ભારતની ખેતીમાં મહિલાઓનો બહુમુખી ફાળો રહેલો છે અને તેની કૃષિ વિકાસ ઉપર ટકાઉ અસર જોવા મળે છે. શાકભાજી ઉત્પાદનની પ્રક્રિયામાં બીની વાવણી થી માંડી કાપણી પછીની પ્રક્રિયાઓ, પ્રોસેસિંગ અને બજાર ક્ષેત્રે પણ મહિલાઓ મહત્વનો ફાળો આપે છે. જેની ટુંકમાં માહિતી અત્રે દર્શાવેલ છે.
(1) બીની પસંદગી અને જાળવણી :
શાકભાજી પાકોના બીની પસંદગી અને જાળવણી કરવા માટે મહિલાઓ અગત્યનો ફાળો આપે છે. તેઓ પાકની જાત, સ્થાનિક પરિસ્થિતિ મુજબ અનુકુળતા અને રોગ સામે પ્રતિકારકતા વગેરે બાબતો ધ્યાને લઈ બીની પસંદગી કરે છે.
(2) જમીનની તૈયારી :
શાકભાજીની વાવણી માટે ખેડકાર્યો કરવા, કરબ મારવા અને જમીનને સમતલ કરવા માટેની કામગીરીમાં પુરૂષો સાથે રહીને કામગીરી કરી જમીનને વાવણી માટે તૈયાર કરે છે.
(3) વાવણી કે રોપણી :
ખેતરમાં પાકના છોડની વાવણી કે ધરૂની ફેરરોપણી મહિલાઓ કરે છે. પાકના આદર્શ વિકાસ માટે જરૂરી ઊંડાઈ અને યોગ્ય અંતર રાખી પાકની વાવણી કે રોપણી કરે છે કે જેથી નીંદામણ કરવામાં કે દવા છંટકાવમાં સરળતા રહે. આમ નીંદામણ અને દવા છંટકાવ જેવા કાર્યો મહિલાઓ કાળજીપૂર્વક કરે છે.
(4) પિયત :
પાકમાં પિયત આપવાની કામગીરી પણ મહિલાઓ કરે છે. ટપક કે ફુવારા પિયત પદ્ધતિના સ્થાપન તેમજ ઉપયોગ કરવામાં મદદ કરે છે.
(5) કાપણી :
શાકભાજી પક્વ થયે કાળજીપૂર્વક ઉતારવાની કામગીરી મહિલાઓ કરે છે. શાકભાજીને નુક્સાન કર્યા સિવાય સારી રીતે ઉતારે છે.
(6) કાપણી બાદની હેરફેર :
શાકભાજીનો ઉતાર્યા બાદ તેનું સોર્ટિંગ, સફાઈ અને પેકિંગ કરવાની કામગીરી મહિલાઓ કરે છે. તે છાલ ઉતારવી, ટુકડા કરવા, પરિરક્ષણ કરવું વગેરે જેવી પ્રોસેસિંગ પ્રક્રિયાઓ સાથે પણ સંકળાયેલી રહે છે.
(7) બજાર અને વેચાણ :
શાકભાજી ટોપલીઓમાં ભરી વેચવાની કામગીરી તેમજ બજારમાં પહોંચાડવાની કામગીરી મહિલાઓ કરે છે. સ્થાનિક બજારમાં કે ગ્રાહકને શાકભાજીને સીધી વેચવાનું કામ પણ મહિલાઓ કરે છે. તે ભાવતાલ નક્કી કરવા, દલાલી નક્કી કરવી અને વેચાણ વ્યવસ્થામાં પણ ભાગ લે છે.
(8) બીની સાચવણી :
ભવિષ્યમાં શાકભાજી પાકની વાવણી માટે જોઈતાં બીજ પસંદ કરી તેનો સંગ્રહ કરે છે જેથી આવતી ઋતુમાં તેની વાવણી થઈ શકે.
(9) સમાજમાં જ્ઞાનની આપલે :
મહિલાઓ પરંપરાગત ખેતી પદ્ધતિઓના જ્ઞાનની આપલે કરે છે. આ માટે તાલીમ અને વિસ્તરણ કાર્યક્રમોમાં ભાગ લે છે.
(10) આવક પેદા કરવી :
શાકભાજીના ઉત્પાદન ધ્વારા તેના વેચાણ થકી પોતાના કુટુંબ માટે આવક પેદા કરે છે જેના ધ્વારા અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બની આર્થિક રીતે સારૂ જીવન ગુજારે છે.
(11) જૈવવૈવિધ્યતાનું સંરક્ષણ :
મહિલાઓ પાકની સ્થાનિક જાતો અને પરંપરાગત ખેતી પદ્ધતિઓનું ઊંડુ જ્ઞાન ધરાવતી હોઈ કૃષિમાં જૈવવૈવિધ્યતાનું સંરક્ષણ કરવામાં મહત્વનો ફાળો આપે છે.
(12) ટકાઉપણું અને જમીન સંરક્ષણ :
મહિલાઓ પાસે ટકાઉ ખેતી પદ્ધતિઓની ઊંડી સમજણ હોઈ તેઓ પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા અને જૈવવૈવિધ્યતાની જાળવણી કરે છે.
(13) સમાજ સેવા :
મહિલાઓ સમાજની વિવિધ સંસ્થાઓ કે મંડળો, સ્વ સહાય જૂથો અને સહકારી મંડળીઓમાં કામગીરી કરી કૃષિ અને ગ્રામ્ય વિકાસ ધ્વારા સમાજની સેવા કરે છે.
પડકારો :
કૃષિમાં મહિલાઓ મહત્વનો ફાળો આપે છે તેની સાથોસાથ તેઓ ઘણા પડકારોનો સામનો કરે છે જેવા કે, સંસાધનોની મર્યાદિત ઉપલબ્ધિ, ખેતીલાયક જમીન ઓછી હોવી, ધિરાણનો અભાવ આધુનિક ખેતી ટેકનોલૉજીનો અભાવ વગેરે. ભારતમાં મહિલાઓને સક્ષમ બનાવવા માટે તેને પુરૂષ સમોવડી ગણી જાતિગત સમાનતા પુરી પાડવી જોઈએ જેથી કૃષિ અને ગ્રામ્ય વિકાસને ટકાઉ બનાવી ઉપરોક્ત પડકારોને પહોંચી વળાય. અન્નની સલામતી, ગરીબાઈમાં ઘટાડો અને ગ્રામ્ય સમાજની સારી ઉન્નતિ માટે કૃષિમાં મહિલાઓનો ફાળો નોંધપાત્ર અને મૂલ્યવાન છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

