કૃષિમાં નવી પહેલ ધ્વારા ખેડૂતોની આવક વધારો (Enhance the income of farmers through the new initiatives in agriculture)

             કૃષિ એ મોટા ભાગની ગ્રામ્ય વસ્તીનો આધાર છે.તેના ધ્વારા દેશની અન્નની સલામતી જળવાય છે જે નાના અને સીમાંત ખેડૂતો ધ્વારા કરવામાં આવતી ખેતીને આભારી છે.ભારત સરકાર તેના અંદાજપત્રંમાં નાણાકીય જોગવાઇ કરી રાજ્ય સરકારોને નવીન કૃષિ વિષયક નીતિઓનો અમલ કરવા માટેનો ટેકો પુરો પાડે છે.

               ભારતમાં કૃષિ વિકાસ સાથે સંકળાયેલ વર્ગ એટલે કે નાના  અને સીમાંત ખેડૂતોને સત્વરે ટેકો પુરો પાડવો એવું કેટલાક અવલોકનો ઉપરથી માલૂમ પડેલ છે.સને ૨૦૧૯-૨૦ ના કેન્દ્રિય અંદાજપત્રમાં ખેડૂત કલ્યાણ અને કૃષિ અંગે સારૂ ભંડોળ પૂરૂ પાડતાં નાણાકીય રીતે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળેલ.આથી સરકારે સને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ સાથે ચાલુ યોજનાઓ અને નવીન યોજનાઓનો અમલ કરી ખેડૂત સમાજનો સામાજીક-આર્થિક મોભો વધે તે માટેના પગલાં લેવાનું નક્કી કરેલ.અંદાજપત્રની રજૂઆત સમયે નાણાંમત્રીશ્રીએ જણાવેલ કે ‘અંદાજપત્ર’ ગામ,ગરીબ અથવા કિસાન’ ને કેન્દ્ર સ્થાને રાખી તૈયાર કરવામાં આવેલ છે.આ બાબત કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ ખેડૂતો માટે વધુ પોત્સાહક છે.કેન્દ્ર સરકાર ખેડૂતોને યોજનામાં ભાગ લેવા જણાવે છે. સરકારે ૧૪.૫ કરોડ ખેડૂતોને વાર્ષિક રૂપિયા.૬૦૦૦ ની મદદ પીએમ કિસાન (PM-KISHAN) યોજના હેઠળ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા પાંચ વર્ષ દમ્યાન ખેડૂતોને જરૂરી ધિરાણ પૂરૂ પાડવામાં આવેલ  છે અને ૧૧.૬૮ લાખ કરોડનું પાક ધિરાણ આપવામાં આવેલ છેે.કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે મત્સ્ય અને પશુપાલન કરતા ખેડૂતોને ૨ ટકા વ્યાજ દરે લોન પુરી પાડવાની જાહેરાત કરી છે.જે વ્યકિતઓે સમયસર લોન ભરપાઇ કરી દે તેઓને વધારાની લોન ત્રણ ટકાના દરે મળશે તેવી જાહેરાત કરી છે.

પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY)

        મત્સ્ય વ્યવસ્થા માટેનું માળખુ વિકસાવવાની યોજના છે જેમાં વેલ્યૂ ચેઇનની સાથે આંતરમાળખાકીય સુવિધા, આધુનિકરણ, શોધ માટેની ક્ષમતા,ઉત્પાદન,ઉત્પાદકતા,કાપણી બાદની વ્યવસ્થા અને ગુણવત્તા નિયંત્રણનો સમાવેશ થાય છે.ડેરી અને મત્સ્ય ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે તેના સંસાધનો તરફ વધુ ભાર મૂકવાની જરૂર છે.હવામાનની પ્રતિકુળ પરિસ્થિતિની પશુઓ ઉપર વિપરિત અસર થવા સંભવ હોઇ માનવજીવન માટેના વીમાની માફક પશુઓ માટેના વીમા શરૂ કરવા જોઇએ.

કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન :

        આ યોજના ખેડૂતો(અન્નદાતા) પણ ઊર્જાદાતા બની શકે તે હેતુથી શરૂ કરવામાં આવી છે.આ યોજના હેઠળ કૃષિમાં પિયત માટે સૂર્યઊર્જા સંચાલિત પંપ(સોલર પંપ)અને પડતર કે ખેતીલાયક જમીન(જેની માલિકી વ્યકિતગત, સહકારી કે પંચાયતની હોય)ઉપર સોલર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે છે.આ યોજના ધ્વારા ખેડૂતો પેદા થયેલ વીજળી વેચી પોતાની આવકમાં વધારો કરી શકે છે.તદઉપરાંત તે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે અને સ્થાનિક સ્તરે સારી રોજગારીની તકો પેદા કરે છે.

પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના (PMKSY) :

        આ યોજના સને ૨૦૧૬ માં સ્થપાયેલ જેના ધ્વારા મોટા અને મધ્યમ કક્ષાના ઇરિગેશન પ્રોજેકટસના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે તેમજ સૂક્ષ્મ પિયત,જળસ્ત્રાવ વિકાસ અને પરંગપરાગત રીતે જળ એકત્રિકરણ વગેરે કાર્યોને પ્રોત્સાહન મળ્યું છે.દેશનો અંદાજે ૫૦ ટકા ખેતીલાયક વિસ્તાર બિનપિયત એટલે કે સૂકી ખેતી હેઠળ આવેલો છે જેને પાણી પૂરૂ પાડવાની જરૂરીયાત છે.કૃષિ ક્ષેત્ર પ્રાપ્ય જળ સંસાધનોના ૬૦ ટકાનો વપરાશ કરે છે.ખેતીલાયક જમીનનો અંદાજે ૪૭ ટકા વિસ્તાર પિયત હેઠળ છે જેમાં પ્રધાન મંત્રી સિંચાઇ યોજનાના પ્રયાસો ધ્વારા વધુ વિસ્તાર પિયત હેઠળ આવરી લેવામાં આવશે.સને ૨૦૧૭ માં આ યોજના હેઠળ ૧૪૮૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલ જેનો હેતુ ૩૯ લાખ હેકટર જમીનને પિયત હેઠળ લાવવાનો હતો.આ યોજનાના લક્ષ હેઠળ ૧૧ લાખને બદલે ૬ લાખ હેકટર જમીન  સૂક્ષ્મ પિયત હેઠળ આવરી લેવાયેલ છે.આ યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે ફાયદાકારક છે કે જ્યાં પિયત માટેનું પાણી ઉપલબ્ધ છે.

ભારતમાં કૃષિ તાંત્રિકતાઓનો પ્રસાર કરવા માટેના સરકારી કાર્યક્રમો :

           આઇસીએઆર ધ્વારા શિક્ષણ,સંશોધન અને વિસ્તરણ વચ્ચે સંકલન સાધવા માટેની કામગીરી અર્થે સને ૧૯૭૧ માં વિસ્તરણ શિક્ષણના કાર્યમથકની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ તેનું કૃષિ વિસ્તરણ વિભાગ નામાભિધાન કરવામાં આવ્યું.તેના ધ્વારા તાંત્રિકતાનો પ્રસાર કરવા માટે નીચે દર્શાવેલ ચાર પ્રોજેકટસ શરૂ કરવામાં આવ્યા હતા.

()ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ પ્રોજેકટસ ઓન નેશનલ ડેમોન્સ્ટ્રેશન્સ (AICPND):

           સને ૧૯૬૪ માં મુખ્ય ધાન્ય પાકો માટેના રાષ્ટ્રીય નિદર્શનો ગોઠવવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ જે નેશનલ ડેમોન્સ્ટ્રેશન્સ (ND)નામે ઓળખાય છે.દેશ કક્ષાએ એકસરખી ડિઝાઇન અને માળખુ ધરાવતો આ કાર્યક્રમ હતો કે જેમાં ખેડૂતોના ખેતરો ઉપર વૈજ્ઞાનિકોએ નિદર્શનો ગોઠવ્યા હતા.

()ઓપરેશનલ રિસર્ચ પ્રોજેકટસ (ORP) :

          સને ૧૯૭૪-૭૫ માં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ જેનો મુખ્ય હેતુ સાબિત થયેલ તાંત્રિકતાનો પ્રસાર કરવાનો હતો જેમાં જળસ્ત્રાવ વિસ્તારના આખા ગામો કે ગામના સમૂહને આવરી લેવામાં આવેલ.આ કાર્યક્રમમાં તાંત્રિક, િંવસ્તરણ અથવા વહીવટી મુશ્કેલીઓ અંગેનો પણ અભ્યાસ હાથ ધરવામાં આવેલ કે જેથી સુધારેલી તાંત્રિકતાનો ઝડપી પ્રસાર કરવામાં પડતી મુશ્કેલીઓ જાણી શકાય.

()કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)  :

             કૃષિ વિજ્ઞાન કેન્દ્રની રચના રસ ધરાવતા અને કુશળતા લક્ષી ધંધાકીય તાલીમ માગતા ખેડૂતોને,કૃષિ ક્ષેત્રે વિસ્તરણ કાર્ય કરતા વિસ્તરણ કાર્યકરોને અને સ્વરોજગારી ઇચ્છતા લોકાને તાલીમ આપવા માટે કરવામાં આવી છે.કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ધ્વારા અગ્રિમ હરોળના નિદર્શનો પણ ગોઠવવામાં આવે છે.ખેતી અંગેનું સાહિત્ય પણ પ્રકાશિત કરવામાં આવે છે.ખેડૂતદિન,ચર્ચાસભા,કૃષિમેળા વગેરે અનેકવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે.

()લેબ ટુ લેન્ડ પ્રોજેકટ (LLP) :

         સને ૧૯૭૯ માં આઇસીએઆરની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીના ભાગ રૂપે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કૃષિ યુનિવર્સિટીઓ તથા સંશોધન સંસ્થાઓ ધ્વારા સુધારેલી તાંત્રિકતાનો વિકાસ કરવાનો અને નાના તથા સીમાંત ખેડૂતો અને જમીનવિહોણા મજૂરોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો હતો.

પ્રયોગશાળા થી બજાર(લેબ ટુ માર્કેટ :

         અગિયારમી પંચવર્ષિય યોજનામાં ધી નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સીલ એ સરેરાશ વૃદ્ધિ દર ૧૦ ટકા રહેશે તેવું જણાવેલ પરંતુ હકીકતે આર્થિક રીતે અન્ય ક્ષેત્રો કરતાં કૃષિ ક્ષેત્ર પાછળ રહેલ.આ ૧૦ ટકાના વૃદ્ધિ દરને પહોંચી વળવા દશમી યોજનામાં વૃદ્ધિ દર ૧.૭ ટકા હતો જેને ૪.૧ ટકા એ પહોંચાડવો પડશે.કૃષિના વૃદ્ધિ દરમાં થયેલ ઘટાડાના ગંભીર પરિણામો જોવા મળ્યા જેમાં અન્ન અને જીવન જીવવાની સલામતીનો સમાવેશ થાય છે.તેના પરિણામે ખેડૂતોમાં હતાશા અને આપઘાતના બનાવો જોવા મળેલ.

ઉત્પાદનમાં વધારા માટે સોઇલ હેલ્થ કાર્ડ :

          ખેડૂતો સારૂ ઉત્પાદન મેળવી શકે તે માટે વાવણીની પદ્ધતિઓમાં સુધારણા કરવી પડે જે માટે સરકારે વિવિધ પગલાં ભર્યા છે. કૃષિમાં જમીનનું આરોગ્ય એ મુળભૂત બાબત હોઇ તેને ધ્યાને લઇ સને ૨૦૧૫ થી ૨૦૧૮ દરમ્યાન ૧૩ કરોડ સોેઇલ હેલ્થ કાર્ડનું વિતરણ ખેડૂતોને કરવામાં આવેલ.આ કાર્ડમાં જે તે વાવવામાં આવેલ પાક મુજબ પોષકતત્વો અને રાસાયણિક ખાતરોની ભલામણ કરવામાં આવે છે કે જેથી ખેડૂતો ઉત્પાદકતામાં સુધારો કરી શકે.

નીમ કોટેડ યુરિયા :

            ઘઉં અને ડાંગરના પાકની ઝડપી વૃદ્ધિ અને યુરિયા ખાતરના કાળા બજારને અટકાવવાના હેતુથી ભારત સરકારે નીમ કોટેડ યુરિયાનો વપરાશ કરવાની યોજના શરૂ કરી છે.યુરિયાને લીમડાની લીંબોળીના તેલનો પટ આપી નીમ કોટેડ યુરિયા બનાવવામાં આવે છે. ભારત સરકારે જાન્યુ ૨૦૧૫ માં યુરિયા બનાવતા એકમોને નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન ૩૫ ટકાથી વધારી ૭૫ ટકા કરવાને પ્રાથમિકતા આપવાનું જણાવેલ છે.

ખેડૂતો માટે ધિરાણ :

              શાહુકારો ધ્વારા ખેડૂતોનું થતું શોષણ અટકાવવા માટે સરકારે ખેતી ઉપર ધિરાણ પૂરૂ પાડવા માટેનાં પગલાં લીધાં છે. આ જોખમનો સમાવેશ કરી ખેડૂતોની સલામતી માટે સરકારે પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ એક વર્ષ માટે રૂપિયા ત્રણ લાખની ટુંકા ગાળાની લોન સાત ટકા વ્યાજના દરે ખેડૂતોને આપવામાં આવે છે.

ખેતીપેદાશનું માર્કેટિંગનામ (e-NAM)

         ખેડૂતોને વાવણી પહેલાં પોતાની પેદાશના યોગ્ય ભાવ મળે તેવી નીતિ સરકારે અમલમાં મૂકી છે. જુલાઇ ૨૦૧૮ માં સરકારે ખરીફ પાકો માટે ન્યૂનતમ ટેકાનો ભાવ તેના ખેતી ખર્ચ કરતાં દોઢા મળે તેમ નક્કી કરેલ જેથી ખેડૂતને ઉત્પાદન ખર્ચ બાદ કરતાં ૫૦ ટકા નફાનો ગાળો રહે.સરકારે ‘ઇ-નામ’ નામની દેશવ્યાપી ખેતપેદાશના બજારની યોજના શરૂ કરી છે જેમાં ૧૬ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત વિસ્તારોના ૫૮૫ માર્કેટનું જોડાણ થયેલ છે.  

મોબાઇલ ફોન મારફતે કૃષિ તાંત્રિકતાની માહિતી :

          દેશના તમામ ખેડૂતો રોગ-જીવાતની માહિતી મોબાઇલ ફોન મારફતે મેળવી શકે છે.આ માટેનો એક પાયલોટ પ્રોજેકટ પંજાબ અને ઉત્તરપ્રદેશના ગામડાઓમાં શરૂ કરેલ.કૃષિ નિષ્ણાતો ધ્વારા ગામડાઓમાંથી ખેતી,જમીન,આબોહવા,વરસાદ અને રોગ-જીવાત અંગેની અન્ય બાબતોની માહિતી એકત્ર કરી તેની ચકાસણી કરવામાં આવી.ટાટા કન્સલ્ટન્સી સર્વિસ કંપની ધ્વારા પાકના રોગની ચકાસણી કરવા માટે એમકૃષિ(mkrishi) નામની એપ્લિકેશન વિકસાવવામાં આવી જેને તૈયાર કરતાં બે વર્ષ જેટલો સમય થયો હતો.

કિસાન એસએમએસ પોર્ટલ :

           ખેડૂતો માટે ૧૬ જૂલાઇ ૨૦૧૩ ના રોજ કિસાન એસએમએસ પોર્ટલની સ્થાપના કરવામાં આવી હતી.આ પોર્ટલ મારફતે માહિતી, સેવા અને માર્ગદર્શન એમ ત્રણ પ્રકારની સેવાઓ ખેડૂતોને એસએમએસ મારફતે પુરી પાડવામાં આવે છે.આમાં નિષ્ણાતો ધ્વારા યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે.બજારની માહિતી કે પ્રવૃત્તિ પાક તેમજ તાલુકા,જીલ્લા અને રાજ્ય મુજબ ખેડૂતોને પુરી પાડવામાં આવે છે.આ યોજનામાં નોંધણી કરવા માટે ખેડૂતો કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૫૦ ૧૫૫૧ ઉપર ફોન કરવાનો રહે છે અથવા વેબ પોર્ટલ મારફતે નોંધણી કરી શકાય છે.

ઓપરેશન ગ્રીન :

          ટામેટી,બટાટા અને ડુંગળીના ભાવમાં વધુ પ્રમાણમાં વધઘટ જોવા મળતી હોઇ તે માટે રૂપિયા ૫૦૦ કરોડનો ઓપરેશન ગ્રીન નામનો પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ જેનો મુખ્ય હેતુ આ પાકોના માંગ-પૂરવઠામાં સ્થિરતા અને નિયંત્રણ લાવવાનો છે.

માઇક્રો ઇરિગેશન ફંડ (MIF) :

 નાબાર્ડની સાથે રહીને રૂપિયા ૫૦૦૦ કરોડ(સને ૨૦૧૮-૧૯  ના વર્ષમાં રૂપિયા ૨000 કરોડ અને સને ૨૦૧૯-૨૦ ના વર્ષમાં રૂપિયા ૩૦૦૦ કરોડ)નું માઇક્રો ઇરિગેશન ફંડ શરૂ કરવામાં આવેલ જે અંતર્ગત સૂક્ષ્મ પિયતમાં રોકાણ કરતા જાહેર અને ખાનગી સાહસોને પ્રોત્સાહન આપવામાં આવેલ.આ ફંડનો મુખ્ય હેતુ રાજ્ય સરકારો તેમના સંસાધનો થકી સૂક્ષ્મ પિયત હેઠળ વધુ વિસ્તારને આવરી શકે તે છે.

એગ્રિકલ્ચર કન્ટીજન્સી પ્લાન :

            ચોમાસામાં વરસાદની અનિશ્ચિતતાને કારણે દુષ્કાળ પડવો કે પૂર આવવું,ગરમીના મોજા,બરફ વર્ષા,હિમ,વાવઝોડાં,પવનનાં તોફાનો વગેરે કારણોસર ખેતીપાકો,બાગાયતી પાકો,પશુપાલન અને મત્સ્યપાલનને હાનિકારક અસર થાય છે.તેની સામે રક્ષણ પૂરૂ પાડવાના હેતુથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓનો સહયોગ મેળવી આઇસીએઆરની સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ફોર ડ્રાયલેન્ડ એગ્રિકલ્ચર(CRIDA) એ જીલ્લા સ્તરનો એગ્રિકલ્ચર કન્ટીજન્સી પ્લાન તૈયાર કરેલ છે.

પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) :

        દેશમાં સજીવ ખેતીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલ છે જેમાં જમીનનું આરોગ્ય સુધારવું,સેન્દ્રિય પદાર્થમાં વધારો કરવો, ખેડૂતની ચોખ્ખી આવક વધારવી અને ખેતી પેદાશોની વધુ સારી આવક મળે તેનો પણ સમાવેશ થયેલ છે.

ધી ફયુચર લેન્ડસ્કેપ :

           દેશના આર્થિક વિકાસ માટે કૃષિ ક્ષેત્રને પણ ડીજીટલ બનાવવું જરૂરી છે.અન્ન ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી અને એડવાન્સ  તાંત્રિકતાઓનો ખેડૂતો ઉપયોગ કરે અને વેલ્યૂ ચેઇનનો લાભ લે તે જરૂરી છે.

ભારતીય ખેડૂતો માટેની કેટલીક ઉપયોગી વેબસાઇટો :

1. Farmer portal http//farmer.gov.in/

2. Extension Reform Monitoring System http://extensionreforms.dacnet.nic.in/

3. State Institue of Agriculture Exatension and Training http://siaet.nic.in/

4. Agropedia http://agropedia.iitk.ac.in/

5. Gyandoot Project (Cyber Cafe Cum Cyber Offices)http://www.dhar.nic.in/gyandoot.htm

6. e-Sagu(i.e.e-cultivation)http://www.esagu.in/

7. Rice Knowledge Management Portal http://rkmp.co.in/

8. Agmarketnethttp://agmarknet.nic.in/

9. mKisan:A Portal of Government of india for Farmer http://mkisan.gov.in/

10. Kisan Vigyan Kendra http://Kvk.icar.gov.in/

11. Knowledge Innovation Repository of Agriculture in North East http://www.kiran.nic.in/ aboutus.html

12. ICAR – Query Management System https://qms.icar.gov.in/


સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,સપ્ટેમ્બર-૨૦૨૧


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *