ગ્રીન માર્કેટિંગ એ વાતાવરણને ફાયદો થાય તે રીતે પ્રોડક્ટસના વેચાણ માટેની પ્રક્રિયા છે. આવી પ્રોડક્ટ પોતે અથવા તો તેનું ઉત્પાદન અને/અથવા પેકિંગ એવી રીતે કરવામાં આવે છે કે જે પર્યાવરણ મિત્ર હોય. આ એક એવા પ્રકારનું માર્કેટિંગ છે કે જે ઓછામાં ઓછી નકારાત્મક અસરો કરી ભૌતિક પર્યાવરણને સલામત રાખે છે અથવા તો પર્યાવરણની ગુણવત્તામાં સુધારો કરે છે. ગ્રીન માર્કેટિંગમાં અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જેમ કે પ્રોડક્ટસ, ઉત્પાદન પ્રક્રિયા, પેકેજિંગ તેમજ જાહેર ખબરમાં ફેરફાર વગેરે.
જે તે સંસ્થા કે કંપની ધ્વારા વપરાશકારો એટલે કે ગ્રાહકો અને સમાજને સંતોષ મળે તે રીતે પર્યાવરણને ધ્યાને લઇ સારી જાતની પ્રોડક્ટસ કે સેવા આપવાની પ્રવૃત્તિઓનો સમાવેશ ગ્રીન માર્કેટિંગમાં થાય છે. ગ્રીન માર્કેટિંગ એટલે ફક્ત ગ્રીન પ્રોડક્ટસ કે સેવાઓ આપવી એટલું જ નહિ પરંતુ તમામ માર્કેટિંગ પ્રવૃત્તિઓ ધ્વારા વપરાશકારોમાં પર્યાવરણ મિત્ર તરીકેનું વલણ તથા વર્તણૂંક પેદા થાય તેવા પ્રયાસો કરવા કે જેથી પર્યાવરણ ઉપર ઓછામાં ઓછી અસર થવા પામે.
ગ્રીન પ્રોડક્ટસના લક્ષણો :
(૧) પ્રોડક્ટસ પુનઃ ઉપયોેગમાં લઇ શકાય, ફરીથી વાપરી શકાય અને સજીવો ધ્વારા વિઘટન થાય તેવી હોવી જોઇએ.
(૨) પ્રોડક્ટસ કુદરતી પદાર્થોમાંથી બનેલી હોવી જોઇએ.
(૩) પ્રોડક્ટસ પુનઃપ્રક્રિયા કરી શકાય તેવા પદાર્થો, બિન ઝેરી રસાયણો યુક્ત હોવી જોઇએ.
(૪) પ્રોડક્ટસ મંજૂર થયેલ માન્ય રસાયણો ધરાવતી હોવી જોઇએ.
(૫) પ્રોડક્ટસ પર્યાવરણને પ્રદૂષિત કરતી કે નુકસાન કરતી ન હોવી જોઇએ.
(૬) પ્રોડક્ટસ પર્યાવરણ મિત્ર પેકેજિંગમાં હોવી જોઇએ એટલે કે પેકેજિંગ મટીરિયલ કે કન્ટેનર ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવું હોવું જોઇએ.
ગ્રીન માર્કેટિંગના તબક્કાઓ :
(૧) પરિસ્થિતિ વિષયક
(૨) પર્યાવરણીય
(૩) ટકાઉ
ગ્રીન માર્કેટિંગની ઉભરતી જરૂરિયાતઃ
(૧) તકઃ
ભારતમાં અંદાજે ૨૫ ટકા ગ્રાહકો પર્યાવરણીય મિત્ર પ્રોડક્ટસને પસંદ કરે છે. દરેક પ્રકારના વ્યક્તિગત કે ઔદ્યોગિક ગ્રાહકોને કુદરતી પર્યાવરણ અંગે જાગૃત કરવા જોઇએ.
(૨) સામાજીક જવાબદારી :
આ માટે પેઢી કે સંસ્થાઓની બે પ્રકારની જવાબદારી છેઃ
(૧) તેઓ એક માર્કેટિંગ ટુલ (સાધન) તરીકે પર્યાવરણ માટે જવાબદાર છે તે એક હકીકત છે.
(૨) આ હકીકતને પ્રોત્સાહન આપવા માટે તેઓ જવાબદાર છે.
(૩) સરકારી દબાણ :
(૧) નુકસાનકારક માલ અથવા આડપેદાશોના ઉત્પાદનમાં ઘટાડો કરવો.
(૨) ગ્રાહકો અને ઉદ્યોગોના ઉપયોગમાં લેવાતા માલમાં અને અથવા નુકસાનકારક માલના વપરાશમાં ફેરફાર કરવો.
(૩) દરેક પ્રકારના ગ્રાહકોમાં માલની પર્યાવરણીય રીતેે ચકાસણી કરવાની ક્ષમતા વિકસાવવી.
(૪) સ્પર્ધાત્મક દબાણ :
પર્યાવરણીય માર્કેટિંગ વિસ્તારમાં મુખ્ય બળ જે તે પેઢીની સ્પર્ધાત્મક દબાણ જાળવવાની ઇચ્છા છે. ઘણા કેસોમાં પેઢીઓ સ્પર્ધાત્મક દબાણને લઇ પર્યાવરણ તરફી વર્તણૂંકને પ્રોત્સાહન આપે છે. તેના લીધે પેઢી પર્યાવરણને અનુલક્ષી પોતાના ઉદ્યોગમાં ફેરફાર કરે છે.
(૫) ખર્ચમાં ઘટાડો :
બગાડમાં ઘટાડો કરવાથી ખર્ચમાં બચત થવા પામે છે. કેટલીકવાર ઘણી પેઢીઓ પોતાના ધ્વારા ઉત્પાદિત થતા બગાડને બીજી કંપનીઓના કાચા માલ તરીકે ઉપયોગ કરવા માટે આપી ખર્ચનું અસરકારક રીતે નિયંત્રણ કરે છે.
ગ્રીન માર્કેટિંગના ફાયદાઓઃ
(૧) તે લાંબા ગાળાની વૃદ્ધિ સાથે નફાકારકતાની ખાત્રી આપે છે.
(૨) શરૂઆતમાં ખર્ચ વધુ આવે છે પરંતુ લાંબે ગાળે નાણાંની બચત થાય છે.
(૩) કંપનીને તેની પ્રોડક્ટસના માર્કેટમાં અને સેવાઓ આપવામાં પર્યાવરણના પાસાઓને ધ્યાને લેવામાં મદદ કરે છે.
(૪) નવા માર્કેટ શોધવામાં અને સ્પર્ધાત્મક ફાયદાઓ મેળવવામાં મદદ કરે છે.
(૫) મોટા ભાગના કર્મચારીઓ પર્યાવરણીય રીતે જવાબદારી સંભાળતી કંપનીમાં પોતે કાર્ય કરે છે તે બદલ ગૌરવ અનુભવે છે.
ગ્રીન માર્કેટિંગના પડકારો :
(૧) પ્રમાણીકરણની જરૂરિયાત
(૨) નવો વિચાર
(૩) ધીરજ અને ખંત
(૪) ગ્રીન અંગે નજીકની દષ્ટિનો દોષ
ગ્રીન માર્કેટિંગના અવરોધો :
(૧) અજ્ઞાનતા
(૨) અવિશ્વાસ
(૩) નકારાત્મક ધારણા
(૪) ઊંચી કિંમત
ગ્રીન માર્કેટિંગ અને ગ્રાહકનો સંતોષઃ
મોટા ભાગના ગ્રાહકોની ખર્ચ કરવાની રીત બતાવે છે કે તેઓ ગો ગ્રીન (ર્ખ્ત ય્િીીહ) બ્રાન્ડને ખરીદવા ઇચ્છે છે. ગ્રાહકો ફક્ત આવી પ્રોડક્ટસ ખરીદવા માટે વધુ નાણાં ચૂકવવા તૈયાર છે. ગ્રાહકોને કંપનીઓ ધ્વારા પર્યાવરણ મિત્ર ઉત્પાદન પેદા કરી તેને ખરીદવા માટે પ્રેરિત કરવા જોઇએ.
ગ્રીન માર્કેટિંગના સુવર્ણ નિયમો :
(૧) તમામ ગ્રાહકને જાણો.
(૨) પારદર્શક બનો .
(૩) તમામ ભાવને ધ્યાનમાં લો.
(૪) ખરીદનારને ખાતરી આપો.
(૫) તમામ ગ્રાહકોને શિક્ષણ આપો.
(૬) સારા અને પ્રમાણિક બનો.
(૭) પ્રોડક્ટસને લોકો સુધી પહોંચાડો.
(૮) ભાગીદાર થવાની તક આપો.
ગ્રીન માર્કેટિંગને કઇ રીતે વધારી શકાય ?
(૧) સરકારે ગ્રીન પ્રોડક્ટસ બનાવતી કંપનીઓને પ્રોત્સાહન પૂરૂ પાડી ટેકો આપવા માટે નાણાકીય સહાય પુરી પાડવી જોઇએ
(૨) ગ્રીન પ્રોડક્ટસના ઉત્પાદન માટે કંપનીઓને સહેલાઇથી લોન મળે તે માટેની સહાય પુરી પાડવી જોઇએ
(૩) ગ્રીન માર્કેટિંગ ખર્ચાળ હોઇ લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને ગ્રીન પ્રોડક્ટસ તૈયાર કરવા માટે ટેક્ષ હોલીડે અથવા ટેક્ષમાં પ્રોત્સાહન આપવું જોઇએ.
(૪) ગ્રીન માર્કેટિંગમાં સફળતાપૂર્વક કામગીરી કરેલ હોય તેવી કંપનીઓને સરાકારે એવોર્ડ અથવા માન્યતા આપવી જોઇએ કે જેથી બીજી કંપનીઓ તેવું કરવા માટે પ્રેરાય.
(૫) ગ્રીન પ્રોડકટનોે ઉપયોગ વધારવા માટે વિશાળ પાયા ઉપર વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી સામાજીક જાહેરાતો ધ્વારા પર્યાવરણ મિત્ર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું જોઇએ.
ભારતને ગ્રીન બનાવવા માટે કાર્યરત કેટલીક કંપનીઓ :
(૧) ટાટા મેટાલિક્સ લિ.(TML)
આ ભારતની ટોચની ગ્રીન કંપની છે. તેના શો રૂમ પર્યાવરણ મિત્રની રીતે બનાવેલ છે જેના બાંધકામમાં કુદરતી મટીરિયલ વાપરેલ છે અને કુદરતી ઊર્જાથી લાઇટની વ્યવસ્થા કરેલ છે. આ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કામાં છે.
(૨) તામિલનાડુ ન્યુઝપ્રિન્ટ એન્ડ પેપર્સ લિ. (TNPL) :
સને ૨૦૦૯-૧૦ ના ગ્રીન બિઝનેસ સર્વે મુજબ તે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કંપની છે જેણે પલ્પ અને પેપર ક્ષેત્રે ગ્રીન બિઝનેસ લીડરશિપ એવોર્ડ મેળવેલ છે. આ ભારતની ટોચની ગ્રીન કંપની છે કે જેણે બે ક્લીન ડેવલેમેન્ટ મીકેનિઝમ પ્રોજેક્ટસ અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ શરૂ કરેલ છે જે ી૧૭.૪૦ કરોડની આવક પેદા કરી ૨,૩૦,૩૨૩ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરેલ છે.
(૩) એચસીએલ ટેકનોલોજી (HCL Technology) :
ભારતમાં ગો ગ્રીન ની શરૂઆત કરવામાં ભારતની આ મોટી આઇટી કંપની એક આઇકોન છે કે જે ઇલેકટ્રોનિકસ ઉદ્યોગમાં પેદા થતા ઝેર અને ઇ-વેસ્ટનો નિકાલ કરવાનું કામ ‘ગો ગ્રીન’ ના પગલાં ધ્વારા કરે છે. તેણે પોતાની પ્રોડક્ટસમાં વપરાતા નુકસાનકારક પદાર્થો (વિનાઇલ પ્લાસ્ટિક અને બ્રોમિનેટેડ ફલેમ રીટાર્ડન્ટસ) ઉપર પ્રતિબંધ મૂકેલ છે.
(૪) ઇન્ડસઇન્ડ બેન્ક (Indusind bank) :
ભારતના બેંન્કિગ ક્ષેત્રમાં સૌૈ પ્રથમ સૂર્ય ઊર્જા સંચાલિત એટીએમ શરૂ કરી ઇકો-સેવિંગ ફેરફાર ધ્વારા ભારતમાં ગો ગ્રીન ની શરૂઆત કરવામાં તે ટોચે છે. હવામાન પરિવર્તનના પડકારોને પહોંચી વળવા માટે બેંક આયોજન કરી રહી છે.
સારાંશ : વર્તમાન સમયે પર્યાવરણીય પ્રદૂષણનો માનવજાત અને અન્ય સજીવો સામનો કરી રહ્યા છે જે એક ગંભીર પડકાર છે. આ જોતાં ભારતમાં ગ્રીન માર્કેટિંગ શરૂ કરવાનો આ એક સાચો સમય છે. સ્વૈચ્છિક સંસ્થાઓને સાંકળીને સરકારે આ બાબતે ગ્રાહકોની જાગૃતિમાં વધારો કરવો જોઇએ. ગ્રીન માર્કેટિંગ ધ્વારા ભારતના વેપારમાં મોટો ફેરફાર થશે અને વિશ્વને પ્રદૂષણથી બચાવશે. મોટા ઉદ્યોગ ગૃહોએ પણ નોન-ગ્રીનની સરખામણીએ ગ્રીન માર્કેટિંગમાં થતા ફાયદાઓ અંગે જાગૃતિ અંગેના પ્રયાસો હાથ ધરવા જોઇએ.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ-૨૦૨૨
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in