મશરૂમની ખેતી ધ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરો (Increase farmers income through mushroom farming)

        મશરૂમની ખેતી કૃષિ અને વનમાંથી મળતી આડપેદાશ (બગાડ) નો ઉપયોગ કરી પોશણદાયક ખોરાક (એટલે કે મશરૂમ) અને સેન્દ્રિય ખાતર આપે છે. મશરૂમની ખેતી ઈન્ડોર તરીકે ઝૂપડીમાં ત્રણ કે વધુ સ્તર બનાવી કરી શકાય છે. પ્રતિ એકમ વિસ્તાર દીઠ મશરૂમની ખેતી ધ્વારા પરંપરાગત ખેતી કે પશુપાલન કરતાં અંદાજે ૧૦૦ ઘણુ વધુ પ્રોટીન પેદા કરી શકાય છે. ખેતીલાયક જમીન ઉપર કોઈ દબાણ કર્યા વિના હાઈટેક રીતે મશરૂમની ખેતી કરી ખોરાકની અછતને નિવારી શકાય તેમ છે ભારતમાં મુખ્ય પ્રશ્ન ખેતની ઓછી આવક, બેરોજગારી અને ગુણવત્તા યુક્ત ખોરાક છે જેનું નિરાકરણ ગ્રામ્ય વિસ્તારના યુવાનોને મશરૂમની ખેતી તરફ વાળવામાં આવે તો થઈ શકે તેમ છે.

મશરૂમનું પોષણ મૂલ્ય :

        ભારતીય ખોરાક એ પ્રાથમિક રીતે ઘઉં, ચોખા અને મકાઈ જેવા ધાન્યો પર આધારિત છે કે જેમાં મશરૃમનો સમાવેશ કરવામાં આવે તો પ્રોટીનની ઉણપને નિવારી શકાય અને સામાજીક આર્થિક રીતે પછાત લોકોની તંદુરસ્તીમાં સુધારો કરી શકાય. મશરૂમ એ બાળકથી માંડી વૃદ્ધ એમ દરેક ઉંમરના લોકો માટે સંપૂર્ણ અને તંદરસ્ત ખોરાક છે. મશરૂમ પ્રોટીન, ખાદ્ય રેસા, વિટામિનો અને ખનીજથી સમૃદ્ધ છે. મશરૂમ પાશ્વ કાર્બોહાઈડ્રેટસ (જેવા કે સ્ટાર્ચ, પેન્ટોસ, હેકઝોસ, ડાયસેકેરાઈડસ, એમિનો સુગર, સુગર આલ્કોહોલ અને સુગર એસિડ) ધરાવે છે. મશરૂમમાં તેની જાત મુજબ કુલ કાર્બોહાઈડ્રેટસનું પ્રમાણ સૂકા વજનના પ્રમાણે ૨૬ થી ૮૨ ટકા જેટલુ હોય છે. મશરૂમમાં રહેલ ફ્રુડ ફાયબર આર્થિક રીતે પાચ્ય પોલીએકેરાઈડસ અને ચિટિન ધરાવે છે.

                ખાદ્ય મશરૂમમાં સામાન્ય રીતે લિપિડનું સ્તર પ્રમાણમાં અને ઊંચા પ્રમાણમાં બહુઅસંતૃપ્ત ફેરી એસિડ ધરાવે છે. તેના કારણે મશરૂમનો ખોરાક ઓછી કેલેરી પેદા કરે છે મશરૂમમાં કોલેસ્ટીરોલ હોતુ નથી તેમાં અરગોસ્ટીરોલ હોય છે જે માનવ શરીરમાં વિટામિન ડી નું પુરોગામી છે તે જ પ્રમાણે બટન મશરૂમમાં રહેલ અરગોસ્ટીરોલ અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ અથવા સૂર્યપ્રકાશમાં વિટામિન ડી ૨ માં પરિણમે છે. ખાદ્ય મશરૂમમાં પ્રોટીનના પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. જે તે મશરૂમની જાત મુજબ સૂકા વજનમાં પ્રમાણે ૧૨ થી ૩૫ ટકા મુજબ પ્રોટીનનું પ્રમાણ જોવા મળે છે તેમાં મુક્ત એમિનો એસિડમાં પ્રમાણ જોવા મળે છે. સામાન્યતઃ મશરૂમ થેરોનાઈન અને વેલાઈન એમિનો એસિડથી સમૃદ્ધ હોય છે જ્યારે તેમાં ગંધક યુક્ત એમિનો એસિડ (ઈથીયોનાઈન અને સીસ્ટીન) ની ઉણપ જોવા મળે છે. કોઠા-૧ માં મશરૂમના પોષક મૂલ્યની માહિતી દર્શાવેલ છે.

કોઠો-૧: વિવિધ મશરૂમનું પોષણ મૂલ્ય (સૂકા વજન પ્રમાણે)

ક્રમ મશરૂમની જાત કાર્બોહાઈડ્રેટ રેસા પ્રોટીન ચરબી રાખ શક્તિ કિલો કેલરી
બટન મશરૂમ (Agaricums bispours) ૪૬.૧૭ ૨૦.૯૦ ૩૩.૪૮ ૩.૧૦ ૫.૭૦ ૪૯૯
ઓઈસ્ટર મશરૂમ (Pleurotus sajor caju) ૬૩.૪૦ ૨૮.૮૦ ૧૯.૨૩ ૨.૭૦ ૬.૩૨ ૪૧૨
શિટાકે મશરૂમ (Lentinula edodes) ૪૭.૬૦ ૮.૭૦ ૩૨.૯૩ ૩.૭૩ ૫.૨૦ ૩૮૭
ઓઈસ્ટર મશરૂમ (Pleurotus ostreatus) ૫૭.૬૦ ૫.૫૦ ૩૦.૪૦ ૨.૨૦ ૯.૮૦ ૨૬૫
ડાંગર તુણ મશરૂમ (Volvareilla volvacea) ૫૪.૮૦ ૩.૪૦ ૩૭.૫૦ ૨.૬૦ ૧.૧૦ ૩૦૫
મિલ્કી મશરૂમ (Calocybe indica) ૬૪.૨૬ ૩.૭૦ ૧૭.૬૯ ૪.૧૦ ૭.૪૩ ૩૯૧
વિન્ટર મશરૂમ (Flammulina velutipes) ૭૩.૧૦ ૩.૭૦ ૧૭.૬૦ ૧.૯૦ ૭.૪૦ ૩૭૮
ઔરીક્યુલારીયા મશરૂમ (Auricularia auricula) ૮૨.૮૦ ૧૯.૮ ૪.૨૦ ૮.૩૦ ૪.૭૦ ૩૫૧

મશરૂમનું ઔષધિય મૂલ્ય :

                હજારો વર્ષોથી મશરૂમનો તંદુરસ્તના લાભ માટે અને મોટા પાયે ઔષધિ (દવા) તરીકે થતો આવ્યો છે. મશરૂમમાં રહેલા જૈવરાસાયણિક પદાર્થો માનવીની તંદુરસ્તીમાં સુધારો કરવા માટે ઘણી રીતે જવાબદાર છે. આવા પદાર્થોમાં પોલીસેકેરાઈડસ દ્રાય ટરપેનોઈડસ, લો મોલેક્યુલર વેઈટ પ્રોટીન્સ – ગ્લાયકોપ્રોટીન્સ અને ઈમ્યુનોડ્યુલેટિંગ પદાર્થોનો સમાવેશ થાય છે. મશરૂમ રોગપ્રતિકારક શકિત વધારે છે, તંદુરસ્તીમાં વધારો કરે છે, કેન્સર થવાનું જોખમ ઘટાડે છે, ટ્યુમર (ગાંઠ) નો વિકાસ અટકાવે છે, લોહીમાં શર્કરાના પ્રમાણને જાળવે છે, વિષાણુ-જીવાણુ અને ફુગનો પ્રતિકાર કરે છે, બળતરા ઘટાડે છે અને શરીરને બિનઝેરીકરણ બનાવે છે. પરંપરાગત રીતે અનેક રોગોમાં ઔષદ્યિ તરીકે મશરૂમનો ઉપયોગ જાણીતો છે. કેટલીક અગત્યની મશરૂમની જાતોનું ઔષદ્યિય મૂલ્યની માહિતી કોઠા-૨ માં દર્શાવેલ છે.

કોઠો : મશરૂમની જાત અને તેમાં રહેલા પદાર્થો તથા તેની ખાસિયત

ક્રમ મશરૂમની જાત પદાર્થો ખાસિયત ગુણ
ગનોડર્મા મશરૂમ (Gandoerma lucidum) પોલીસેકેરોઈડસ, ટ્રીટરપેન્સ, એલઝોડ-૮, ગનોડેરિક એસિડ,  બીટા ગુલ્કાન રોગપ્રતિકારક, કેન્સર વિરોધ, ટ્યુમર વિરોધી, એચઆઈવી વિરોધી, કાર્ડિયાએક્ટીવ, એન્ટિપ્લેટલેટ, હાયપરટેન્સિવ વિરોધી, ડાયાબીટીસ વિરોધી
શીટાકે મશરૂમ (Lentinula edodes) એરીટેડેનાઈન, લેન્ટિનન, ગુઓનાસાઈન, મોનો ફોસ્ફેટ કોલેસ્ટીરોલ ઘટાડે, વિષાણું વિરોધી, ટ્યુમર વિરોધી, લોહીની જમાવટ ઘટાડે
કોરડીસેપ્સ (Cordyceps sinensis) કોરડીસેપિન ફેફસામાં ચેપને મટાડે, હાયપોગલાયસેમિક કાર્ય, એન્ટિડીપ્રેસન્ટ તરીકે
બટન મશરૂમ (Aggaricus bisporus) લેકટીન્સ ઈન્સ્યુલીનના સ્ત્રાવમાં વધારો
ઓઈસ્ટર (Pleurotus sp.) લોવાસ્ટેનિન કાલેસ્ટીરોલ ઘટાડે

મશરૂમની ખેતી ધ્વારા પ્રકૃતિનું રક્ષણ :

                ભારત દેશ વર્ષે અંદાજે ૬૦૦૦ લાખ ટન જેટલી ખેતીની આડપેદાશ (બગાડ કે કચરો) પેદા કરે છે. જેને કુદરતી રીતે કહોવાણ માટે છોડી દેવામાં આવે છે અથવા તો ખેતરમાં બાળવામાં આવે છે ખેતીમાં તેના કચરાને બાળવો એ ખેડૂતો માટે સામાન્ય કાર્ય છે જેના કારણે સ્થાનિક ને રાજ્ય કક્ષાએ હવા અને જમીનમાં ગંભીર પ્રદૂષણ પેદા થાય છે. કચરો બાળવાને કારણે કાર્બન નાઈટ્રોજન અને સલ્ફર સંપૂર્ણ રીતે નાશ પામે છે અને ધૂમાડો હવામાં ભળે છે. ધૂમાડાને કારણે વાતાવરણ પ્રદૂષિત બને છે. વધુમાં કચરો બાળવાને કારણે જમીનમાં રહેલ ખનીજો અને જમીનની તંદુરસ્તી અને તેમાં રહેલ સેન્દ્રિય પદાર્થો નાશ પામે છે. કચરો બાળવાથી થતા ધૂમાડાને કારણે હવા પ્રદૂષિત થતાં માનવ તંદુરસ્તીને અસર થતાં શ્વસન, આંખ અને ચામડીના રોગો થાય છે. કચરો સળગવાના કારણે હવામાં ગાઢ ધુમ્મસ પેદા થતાં રસ્તાઓ ઉપર અકસ્માતોની હારમાળા સર્જાય છે. તેથી જો આવા ખેતીના કચરા કે આડપેદાશનો ઉપયોગ કરી મશરૂમની ખેતી કરવામાં આવે તો મશરૂમના ઉત્પાદન ઉપરાંત સારૂ સેન્દ્રિય ખાતર કે વર્મિકમ્પોસ્ટ પેદા કરી શકાય છે.

                જો ભારતમાં પેદા થતા ફક્ત ૧ ટકા ખેતકચરાને મશરૂમ ઉત્પાદન માટે વાપરવામાં આવે તો ૩૦ લાખ ટન મશરૂમ અને ૧૫૦ લાખ ટન કમ્પોસ્ટ પેદા કરી શકાય. મશરૂમ એ ઝૂપડીમાં થતો પાક હોઈ ગ્રામ્ય તેમજ શહેરી મહિલાઓને તેની ખેતી ધ્વારા રોજગારી પુરી પાડી શકાય અને તે ઉપરાંત મશરૂમમાંથી મૂલ્ય વર્ધન બનાવટો બનાવી શકાય તેમ છે. મશરૂમ એ તંદુરસ્તી માટે લાભકર્તા અને કેન્સર વિરોધી ઔષદ્યિય ગુણ ધરાવે છે. ભારતના હવામાનમાં વિવિધતાને કારણે દેશના દરેક ભાગોમાં દરેક ઋતુમાં તેની ખેતી કરી વિવિધ લાભો મેળવી શકાય તેમ છે.

મશરૂમની ખેતી ધ્વારા આવકમાં વધારો :

                જમીન વિહોણા લોકો માટે મશરૂમની ખેતી વધુ અનુકુળ આવે તેવી છે. બેરોજગાર યુવાનો અને મહિલાઓ તેને એક ધંધા તરીકે વિકસાવી શકે છે. મશરૂમ એ ઝૂપડીમાં થતો ટુકા ગાળાનો પાક છે કે જે ઊભી જગ્યાનો ઉપયોગ કરે છે. બિન ખેતીલાયત જમીન ઉપર થઈ શકે છે અને ખેતીના કચરા એટલે આડપેદાશનો ઉપયોગ કરે છે. હાઈટેક માળખાનો ઉપયોગ કરવામાં આવે તો વર્ષમાં તેનો અનેકવાર પાક લઈ શકાય છે. વિવિધ મશરૂમની જાતો અલગ અલગ મહિનામાં નાના પાયે ઉગાડી શકાય છે. અન્ય શાકભાજીના પાકો કરતાં એકમ વિસ્તાર અને સમય મુજબ તે વધુ ઉત્પાદન આપે છે. એક ચોરસ મીટર વિસ્તારદીઠ અંદાજે ૧૨ થી ૧૮ કિ.ગ્રા. મશરૂમ પેદા કરી શકાય છે. જેનું મૂલ્યુ રૂા. ૧૨૦૦ થી ૧૮૦૦ જેટલું મળે છે.

                મશરૂમની ખેતીમાં જે તે પ્રદેશ મુજબ તેના કાચા માલની કિંમત તેમજ વિજળી, મજૂપના વેતન અને બજાર કિંમતમાં ફેરફાર હોવાને કારણે આવક-ખર્ચ ગુણોત્તરમાં ફેરફાર થઈ શકે છે. મશરૂમની ખેતીમાં મુખ્યત્વે ઘઉં કે ડાંગરનું પરાળ કે કમ્પોસ્ટ અને સ્પાન પાછળ વધુ ખર્ચ થાય છે. ખેડૂતો ડાંગરનું પરાળ, શેરડીના પાન, કેળના પાન વગેરેનો ઉપયોગ કરી ખર્ચમાં ઘટાડો કરી શકે છે. અત્રે કોઠા-૩ માં ઓઈસ્ટર મશરૂમ અને કોઠા-૪ માં બટન મશરૂમની નોના પાયે ખેતી અંગેના અર્થકરણની માહિતી દર્શાવેલ છે.

કોઠા નં-૩ : નાના પાયા પર ઓઈસ્ટર મશરૂમની ખેતીનું અર્થકરણ :

ક્રમ વિગત ખર્ચ (રૂપિયા)
(ક) અનાવર્તક ખર્ચ  
(૧) વાંસથી બનાવેલ ત્રિસ્તરીય ઘોડાવાળી ઝૂપડી અને ઈટોનું ભોયતળિયું (માપ : ૩૦ ફૂટ ઠ ૧૭ ફૂટ ઠ ૯ ફૂટ) ૬૨,૦૦૦.૦૦
(૨) સ્પે મશીન, ટેમ્પરેચર હાઈગ્રોમીટર, ભીનાશ માટે સીમેન્ટ પ્લાસ્ટિકની ટાંકી ૭૨,૦૦૦.૦૦
કુલ ૧૦,૦૦૦.૦૦
(ખ) આવર્તક ખર્ચ (એક પાકમાં)  
(૧) ૧ ટન ઘઉંનું પરાળ (રૂા. ૩૫૦૦ પ્રતિ ટન) (૨ કિ.ગ્રા. ભીનાશ પ્રતિ બેગ) ૩,૫૦૦.૦૦
(૨) ૧૦૦ કિ.ગ્રા. સ્પાન (રૂા. ૧૧૦ પ્રતિ કિ.ગ્રા) ૧૧,૦૦.૦૦
(૩) ૨ કિ.ગ્રા. ક્ષમતા ધરાવતી ૧૫૦૦ પોલીથીન બેગ (ર પ્રતિ બેગ) ૩,૦૦૦.૦૦
(૪) એક મજૂર – બે મહિના માટે (રૂા. ૪૦૦૦ પ્રતિ માસ) ૮,૦૦૦.૦૦
(૫) ફૂગનાશક અને કીટનાશક દવા ૫૦૦.૦૦
(૬) પાણી, વીજળી અને અન્ય ખર્ચ ૧,૫૦૦.૦૦
  એક પાક માટેનો આવર્તક ખર્ચ    
કુલ                               
૨૭,૫૦૦.૦૦
(ગ) બે મહિનાના અનાવર્તક ખર્ચ માટેનું વ્યાજ અને ઘસારો  
(૧) ૧૦% વ્યાજ + ૧૦ % ઘસારો ઝૂપડી દીઠ કુલ ખર્ચ મુજબ ૨,૦૬૭.૦૦
(૨) ૧૦% વ્યાજ + ૧૦ % ઘસારો મશીનરીના કુલ ખર્ચ મુજબ ૩૩૩.૦૦
  વ્યાજ અને ઘસારા ખર્ચ                                                                           કુલ ૨,૪૦૦.૦૦
(ઘ) કુલ ખર્ચ (ખ + ગ) ૨,૯૦૦.૦૦
(ચ) અંદાજીત આવક ૮૦૦ કિ.ગ્રા. મશરૂમ  
(છ) તાજા મશરૂમની કુલ આવક (રૂા. ૧૦૦ પ્રતિ કિ.ગ્રા) ૮૦,૦૦૦.૦૦
(જ) કુલ ચોખ્ખી આવક (છ-ઘ) ૫૦,૧૦૦.૦૦
(ઝ) ખર્ચ – આવકનો ગુણોત્તર ૧:૨.૬૭

કોઠો : નાના પાયા પર બટન મશરૂમની ખેતીનું અર્થકરણ

ક્રમ વિગત ખર્ચ (રૂપિયા)
(ક) અનાવર્તક ખર્ચ  
(૧) વાંસથી બનાવેલ ત્રિસ્તરીય ઘોડાવાળી ઝૂપડી અને ઈટોનું ભોયતળિયું (માપ : ૩૦ ફૂટ ઠ ૧૭ ફૂટ ઠ ૯ ફૂટ) ૬૨,૦૦૦.૦૦
(૨) સ્પે મશીન, ટેમ્પરેચર હાઈગ્રોમીટર, ભીનાશ માટે સીમેન્ટ પ્લાસ્ટિકની ટાંકી ૧૦,૦૦૦.૦૦
  કુલ ૭૨,૦૦૦.૦૦
(ખ) આવર્તક ખર્ચ (એક પાકમાં)  
(૧) ૫ ટન કમ્પોસ્ટ (રૂા. ૭૮૦૦ પ્રતિ ટન) (૧૦ કિ.ગ્રા. ભીનાશ પ્રતિ બેગ) ૩૯,૦૦૦.૦૦
(૨) ૧ ટન કેસિંગ મિક્ષ્ચર (રૂા. ૩૦૦૦ પ્રતિ ટન) ૩,૦૦૦.૦૦
(૩) ૩૦ કિ.ગ્રા. સ્પાન (રૂા. ૧૧૦ પ્રતિ કિ.ગ્રા) ૩,૩૦૦.૦૦
(૪) કમ્પોસ્ટ, કોસિંગ મિક્ષ્ચર અને સ્પાનનો વાહતૂક ખર્ચ ૪,૦૦૦.૦૦
(૫) ૧૦ કિ.ગ્રા. કમ્પોસ્ટ સમાય તેવી ૫૦૦ પોલીથીન બેગ (રૂા. ૩.૫૦ પ્રતિ બેગ) ૧,૭૫૦.૦૦
(૬) એક મજૂર ત્રણ માસ માટે ( રૂા. ૪૦૦૦ પ્રતિ માસ) ૧,૨૦૦.૦૦
(૭) ફુગનાશક અને કીટનાશક દવાઓ ૫૦૦.૦૦
(૮) પાણી, વીજળી અને અન્ય ખર્ચ ૧,૫૦૦.૦૦
  એક પાક માટેનો કુલ આવર્તક ખર્ચ (૩ માસનો) ૬૫,૦૫૦.૦૦
(ગ) બે મહિનાના અનાવર્તક ખર્ચ માટેનું વ્યાજ અને ઘસારો  
(૧) ૧૦% વ્યાજ + ૧૦ % ઘસારો ઝૂપડી દીઠ કુલ ખર્ચ મુજબ ૩,૧૦૦.૦૦
(૨) ૧૦% વ્યાજ + ૧૦ % ઘસારો મશીનરીના કુલ ખર્ચ મુજબ ૫૦૦.૦૦
  વ્યાજ અને ઘસારા ખર્ચ                                                                           કુલ ૩,૬૦૦.૦૦
(ઘ) કુલ ખર્ચ (ખ + ગ) ૬૮,૬૫૦.૦૦
(ચ) અંદાજીત આવક ૧૦૦ કિ.ગ્રા. મશરૂમ  
(છ) તાજા મશરૂમની કુલ આવક (રૂા. ૧૨૦ પ્રતિ કિ.ગ્રા) ૧,૨૦,૦૦૦.૦૦
(જ) કુલ ચોખ્ખી આવક (છ-ઘ) ૫૧,૩૫૦.૦૦
(ઝ) ખર્ચ – આવકનો ગુણોત્તર ૧:૧.૭૪

બટન મશરૂમ :

                વૈશ્વિક ધોરણે બટન મશરૂમ પ્રથમ ક્રમે આવે છે. હાઈટેક પ્રોજેક્ટ ધ્વારા તેનું ઉત્પાદન મેળવાય છે. મોટા શહેરોમાં કેટલાક મધ્યમ કક્ષાના પ્રોજેક્ટ ધ્વારા મશરૂમની ખેતી શરૂ થઈ છે. ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં હજારો ખેડૂતો બટન મશરૂમની ખેતી કરે છે.

ફાયદાઓ :

(૧) ભારતમાં બટન મશરૂમની સ્થાનિક બજાર અને નિકાસ બજાર માટે વિશાળ તકો રહેલી છે.

(૨) શિયાળાની ઋતુમાં ૨૦ સે.થી ઓછું ઉષ્ણતામાન રહેતુ હોય તેવા જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પૂર્વ વિસ્તાર, મધ્ય પ્રદેશ અને અન્ય વિસ્તારોમાં મોટા પાયે બટન મશરૂમની ખેતી શક્ય છે. આ પરિસ્થિતિમાં ઉત્પાદન ખર્ચ ઓછુ આવે છે.

(૩) કાચા માલ તરીકે કમ્પોસ્ટ અને કેસિંગ મટીરીયલ સહેલાઈથી અને સસ્તા ભાવે ઉપલબ્ધ છે.

(૪) લોકોમાં ખોરાકનું મૂલ્ય અને ઔષદ્યિય મૂલ્ય વિષેની જાણકારીમાં વધારો થયો હોઈ સ્થાનિક બજાર સારી રીતે ઉપલબ્ધ થઈ શકે છે.

(૫) જમીન અને હવા ધ્વારા વાહન વ્યવહારની સવલતો.

(૬) અથાણાં, સુપ પાઉડર વગેરે જેવી બનાવટોનું બજાર વધતુ જાય છે.

ઓઈસ્ટર મશરૂમ :

            આ મશરૂમની જાતોની ખેતી સમશીતોષ્ણ કટીબંધ અને ઉષ્ણ કટીબંધ એમ બંને વિસ્તારો માટે અનુકુળ છે. સમશીતોષ્ણ કટીબંધ વિસ્તારમાં વાવેતર માટે (૧૦ થી ૨૦ સે.) પ્લુરોટસ ઓસ્ટ્રેએટસ (Pleurotus ostreatus),પી ફ્લોરિડા (P. florida),પી ફોસ્યુલાટસ
(P. Fossulatus) અને પી, એરીન્જી (P. eryngil) નામની મશરૂમની જાતો જ્યારે ઉષ્ણ કટીબંધ વિસ્તાર (૨૦ થી ૩૦ સે) માટે પ્લરોટસ સાજોર કાજુ (Pleurotus sajor caju),પી. સેપિડસ
(P. sepidus), પી. ફ્લેબેલાટુસ (P. Flabellatus) અને પી. સાઈટ્રીનોપીલેટસ
(P. citrinipileatus)  નામની મશરૂમની જાતો અનુકુળ માલુમ પડેલ છે. ઓઈસ્ટર મશરૂમને સૂકવી તેની નિકાસ થાય છે.

ફાયદાઓ :

(૧) વિવિધ પ્રકારની ખેતીની આડપેદાશો કે કચરાનો ઉપયોગ કરી તેનો ઉછેર કરી શકાય છે.

(૨) તે તાપમાનની વિશાળ શ્રેણીમાં ઉછેરી શકાય છે.

(૩) તાજા મશરૂમના ઉત્પાદનની સૂકવણી કરતાં સારા પ્રમાણમાં રૂપાંતર દર મળે છે.

(૪) અન્ય મશરૂમની જાતો કરતાં તેમાં રોગ અને મોલ્ડ ઓછા આવે છે.

(૫) તેનો વિકાસ ઝડપી છે અને સરળતાથી વાવેતર કરી શકાય છે.

(૬) ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે.

(૭) ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અનુકુળ છે અને સ્વરોજગારી પૂરી પાડે છે.

(૮) પાકની કાપણી પછીની પ્રક્રિયા ખાસ કરીને સૂર્યપ્રકાશમાં સૂકવણી કે નિર્જલીકરણ સરળતાથી કરી શકાય છે.

મિલ્કી મશરૂમ :

                મિલ્કી મશરૂમની ખેતી સમશીતોષ્ણ કટીબંધ અને ઉષ્ણ કટીબંધના વિસ્તારોમાં અનુકૂળ છે ભારતમાં આ મશરૂમની આ નવી જાત વિશ્વની મશરૂમની જાતોમાંથી વાવેતર માટે ભલામણ કરલે છે. છેલ્લા ૨ થી ૩ વર્ષ દરમ્યાન દક્ષિણ ભારતમાં તેની મોટા પાયે ખેતી થાય છે તેમજ ઉત્તર ભારતના હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઉતરાખંડના તરાઈ વિસ્તારમાં પણ તેનું વાવેતર પ્રચલિત થતું જાય છે. તેની ખ્યાતિ વધવાના કારણોમાં આ જાતની ઊંચી જૈવિક અસરકારકતા, સારી ગુણવત્ત્ના જાળવણી, સરળ વાવેતર વધ્ધતિ અને આકર્ષક સફેદ રંગનો સમાવેશ થાય છે. તેનું વાવેતર ૨૫ થી ૩૫ સે. ઉષ્ણતામાનમાં કરી શકાય છે.

ફાયદાઓ :

(૧) તે ખેતીની વિવિધ પ્રકારની આડપેદાશો કે કચરાનો ઉપયોગ કરી ઉગાડી શકાય છે.

(૨) તેનો ઉછેર ૨૫ થી ૩૫ સે. એટલે કે વધુ ઉષ્ણતામાન ધરાવતા સીમશીતોષ્ણ કટીબંધ અને ઉષ્ણ કટીબંધવાળા વિસ્તારોમાં કરી શકાય છે.

(૩) મશરૂમ દૂધ જેવો દેખાવ અને સારી ગુણવત્તા જાળવણી ધરાવે છે.

(૪) તેનો રૂપાંતર દર ધણો ઊંચો છે (૧૦૦ ટકા સુધી)

(૫) તે અથાણાં, સુકવણી, ચિપ્સ વગેરે બનાવટો બનાવવા માટે વધુ અનુકુળ છે.


સંદર્ભ : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મશરૂમ સ્પેશ્યલ વોલ્યુમ-૫૩, નં-૧૨, ડિસેમ્બર – ૨૦૨૦


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *