જમીનજન્ય રોગકારકોની વ્યવસ્થાના સાધન તરીકે-કાર્બનિક સુધારકો (Organic amendment as tool for management of soil born plant pathogens)

                લાંબા સમયે પાક પદ્ધતિમાં ફેરફાર કરવો,જમીન ખાલી રાખવી,લીલો પડવાશ કરવો જેવા અનેક કારણો તેમજ પરંપરાગત પદ્ધતિઓના ઉપયોગને કારણે જમીનજન્ય રોગકારકોના ઉપદ્રવથી જમીન માંદી પડે છે.જમીનનો વધુમાં વધુ  ઉપયોગ કરી વધુ પાક ઉત્પાદન મેળવવા ઉપર ભાર મૂકવાનો છે તેથી રસાયણો અને પ્રતિકારક શકિત ધરાવતી જાતોનો ઉપયોગ કરવાનો વિકલ્પ રહયો છે.જમીનજન્ય રોગોનો રસાયણો દ્વારા નિયંત્રણ કરવા માટેની પણ એક મર્યાદા છે.આ માટેના પદાર્થોની ઉપલબ્ધિ અને ર્મયાદાને ધ્યાને લેતાં આવા રસાયણનો ઉપયોગ શકય નથી.આવી માવજત બિનઆર્થિક છે.જમીનજન્ય રોગો સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતોનો વિકાસ કરવો એ એક ધીમી પ્રક્યિા છે અને વિવિધ ખેત હવામાન વિસ્તારની જમીનોમાં તે જાત પ્રતિકારક રહેશે નહી તે નકકી કહી શકાય તેમ નથી

                આમ ઉપરોકત મર્યાદાઓનો વિચાર કરતાં ખેતીમાં એવી વ્યવસ્થાકીય વ્યૂહરચના આપનાવવી જોઇએ કે જેના કારણે જમીનમાં રોગકારકોના ચેપનો ફેલાવો ઓછો થાય.તેના ઇનાકયુલમની ઘનતા ઘટે, ઇનાકયુલમની ક્ષમતા ઘટે, યજમાનની હાજરી ઘટે,યજમાનની સંવેદનશીલતા ઘટે વગેરે.જમીનમાંનું જૈવિક અને અજૈવિક વાતાવરણ જમીનજન્ય રોગો અને તેના વાહકો વચ્ચે પ્રતિક્રિયામાં ભાગ ભજવતું હોઇ જમીનજન્ય રોગોની નિયંત્રણ વ્યવસ્થા કરવી શકય છે.સામાન્ય રીતે હાલ જૈવિક નિયત્રંણનો ઉપયોેગ થાય છે.જમીનમાંના વાતાવરણમાં ફેરફાર કરવો એ જૈવિક નિયંત્રણની એક રીત છે. કહોવાયેલ સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરી જમીનની સુધારણા કરવી કે જેથી તેમાં રહેલ રોગકારકોના જીવનચક્રને અસર થતાં પાક ઉપર હૂમલો ન કરવા પામે.આ પદ્ધતિ એક કરતાં વધુ રોગકારકોના ઉપદ્રવને દબાવી દે છે,લાંબા સમય સુધી અસર કરે છે અને ઓછી ખર્ચાળ છે તેમજ રસાયણોની જેમ નુકસાનકારક અસરો કરતી નથી,જમીનની ફળદ્વપતામાં અને છોડમાં પોષકતત્વોના શોષણમાં સુધારો કરે છે.

ઓર્ગેનિક સુધારકો :

                હજારો વર્ષોથી ઓર્ગેનિક સુધારકોનો ઉપયોગ જમીનની ગુણવત્તા,જમીનની ફળદ્ધપતા અને રોગ નિયંત્રણ માટે થાય છે. ગ્રીક અને રોમના લોકો પ્રાણીજ  ખાતર અને માનવમળને જમીનમાં ઉમેરતા હતા.તે સમયે તેઓ જાણતા હતા કે કઠોળ પાક લીધા બાદ ઘઉંનો પાક લેવાથી ફાયદો થાય છે. કમ્પોસ્ટ,દરિયાઇ કોચલાં,શાકભાજીનો કચરો, છાણિયુ ખાતર અને અન્ય કચરાનો ઉપયોગ પાકનો વિકાસ, જમીનની ફળદ્વપતા જાળવવા અને રોગ નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવતોે હતો. પ્રવર્તમાન સમયે જમીનના ઓર્ગેનિક સુધારકો તરીકે કમ્પોસ્ટ,પશુઓના મળ-મૂત્ર,છાણીયુ ખાતર,લાકડાની ચિપ્સ, ઘઉં/ડાંગરનું પરાળ,સુએઝ સ્લજ,લાકડાનો વહેર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.

ઓર્ગેનિક સુધારકોનું વર્ગીકરણ :

() કમ્પોસ્ટ :

        સેન્દ્રિય કચરાને કહોવડાવીને જમીન સુધારક એવું કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે.કમ્પોસ્ટનો ઉપયોગ એ ખેતી માટે અને કચરાને પુનઃચક્રિત કરવાની એક સારી વ્યવસ્થાકીય પદ્ધતિ છે.

() પ્રાણીજ ખાતર :

        પ્રાણીઓના મળ-મૂત્રનો ઉપયોગ કરી કમ્પોસ્ટ તૈયાર કરી શકાય છે.તેમાં ગાય-ભેંસના તબેલાઓ તથા મરઘાં,ટર્કી વગેરે પશુ-પક્ષીઓના મળ-મૂત્ર મેળવી જમીનમાં ખાતર તરીકે ઉમેરવામાં આવે છે.આવું પ્રાણીજ ખાતર પાકને પોષક તત્વો પુરાં પાડે છે એટલું જ નહી જમીનમાં સેન્દ્રિય તત્વો ઉમેરી જમીનની ફળદ્વપતામાં સુધારો કરે છે.

() મ્યુનિસિપલ ઘન કચરો :

        શહેરી ઘન કચરાને થોડી માવજાત આપી તેમાંની ગંધ દૂર કરી અને રોગ-જીવાતનો ફેલાવો અટકાવી સેન્દ્રિય તત્વો ધરાવતો ઘન કચરો (સ્લજ અથવા બાયોવેસ્ટ) તૈયાર કરી જમીનમાં ઉમેરવામાં આવે છે.

() લીલો પડવાશ અને આંતરપાક :

        ઘાસચારા કે પાકની ચોક્કસ જાતોને ઉગાડી તેને ફૂલો આવતાં પહેલાં જમીનમાં દબાવી દેવાથી લીલો પડવાશ થતાં જમીનની ભૌતિક અને રાસાયણિક ફળદ્રુપતામાં સુધારો થાય છે.ટુંકા ગાળાના પાકો આંતરપાક તરીકે લેવામાં આવે છે જે જમીનનું સંરક્ષણ કરે છે,મુખ્ય પાક માટે જમીન તૈયાર કરવા માટે સમય આપે છે,પશુઓને ચારો પૂરો પાડે છે, ધાન્યપાકો તેની કાપણી બાદ જમીનને ઘાસ/પરાળથી આવરી લે છે જ્યારે સોયાબીન, ચોળા,કલોવર વગેરે કઠોળપાકો તેના મૂળ ઉપરની ગંડિકાઓમાં રહેલ જીવાણુઓ ધ્વારા હવામાંના નાઇટ્રોજનને શોષી જમા કરે છે.

(૫) ઉત્પાદન પ્રક્યિા દ્વારા મળતો કચરો :

        બીજ,શીંગડા,ખરી,પીછાં,ચામડાં,શેરડી,બાયોચાર,દારૂની ભઠ્ઠીઓ,પેપર મિલ વગેરે ઉદ્યોગોની પક્ર્યિાઓ દરમ્યાન પેદા થતી સેન્દ્રિય અડપેદાશ/કચરાનો ઉપયોગ જમીન સુધારકો તરીકે કરી શકાય છે.

જમીન સુધારકોનો ઉપયોગ :

        પાકના અવશેષો જમીનમાં કહોવાઇને જમીનમાંના સૂક્ષ્મજીવોની  પ્રવૃત્તિઓને ઉત્તેજન પૂરૂ પાડે છે.સૂક્ષ્મજીવોની આ પ્રવૃત્તિ બે રીતે અસર કરે છે.તે જમીનમાં વિવિધ સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે અને રોગકારકોનો વિરોધ કરે છે.આમ જમીનની બફર શકિતમાં વધારો કરે છે જે રોગ આવતા અટકાવવામાં મદદ કરે છે.

                જમીન સુધારકો મૂળ કે મૂળના વિસ્તારમાં કાર્યરત રોગકારકને સીધી અસર કરે છે તથા તેના યજમાનની ગેરહાજરીમાં પણ રોગકારકને સીધી અસર જયારે યજમાન મારફતે રોેગ પેદા કરવા ઉપર આડકતરી અસર કરે છે.

        આવા સુધારકોના ઉપયોગથી પાકના મૂળ સેન્દ્રિય પદાર્થોને સહેલાઇથી પ્રાપ્ત કરી શકે છે,રોગકારકોના યજમાનની દેહધાર્મિક ક્રિયામાં ફેરફાર કરે છે,ઇનોકયુલમની ઘનતામાં ઘટાડો કરી રોગની તીવ્રતા અટકાવે છે,ઇનોકયુલમની ક્ષમતામાં ઘટાડો કરે છે,અને યજમાનની હાજરીમાં ઘટાડો કરે છે અને યજમાન સામેની પ્રતિકારકતામાં વધારો કરે છે.રોગકારકની ઇનોકયુલમ ઘનતા હોવા છતાં રોગને આવતો દબાવી દે છે.

રોગને દબાવવા માટેની પદ્ધતિ :

        જમીન સુધારકો સીધી જ મૂળની વૃદ્ધિ સંબંધિત જમીનની  ભૌતિક સ્થિતિને અસર કરે છે અને તે રીતે પોષકતત્વોના શોષણમાં અને છોડના જૂસ્સામાં વૃધ્ધિ કરી રોગકારકોના યજમાનમાં ઘટાડો કરી ઉત્પાદનમાં વધારો કરે છે.

() ફુગથી મૂળમાં થતા રોગો :

        રજકાના અવશેષોનું જમીનમાં કહોવાણ થતા ઉત્પન્ન થતા કેટલાક ઉડ્ડયનશીલ પદાર્થોને કારણે જમીનમાંના સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય છે જે મૂળમાં થતા ફુગના રોગોને અટકાવે છે.આવા ઉડ્ડયનશીલ પદાર્થોમાં એસીટાલ્ડીહાઇડ અને મીથેનોલ મુખ્ય છે જે ફુગ અને જીવાણુઓને ઉત્તેજીત કરે છે.તે જીવાણુઓ અને એકટીનોમાયસીટસમાં વધારો કરે છે.તે વર્ટીસિલિયમ ડાહલી (Verticillium dahliae) નામની ફુગને દૂર રાખે છે અને અવશેષોના કહોવાણમાં વધારો કરી માઇક્રોસ્કેલરોટીયાના વાનસ્પતિક વિકાસમાં વધારો કરે છે.આમ હરીફાઇને કારણે ફુગની વસ્તીમાં ઘટાડો અને સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓમાં વધારો થાય છે.અવશેષોનું કોહવાણ સ્કલેરોટીયમ રોલ્ફસી (Sclerotiaum rolfsii) ના સ્કેલેરોટીયા સ્કુરણને ઉત્તેજે છે.

       આલ્ફાલ્ફા મીલ અને જવનું પરાળ જમીનમાં કહોવાતાં જીવાણુઓ અને એકટીનોમાયસીટસને લીધે ફુગ ઉપર તેની વિરોધી અસર થતાં કપાસના મૂળનો કહોવારો (કે જે મેક્રોફેમિના ફાસીઓલી (Macrophmina phaseoli) થી થતો)ઘટાડે છે.ક્રુસીફેરસ છોડ (બ્રોકોલી,કોલીફલાવર,કોબી વગેરે) કહોવાતાં મીથનેથીઓલ,ડાયમીથાઇલ ડાયસલ્ફાઇડ જેવા ઉડ્ડયનશીલ પદાર્થો એફીનોમાયસીસ યુટેઇચીસ (Aphenomyces euteiches) માટે ઝેરી હોઇ તુવેરના મૂળના કહોવારામાં ફુગના તાંતણાની વૃદ્ધિ અને બીજાણુઓ બનતા અટકાવે છે,મૃત્યુદર અને સ્કુરણ અટકાવે છે.રજકાનું કહોવાણ થતાં પેદા થતો એમોનિયા એવાકડાના મૂળનો કહોવારો (કે જે ફાયટોપ્થોરા સાઇનેમોમી (Phytophthora cinnamomi) ફૂગથી થતો) અટકાવે છે.એમોનિયા બીજાણુઓનું સ્કુરણ અટકાવે છે અને ફુગના તાંતણાઓને મારી નાખે છે.ઘણા પાકોની  પકવ આડપેદાશો  કઠોળના મૂળનો કહોવારો (F.solani. sp. phaseoli થી થતો) ઘટાડે છે.કેટલાક ઓછો કાર્બન/નાઇટ્રોજન ધરાવતાં પાકના અવશેષોનું કહોવાણ થતાં પેદા થતા અસ્થિર પદાર્થો રાઇઝોકટોનિયા સોલાની (Rhizoctonia solani) ફુગ માટે ઝેરી નીવડે છે અને જમીનમાં તેના અસ્તિત્વમાં ઘટાડો કરે છે.

() ગંઠવા કૃમિ :

            ચોક્કસ યજમાન ઉપર મેલાઇડોજીન (Meloidogyne) ની ઇયળ જમીનમાં તેને જોઇતો યજમાન ન મળે તો થાકથી નબળી પડી છેવટે ભૂખમરાથી મરણ પામે છે.કૃમિના પરજીવીઓ અને પરભક્ષીઓ જમીનમાં ત્રણ જાતની અસરો પેદા કરે છે.

(૧)        કહોવાણ દ્વારા પેદા થતા કેટલાક પદાર્થો ઇંડા સેવનને ઉત્તેજે છે અને ઇયળ ગતિશીલ થાય છે.આવી ગતિશીલ ઇયળ થાકી જઇને  ચેપ પેદા કરવા માટે સક્ષમ હોતી નથી.

(૨)        કહોવાણ દ્વારા પેદા થતા કેટલાક પદાર્થો ઇંડાના સેવનમાં ઘટાડો કરે છે એટલે ઘણી ઓછી ઇયળો પેદા થતાં ચેપનું પ્રમાણ ઘટે છે.

(૩)        કેટલાક પદાર્થો ઊંચી સાંદ્ગના ધરાવતા હોઇ તેનાથી ઇયળોનુ મૂત્યુ થતાં ચેપ ઘટે છે.

સારાંશઃ

       જમીન સુધારકોના અત્રે કેટલાક ઉદાહરણ આપેલ છે કે જેના દ્વારા જમીનજન્ય રોગકારકોના નિયંત્રણની વ્યવસ્થા કરી શકાય છે જેમ કે ક્રુસિફર્સના લીલા પડવાશ દ્વારા તુવેરના મૂળનો સડો,અલ્ફાલ્ફા મીલ દ્વારા એવાકડાના મૂળના સડો, શેરડીની બગાસી દ્વારા કેળનો, ખોળ દ્વારા ધાણાનો સૂકારો,ઓટનું પરાળ,મકાઇ ડોડા,રજકાના ઘાસ દ્વારા કઠોળપાકના મૂળનો સડો,તુવેરના લીલા પડવાશ ધ્વારા કપાસના મૂળનો સડો,લીમડાનો ખોળ,છાણિયુ ખાતર,જવનું પરાળ અને રજકા દ્વારા ચોળા અને કપાસના મૂળનો સડો લાકડાનો વહેર,ખોળ,ઘઉંના પરાળ દ્વારા બટાટાના કાળાં ચાઠાં,સોયાબીનના લીલા પડવાશ દ્વારા બટાટાના ચાઠાં,જવના પરાળ દ્વારા બટાટાનો સૂકારો,ખોળ,લાકડાનો વહેર,લીલાં પાંદડા દ્વારા મૂળમાં ગાંઠો, ક્રુસીફેરસનો લીલો પડવાશ,રાઇના તેલ દ્વારા ધાન્ય પાકોમાં કવચ કૃમિ અને છાણીયા ખાતર ધ્વારા બટાટામાં કવચ કૃમિ વગેરેનું નિયંત્રણ કરી શકાય છે.


સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,ફેબ્રુઆરી-૨૦૨૦


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *