ્ધિક સંપદા અધિકારો અંગેની ઓળખ આપવા માટેનો એક મુખ્ય મુદ્દો હતો. તેના ધ્વારા પાક સંવર્ધકોને પ્રોત્સાહન પૂરૂ પાડતાં સમાજને સારી ગુણવત્તા ધરાવતી જાતોનો લાભ મળી શકે. તેના સને 1961ના પ્રથમ સંમેલન બાદ સને 1972, 1978 અને 1991માં સંશોધન કરવામાં આવેલ છે.

યુપીઓવીના હેતુઓ 

(1) સંવર્ધકોએ કાપણી કરેલ સામગ્રી અંગેના વિશિષ્ટ અધિકારો મંજૂર કરવા

(2) શોધ અને જાતોના વિકાસ વચ્ચેનો તફાવત દૂર કરવો

(3) બીજ બચાવવાના હક અંગે ખેડૂતોને વિશેષાધિકાર આપવો

(4) ખાનગી અને બિનવેપારી હેતુથી કરવામાં આવેલ અખતરાઓ અને સંવર્ધન તથા અન્ય જાતોના ઉપયોગ અંગેના અપવાદોને મર્યાદિત કરવા

(5) પાક સંવર્ધન સંશોધનને બમણું રક્ષણ પૂરૂ પાડવું

યુપીઓવીની વિશેષતાઓ :

        યુપીઓવીના મિશન હેઠળ પાકની જાતોના રક્ષણ માટે એક અસરકાર પદ્ધતિ પુરી પાડવામાં આવે છે કે જે નીચે દર્શાવેલ ચાવી રૂપ લક્ષણો ધરાવે છે.

(1) તે યુનિયનના સભ્યે વચ્ચે સંબંધો પ્રસ્થાપિત કરે છે અને કાયદાકીય માળખુ પૂરૂ પાડે છે.  

(2) તે રક્ષણ પૂરૂ પાડે છે.

(3) જે જાત નોંધણી હેઠળ આવેલ હોય તે વિવિધતાને યોગ્ય હોવી જોઈએ.     

(4) સુરક્ષાનો લઘુત્તમ અવકાશ અને સમયગાળો હોવો જોઈએ.  

યુપીઓવી એક્ટ હેઠળ સુરક્ષા માટેના માપદંડ :   

        યુપીઓવી કન્વેન્શનમાં જણાવ્યા અનુસાર નીચેની બાબતો પરિપૂર્ણ કરે તેવી જાતને ફક્ત સુરક્ષા આપવી.    

(1) નવીનતા (Novelty) :  

        તેને સુરક્ષા આપતાં પહેલાં એક વર્ષથી વધુ સમય માટે વ્યાપારી ધોરણે તે જાતનો ઉપયોગ થવો જોઈતો ન હતો.    

(2) વિશિષ્ટતા (Distinctness) :

                અરજી કરવાના સમયે ઉપલબ્ધ અન્ય કોઈપણ જાત કરતાં વિશિષ્ટ રીતે આ જાત અલગ પડતી હોવી જોઈએ.    

(3) એકરૂપતા (Uniformity) :

                જાતમાં એકરૂપતા એટલે કે એકસમાનતા હોવી જોઈએ. તેના વર્ધન અને સંબંધિત ગુણો એકસમાન હોવા જોઈએ.   

(4) સ્થિરતા (Stability) :

        ચોક્કસ પર્યાવરણમાં તેનો દેખાવ અને લક્ષણો અનુગામી પેઢીમાં સ્થિર રહેવા જોઈએ.

યુપીઓવીના કાર્યો :

(1) સભ્ય દેશો ધ્વારા પાક સંવર્ધકને લધુત્તમ અધિકારો પુરા પાડવા.

(2) સુરક્ષા પુરી પાડવા માટેના પ્રમાણિત માપદંડને સ્થાપિત કરવા.

(3) પાક સંવર્ધકોને પાકની નવી જાતોનો વિકાસ કરવા માટેની કામગીરી અંગે બૌદ્ધિક સંપદા પુરી પાડવી.

(4) પાકમાં વધુ ઉત્પાદન આપે, કીટકો સામે પ્રતિકારક હોય અને પર્યાવરણને અનુકુળ હોય તેવી નવીન જાતોના વિકાસને પ્રોત્સાહન આપવું.   

(5) તેના સભ્ય દેશો વચ્ચે પાકની જાતોના વિવિધતાના સંરક્ષણ માટે એક પ્રભાવશાળી પ્રણાલી સ્થાપવી.  

(6) જાતોના પ્રમાણીકરણને કારણે તેના પરીક્ષણની પ્રક્રિયા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે.

   યુપીઓવી કન્વેશન હેઠળ પાકની જાતોનો સુરક્ષા સમયગાળો

પાકો સુરક્ષાનો ગાળો સને 1978 પહેલાં 1978માં સુધારેલ
બધા અન્ય પાકો 15 વર્ષ 20 વર્ષ
વેલ, વન વૃક્ષો, ફળઝાડ અને સુશોભિત વૃક્ષો 20 વર્ષ 25 વર્ષ

રાષ્ટ્રીય વ્યવહાર ફાઈલિંગ અને પ્રાથમિકતા માટેના માનક નિયમો :   

(1) પાક સંવર્ધક યુનિયનના સભ્યને પસંદ કરી તેની પ્રથમ અરજી કરી શકે છે અને અન્ય યુનિયનના સભ્યોની રાહ જોયા વિના અરજી કરી શકે છે. યુનિયનનો દરેક સભ્ય રક્ષણ માટે સ્વતંત્ર છે.   

(2) યુનિયનના સભ્યોએ પાક સંવર્ધકના હકોનું રક્ષણ કરવું જોઈએ જે માટે સભ્યોનો રાષ્ટ્રીય વ્યવહાર જરૂરી છે.   

(3) યુનિયનના અન્ય સભ્યએ એકસમાન જાત માટે અરજી કરેલ હોય તો એક વર્ષની પ્રાથમિકતાના અધિકારને આધાર તરીકે લેવો. એટલે કે જે તારીખે અરજી કરેલ હોય તે ધ્યાને લેવી. પ્રાથમિકતાના અધિકારના અન્ય લાભોમાં પાક સંવર્ધકે ત્રણ માસમાં સંબંધિત પુરાવા મોકલી આપવાના હોય છે અને તે અગ્રતા સમયગાળાના અંત પછી બે વર્ષ સુધી અલગથી પરિક્ષણ કરી શકે છે.    

પાક સંવર્ધકને સત્તાધિકાર :

        યુપીઓવી કન્વેશન પાક સંવર્ધકને ઉત્પાદન, વર્ધનના હેતુ માટે પ્રચાર, વેચાણ, નિકાસ, આયાત અને સંગ્રહ કરવા માટેના સત્તાધિકારો પુરા પાડે છે.

ખેડૂતો, પાક સંવર્ધકો અને સંશોધકોના અધિકારો ઉપર યુપીઓવીની અસર

(1) જો ખેડૂત જે તે જાતના માલિકને તેની રોયલ્ટી આપ્યા વિના રક્ષિત જાતનો ઉપયોગ કરે તો પાક સંવર્ધક ફક્ત કાપણી બાદ નહિ પરંતુ કાપણી બાદ તેમાંથી બનતી બનાવટો ઉપર પણ પોતાના અધિકારનો દાવો કરી શકે છે.   

(2) તે ખેડૂતોને ફક્ત અસલ પાક સંવર્ધક પાસેથી જ રક્ષિત જાતની ખરીદી કરવાના અધિકારને પ્રતિબંધિત કરે છે.   

(3) પાક સંબર્ધકના અધિકાર માટેની પ્રમાણપત્રની પ્રક્રિયા મોંઘી છે જેને ગરીબ ખેડૂતો અને નાના ખેડૂતોની સહકારી મંડળીઓ પહોંચી વળે તેમ નથી.     

(4) તેની રાષ્ટ્રીય અન્ન સલામતી ઉપર અસર થશે, ખેડૂતોની સ્વનિર્ભરતામાં ઘટાડો કરશે, બિયારણની કિંમતો વધશે અને પરિણામે ગ્રાહકો માટેનો ઉત્પાદન ખર્ચ વધશે.   

(5) જૈવવૈવિધ્યતાના સહજ અધિકારોને માન્યતા આપવામાં આવી નથી. ખેડૂત સમુદાયો નવીનતા લાવવા માટે ઈન્કાર કરે છે.  

(6) વિષુવવૃત્તીય દેશોના રોકડીયા અને મુખ્ય પાકોમાં સંશોધન અંગેની પ્રાથમિકતા આપવામાં આવે છે અને પરંપરાગત જાતોના ઉપયોગ બાબતે પ્રતિબંધ મૂકવામાં આવે છે.    

(7) જનીન દૂષણની શક્યતાને લઈ નિર્દોષ ખેડૂતો સામેના મુકદ્દમામાં વધારો થાય છે.

(8) જનીનિક સ્ત્રોતોનું ખાનગીકરણ થાય છે.  

(9) ‘આવશ્યક વ્યુત્પત્તિ’ ના કાયદાની કૃષિના સંશોધન ઉપર નકારાત્મક અસર થશે અને બિયારણની બહુરાષ્ટ્રીય કંપનીઓ પાકની જાતો ઉપર નિયંત્રણ કરશે. વ્યક્તિગત પાકની જાત જનીનિક રીતે એકરૂપ હશે.    

(10) એકરૂપ જાતો ઉપર આધારિત બનતાં કાપણી સમયે ખોટ જતાં અન્ન સલામતી ઉપર ગંભીર અસર થશે ઉપરાંત જૈવવૈવિધ્યતાનું ધોવાણ થશે.    

(11) બહુરાષ્ટ્રીય કંપનીઓ જાતોની પેટન્ટ મેળવી કૃષિમાં પોતાની મોનોપોલી ઊભી કરશે અને ખેડૂતોને તેમની આજીવિકામાંથી વિસ્થાપિત કરશે.      

(12) બાયો પાયરસીને કાયદેસર બનાવે છે.   

યુપીઓવીનું ભાવિ :      

(1) દરેક પૂરાવા જાહેર લોકો માટે પ્રાપ્ય હોવા જોઈએ

(2) દરેક નિરિક્ષણ માટે યુપીઓવીની માર્ગદર્શક સમિતિ તૈયાર હોવી જોઈએ.  

(3) કાર્યમાં જોડાવામાં નિરિક્ષકોને આમંત્રિત કરવા જેથી વિવિધ હિસ્સેદારોનું પ્રતિનિધિત્વ અને રસને સંતુલિત કરી શકાય.    

        આવા માળખાગત ફેરફારો પારદર્શિતામાં વધારો કરશે અને ઘણી આંતરસરકારી સંસ્થાઓ સાથે ભાગીદારીમાં વધારો કરશે.    

        યુપીઓવી એ નવી પાકની જાતોને સુરક્ષા પુરૂ પાડતું એક આંતરરાષ્ટ્રીય અસરકારક તંત્ર છે જે ચોક્કસ સમયગાળા સુધી પાક સંવર્ધકને પોતાની સંવર્ધક સામગ્રી માટેની સુરક્ષા પુરી પાડે છે. તે બિયારણ ઉદ્યોગના વિકાસ માટે નવી જાતો વિકસાવવા માટે સંશોધકોને પ્રોત્સાહન પૂરૂ પાડે છે. 


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી – 2021    


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *