ક્રમ | ગુજરાતી નામ (હિન્દી નામ) | વૈજ્ઞાનિક નામ (અંગ્રેજી નામ) | ઉપયોગ |
૧ | ઝીણકો સામો (સાંક,સથીઆ) | Panicum flavidum | તેના છોડ તમામ ઢોર ખાય છે. તેના દાણા ગરીબ લોકો દુષ્કાળના વખતે ઉપયોગમાં લે છે. સામા જેવા ગુણો ધરાવે છે. |
૨ | સામો ઘાસ (જંગલી સામક) | Panicum colonum | તેના લીલા તેમજ સૂકા છોડ તમામ ઢોર ખાય છે. ગરીબ લોકો તેના દાણા ઘરમાં સંગ્રહી રાખી દુષ્કાળ વખતે ખોરાક તરીકે અને સારા વર્ષે અગિયારસને દિવસે ફળાહારમાં રાંધીને ખાય છે. |
૩ | ભાડલી (અરઝન) | Panicum pilosum | તેના બીજ ભાડલી નામે અનાજ તરીકે વપરાય છે. |
૪ | કુરી, કુણેરું ઘાસ (કુરી, કુરિયા) | Panicum setigeum | તેના લીલા તેમજ સૂકા છોડ તમામ ઢોર ખાય છે. તેના દાણા ગરીબ લોકો દુષ્કાળ વખતે ખાય છે. |
૫ | અડબાઉ સામો (સામક,ભર્ટી) | Echinochloa crus-galli (Cockspur grass) | તેના છોડ તમામ ઢોર ખાય છે. તેના દાણા સામાની દાણાની જગ્યાએ ગરીબ લોકો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે વધુ ખાવાથી ઉદર વાયુ થાય. સામા જેવા ગુણ ધરાવે છે. |
૬ | અડબાઉ નાગલી | eleusine indica | તેનું ઘાસ ઘોડા અને ઢોરો ચરે છે. તેના દાણા સંગ્રહી ગરીબ લોકો દુષ્કાળના વખતે ખાય છે. |
૭ | વડોચામણ ચોટો,ચામણ ચોટલો (મદાના, મકરા, મકરી) | Eleusine aegyptiaca/ Dactyloctenium aegyptium | તેનું ઘાસ ખાવાથી ગાયો-ભેંસો પુષ્ટ થાય છે. તેના દાણા ગરીબ લોકો દુષ્કાળ વખતે ખાય છે. |
૮ | ભાડલી | Paspalum distichum | તેના છોડ કોદરા કરતાં લાંબા થાય છે અને પાણીવાળી જમીનમાં ઉગે છે. તે કોદરા જેવી ઝેરી અસર કરનાર છે. તેના છોડ સૂકવી ખેડૂતો ઢોરને ચારા તરીકે ખવડાવે છે. તે જરા ગરમ છે. કફને ટાળે છે, પેશાબ તથા ઝાડાને કબજ કરે છે. |
૯ | કુટુ અનાજ | Pteropyrum sp. (Buck wheat) | તેના ફળનાં ફોતરાં કાઢી, કુટી ભાતની પેઠે રાંધી કે લોટની રબડી કે રોટલી બનાવી ખવાય છે તેમાં આલ્બ્યુમેન છે. આ અનાજ મનુષ્ય તેમજ પશુઅો માટે ખોરાક તરીકે વપરાય છે. ભારતમાં ખાંડ, ઘી નાખી તેનો હલવો બનાવી ખવાય છે. અમેરિકા, ચીન, જાપાન અને યુરોપમાં તેના લોટની રોટલી, કેક, બિસ્કીટ બનાવાય છે. તે પૌષ્ટિક, સહેલાઇથી પચે તેવું ને માંદાને પણ પથ્ય છે. તે ઘઉં કરતાં ઉતરતું છે પણ ચોખા કરતાં સત્વમાં ચઢિયાતું છે. તેમાં ઘઉં કરતાં સ્ટાર્ચ ઓછો છે પણ ચિકાશ ને લવણ વધારે છે તેથી ડાયબીટીસમાં તે પથ્ય છે. કેટલાક તેને રાજગરો કહે છે. યુરોપમાં તેને બ્રન્ક (Brunk) કહે છે. યુરોપમાં ઘોડા, પક્ષીઓ અને ડુક્કરોના ખોરાક માટે ખૂબ વાવેતર થાય છે. |
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in