કૃષિના વિકાસ માટે વિવિધ ફાર્મર્સ ઉપયોગી પોર્ટલ: વેબસાઇટ (Farmers’ portal for agriculture development)

        ભારતના આર્થિક વિકાસમાં ખેતીનો ફાળો વિશેષ રહેલો છે. વિવિધ સંશોધનોના અભ્યાસ ધ્વારા જાણવા મળેલ છે કે આપણા દેશના વિકાસમાં ખેડૂતોનો ફાળો મહત્ત્વનો છે પરંતુ જ્ઞાનનો અભાવ અને માહિતીની ઉણપને કારણે ખેડૂતો કેટલાક પશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.આ બાબત ધ્યાને લઇ સરકારે કૃષિ લથી વેબસાઇટો ધ્વારા વિવિધ બાબતોની માહિતી આપવાની શરૂ કરેલ છે જેની વિગત અત્રે દર્શાવેલ છે.

ભારત સરકારના કૃષિ અને સહકાર વિભાગ ધ્વારા સંચાલિત ફાર્મર્સ પોર્ટલએગ્રિકલ્ચરAgriculture :

        ભારત સરકારના કૃષિ અને સહકાર વિભાગ ધ્વારા ખેડૂત સમાજ માટે ફાર્મર્સ પોર્ટલ નામનું ઓનલાઇન પ્લેટફોર્મ એટલે કે વેબસાઇટ શરૂ કરવામાં આવેલ છે જે ખેડૂતોને વીમો,કૃષિ સંગ્રહ,પાકો,વિસ્તરણ પ્રવૃત્તિઓ, બિયારણ,જંતુનાશકો,બજારભાવ,ખેતી પદ્ધતિઓ, કાર્યક્રમો,કલ્યાણ યોજનાઓ વગેરેની માહિતી પુરી પાડે છે.આ ઉપરાંત તે વિવિધ ખાતરોની ટુંકી માહિતી,બજારભાવ,ખાતર આપવાની પદ્ધતિ,કલ્યાણ યોજનાઓ વગેરેની માહિતી પણ આપે છે.આ સિવાય તે કૃષિ,હવામાન,વિજ્ઞાન અને તાંત્રિકતા,કળા અને   સંસ્કૃતિ,માહિતી અને પ્રસારણ,સામાજીક વિકાસ,આરોગ્ય અને કુટુંબ કલ્યાણ,મજૂર અને રોજગાર,ગ્રામ્ય વિકાસ વગેરેની માહિતી પણ આવરી લે છે.

એમકિસાન પોર્ટલmKisan portal :

        એમ કિસાન પોર્ટલની શરૂઆત ૧૬ જુલાઇ ૨૦૧૩ ના રોજ થયેલ.એમકિસાનનું ખેડૂતો માટે અન્ય એસએમએસ ઓનલાઇન પોર્ટલ પણ છે.આ પોર્ટલ કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંસ્થાઓને કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રોની માહિતી/સેવા/સલાહ એસએમએસ  મારફતે  સ્થાનિક ભાષામાં પુરી પાડે છે.ભારત સરકારના નેશનલ ઇ-ગર્વનન્સ પ્લાન  એગ્રિકલ્ચર(NeGP-A) હેઠળ ઇન્ટરનેટ,ટચ સ્ક્રીન કિયોસ્ક,એગ્રિ-કિલનિક,ખાનગી કિયોસ્ક,માસ મીડિયા,કોમન સર્વિસ સેન્ટર,કિસાન કોલ સેન્ટર(KCC)વગેરે અન્ય સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે. આ પોર્ટલ મારફતે ૩૨૭ કરોડ સંદેશાઓ (SMSs)ખેડૂતો સુધી પહોંચાડવામાં આવેલ છે.આ ઓનલાઇન પોર્ટલ મૂલ્ય વર્ધિત સેવાઓ જેવી કે અનસ્ટ્રકચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા(USSD),ઇન્ટરએકટીવ વોઇસ રીસપોન્સ સીસ્ટમ(IVRS)અને  પુલ એસએમએસ વગેરે પુરી પાડે છે.અભણ ખેડૂતો માટે વોઇસ મેસજીસ વધુ ઉપયોગી છે.

વન સ્ટોપ શોપ ફોર ફાર્મર્સOne stop shop for farmers :

        આ પોર્ટલ ખેતી સંલગ્ન માહિતી અને સેવાઓ પુરી પાડે છે.આ વન સ્ટોપ શોપના વિચાર ઉપર ચાલે છે.આ પોર્ટલ મારફતે ખેડૂતો વિવિધ બાબતોની માહિતી મેળવી શકે છે.   

એગ્રોપેડિયાAgropedia :

        આ પણ એક ઓેનલાઇન સર્વિસ છે જે ખેડૂતોની છેલ્લામાં છેલ્લી માહિતી પુરી પાડે છે.અન્ય વેબસાઇટો યુએએસઆર એગ્રોપેડિયા (uasr agropedia.in)અને આઇઆઇટીએકે એગ્રોપેડિયા(iitak.agropedia.in) પણ ખેડૂતોને માહિતી આપે છે.આ વેબસાઇટો કૃષિ વિચાર,એગ્રાવિકી,એગ્રોફોરમ,નોલેજ મોડેલ,લાયબ્રેરી,એગ્રાબ્લોગ વગેરે વિવિધ વિભાગો મારફતે માહિતી આપે છે.

ઇન્ડિયા એગ્રિ સ્ટેટindia agri stat :

        આ ભારતની કૃષિની આંકડાકીય માહિતીના સંપૂર્ણ સ્ત્રોત ધરાવતી વેબસાઇટ છે જેને નિયમિત પણે અપડેટ કરવામાં આવે છે.આ માહિતીમાં કૃષિ,કૃષિ નિકાસ,આયાત,બાગાયત,મત્સ્ય,કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.આ આંકડાકીય માહિતીનો ઉપયોગ ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા(ICAR)અને કૃષિ સંશોધન કેન્દ્રો કરે છે.વધુમાં આ વેબસાઇટ સામાજીક-આર્થિક સમાચારો,સામાજીક-આર્થિક વીડિયો,પ્રકાશનો,બનાવો અને જાહેરાતો વગેરે ધ્વારા પણ ખેડૂતોને માહિતી પુરી પાડે છે.તેથી ખેડૂતો માટે આ એક ઉપયોગી વેબસાઇટ છે.

ઇન્ડિયન એગ્રિકલ્ચર પ્રોફેશનલ્સ Indian agriculture professionals-IAPwww.isap india.org :

        આ વેબસાઇટ ઇન્ડિયન સોસાયટી ઓફ એગ્રિબિઝનેસ પ્રોફેશનલ્સ ધ્વારા શરૂ કરવામાં આવી છે જે ખેડૂતો અને સમાજને મદદરૂપ થાય છે.તે કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોેની માહિતી માટેનું નેટવર્ક પૂરૂ પાડે છે.

ફ્રૂડ કોર્પોરેશન ઓેફ ઇન્ડિયાFood Corporaton of India-FCIwww.fciweb.nic.in :

        આ વેબસાઇટ ભારતીય ખાદ્ય નિગમ(ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) ધ્વારા શરૂ કરવામાં આવેલ છે.આ વેબસાઇટ અનાજની પ્રાપ્તિ,સંગ્રહ,વહન,નાણા,વેચાણ,જથ્થો,ગુણવત્તા નિયંત્રણ વગેરે અંગેની માહિતી પુરી પાડે છે.આ વેબસાઇટમાં રોજગાર,રિપોર્ટ અને પ્રકાશનો,પ્રેસ રીલીજ(સમાચારો), માહિતી અધિકાર અધિનિયમ(RTI), જીએસટી(GST)વગેરે વિવિધ વિભાગો હેઠળ માહિતી આપવામાં આવે છે.આ વેબસાઇટ અન્નની સલામતી,ભાવની સ્થિરતા અને અનાજની વહેંચણી વગેરેની માહિતી ખેડૂતોના લાભાર્થે આપે છે.

કૃષિ સહકાર અને કુટુંબ કલ્યાણ વિભાગની વેબસાઇટhttp://agricoop.nic.in. :

        આ વેબસાઇટ કૃષિ રોજગાર,તકો,ઔદ્યોગિક ક્ષેત્રો અને માળખાકીય સુવિધાઓની માહિતી પુરી પાડે છે.આ ઉપરાંત તે પાક સંરક્ષણ માહિતી નેટવર્ક,વિવિધ સરકારી યોજનાઓ, ડીજીટલ કૃષિ, જમીન સ્વાસ્થ્ય સૂચિ(સોઇલ હેલ્થ કાર્ડ-SHC),ઇલેકટ્રોનિક માર્કેટ પ્લેટફોર્મ,ઇ-નામ(e-nam), પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFVY)વગેરેની માહિતી પુુરી પાડે છે.કોવિડના સમય દરમ્યાન ભારતમાં કૃષિ અંગેની સુધારણા બાબતના વિવિધ વેબિનાર પણ યોજવામાં આવેલ હતા.

અપેડા ડોટ કોમapeda.com :

        એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એક્ષપોર્ટ ડેવલપમેન્ટ એન્જસી(અપેડા APEDA)ધ્વારા સંચાલિત આ વેબસાઇટ બાગાયત,ફૂલછોડ,શાકભાજી,પ્રોસેસ્ડ ફૂડઝ,ડેરી પ્રોડકટસ વગેરેની નિકાસ અને તેને પ્રોત્સાહન આપવા માટેની માહિતી પુરી પાડે છે.તે ઘઉં,ચોખા અને મોરસની નિકાસની માહિતી પણ આપે છે.તે નિકાસને લગતી માહિતી ઉપરાંત તે અંગેના મેળા,પ્રદર્શનો તેમજ તેના વિવિધ કેન્દ્રોની માહિતી આપે છે.

ભારત સરકારનો ફર્ટિલાઇઝર વિભાગhttp:// fert.nic.in :

        આ વેબસાઇટ ખાતરો સંબંધિત માહિતી પુરી પાડે છે.તે વિવિધ પ્રકારના ફર્ટિલાઇઝર પ્રોજેક્ટોની માહિતી પ્રદર્શિત કરે છે જેવી કે હિન્દુસ્તાન ઉર્વક એન્ડ રસાયણ લિ.(HURL),રામાગુન્દમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ.(RECL), તાલ્ચેર ફર્ટિલાઇઝર્સ લિ.(TFL) વગેરે.

ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયhttp://mofpi.nic.in :

        આ વેબસાઇટ સરકારી યોજનાઓ,આત્મનિર્ભર ભારત, ઓપરેશન ગ્રીન સ્કીમ,મેનેજમેન્ટ સીસ્ટમ,ઇન્વેસ્ટર ફેસિલિટેશન વગેરે વિવિધ બાબતોની માહિતી પુરી પાડે છે.આવી યોજનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો અને આધુનિક તાંત્રિકતાના લાભો વગેરેની માહિતી પણ પુરી પાડે છે.

કિસાન સેવા યોજના Kisan seva yojana www.upagriculture.com :

        આ ઉત્તરપ્રદેશ સરકારની વેબસાઇટ છે.આ વેબસાઇટ ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ,ઓનલાઇન સીડ મોનિટરીંગ વગેરે માહિતી પુરી પાડે છે.ખેડૂતો માટે આ માહિતી અપડેટ કરવામાં આવે છે.

        આમ  ખેડૂતો ઉપરોક્ત પોર્ટલ/વેબસાઇટનો ઉપયોગ કરી સહેલાઇથી ખેતી અને સંલગ્ન ક્ષેત્રોની માહિતી મેળવી તેનો ખેતીમાં ઉપયોગ કરી ફાયદો  મેળવી શકે છે.


સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડિસે.૨૦૨૧


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *