સફરજનના પ્રોસેસિંગ દરમ્યાન મળતીઆડપેદાશનો ઉપયોગ (Use of by-products of apple processing)

                સફરજન એ કેળ, ઓરેન્જ અને દ્રાક્ષ બાદ વિશ્વમાં મોટાપાયે થતા ફળોના ઉત્પાદનમાં ચોથા નંબરે થતું ફળ છે. ચીન વિશ્વમાં સફરજનનું વધુ ઉત્પાદન કરતો દેશ છે. તાજેતરમાં ભારત સફરજન ઉત્પાદન કરતા દેશોમાં નવમાં નંબરે છે અને સફરજનના કુલ ઉત્પાદનમાં ત્રીજા ભાગનું ઉત્પાદન પેદા કરે છે. સફરજનના ૭૧ ટકા ઉત્પાદનનો તાજા ફળો તરીકે આહારમાં ઉપયોગ થાય છે જ્યારે ૨૦ ટકાનું પ્રોસેસિંગ થાય છે જે પૈકી અંદાજે ૬૫ ટકા સફરજનનો એપલ જ્યુસ કોડસન્ટ્રેટ બનાવવામાં આવે છે. સફરજનમાંથી સિડાર, વાઈન, પ્યુરી અને જામ, તૈયાર જ્યુસ, વેટમાઉથ (દરેક જાતનો ખુશ્બુયુક્ત સ્વાદિષ્ટ દારૂ) અને સફરજનને સૂકવીને વિવિધ પ્રોડક્ટસ બનાવવામાં આવે છે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પૂર્વ હિમાલય વિસ્તાર ધરાવતા રાજ્યો અને ઉતરાખંડ વગેરે માટે સફરજનનું ઉત્પાદન એ ગ્રામ્ય અર્થકરણની કરોડરજ્જુ છે સમગ્ર ભારત દેશમાંથી થતાં સફરજન ઉત્પાદનના ૭૭.૭૧ ટકા ઉતપ્દાન એકલા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી મળે છે. મોટા ભાગનું ઉત્પાદન ફળો તરીકે આહારમાં વપરાય છે જ્યારે ફક્ત થોડા જ ભાગનો ઉપયોગ મૂલ્ય વર્ધિત બનાવટો (દા.ત. કોડસન્ટ્રેટ) તૈયાર કરવા માટે થાય છે એ અને બી ગ્રેડના સફરજનનો મૂલ્ય વર્ધન માટે પ્રોસેસિંગ એકમમાં મોકલવામાં આવે છે. સફરજનની ગુણવત્તા અને જાત ઉપર બજાર કિંમત હોય છે એ અને બી ગ્રેડના સફરજન લાકડાની પેટી અથવા કાર્ટનમાં પેક કરી વેચવામાં આવે છે સામાન્ય રીતે એ ગ્રેડના સફરજન ઓફ સીઝન માટે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહવામાં આવે છે જ્યારે બી ગ્રેડના સફરજનને સીધા બજારમાં અને સી ગ્રેડના સફરજનને પ્રોસેસિંગ એકમમાં મોકલવામાં આવે છે. ભારતમાં કાપણી બાદ થતી કુલ સફરજનની ઘટ ૧૨.૨૬ ટકા + ૧.૦૫ ટકા થાય છે. અન્ય વિકસિત દેશોની સરખામણીએ આ ઘટ વધારે છે. અને બજાર કિંમત પણ ઘણી ઓછી મળે છે દા.ત. એક કિલો સફરજના રૂા. ૧૦ થી ૨૫. આ જોતા કાપણી પછી થતી ઘટ ઓછી થવા પામે અને વિવિધ પ્રોસેસિંગ તાંત્રિકતાઓ અપનાવી તેનું બજાર મૂલ્ય વધુ મળે તે જરૂરી છે.

                સફરજનના પ્રોસેસિંગની પ્રક્રિયામાં ૭૫ ટકા સફરજનનો કોન્સન્ટ્રેટ બનાવવા માટે ઉપયોગ થાય છે જ્યારે ૨૫ ટકા પોમેસ તરીકે છોડી દેવામાં આવે છે. પોમેસ એ ઊંચા પ્રમાણમાં આથવણની ક્ષમતા, મોટી માત્રામાં પાણી અને ભીનાશ ધરાવે છે. તે ઊંચા પ્રમાણમાં એટલે કે એક કિલોગ્રામ દીઠ ૨૫૦ થી ૩૦૦ ગ્રામ જેટલો કેમિકલ ઓક્સીજન ડીમાન્ડ (સીઓડી) ધરાવે છે જે સજીવો ધ્વારા જલ્દીથી વિઘટન પામવાની ક્ષમતા ધરાવે છે. તેનો સલામત રીતે નિકાલ કરવામાં આવે તો પ્રદૂષણમાં ઘટાડો થાય છે જે માટે પ્રોસેસિંગ વિસ્તારની આજુબાજુ વધારાના મજૂરો રોકી અને તાંત્રિકતા અપનાવી વધારાનો ખર્ચ કરવો પડે છે. આ જોતા સફરજન અને તેના પ્રોસસને સામાજીક લાભના હેતુથી ઓછામાં ઓછું પર્યાવરણને નુકસાન થાય તે રીતે તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો હિતાવહ છે.

સફરજનનું પ્રોસેસિંગ :

                પ્રોસેસિંગ એ એક એવુ કાર્ય છે કે જેમાં સફરજનનો કુદરતી આકાર, કદ, રંગ, સુગંધ અને રાસાયણિક ગુણોને ધ્યાને લઈ તેમાં ફેરફાર કરી મૂલ્ય વર્ધક બનાવટ તૈયાર કરવામાં આવે છે કે જેની ગુણવત્તા સારી હોય અને સારી રીતે સંગ્રહ કરી જ્યારે જરૂર હોય ત્યારે તે બનાવટનો ઉપયોગ થઈ શકે. સફરજનનું પ્રોસેસિંગ બજારની માંગ મુજબ કરવામાં આવે ચે સફરજનની રેડ ડેલિસિયસ, રોયલ ડેલિસિયસ અને ગાલા સીરીઝની જાતોનો ઉપયોગ જ્યુસ ઉત્પાદન માટે જ્યારે ગ્રેની સ્મિથ જાતનો ઉપયોગ જામ ઉત્પાદન માટે કરવામાં આવે છે

(૧) પ્રાથમિક પ્રોસેસિંગ :

                તેમાં સફરજનની સફાઈ, ગ્રેડિંગ, વર્ગીકરણ અને વોશિંગ વગેરેનો સમાવેશ થાય છે.

(ક) પ્રી-કૂલિંગ : વાહનવ્યવહાર ધ્વારા ફળોને બગાર મોકલવા માટે ઠંડી અને હવાની અવરજવરવાળી જગ્યાએ ગરમી દૂર કરવા માટે રાખ્યા બાદ પેક કરી મોકલવામાં આવે છે. ફળની સપાટી પરના ભેજને દૂર કરી ગ્રેડીંગ, રેપિંગ અથવા પેકિંગ કર્યા બાદ કાર્ટનમાં મૂકવામાં આવે છે.

(ખ) વોશિંગ : સફરજન ઉપર રહેલ અનિચ્છિત ધૂળ, કચરો, આવશેષો અને જીવાણુઓને દૂર કરવા માટે ફળોને ધોવામાં આવે છે જેથી પ્રોસેસિંગ પહેલા ચેપ લાગતો નિવારી શકાય.

(ગ) કોલ્ડ સ્ટોરેજ : અન્ય ફળોની સરખામણીએ સફરજનનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. તેને કાપણી બાદ ૪ થી ૮ માસ સુધી સંગ્રહી શકાય છે. આ માટે કોલ્ડ સ્ટોરજમાં ૧.૧ થી શૂન્ય ડીગ્રી ઉષ્ણતામાન અને સંબંધિત ભેજનું પ્રમાણ ૮૫ થી ૯૦ ટકા રાખવામાં આવે છે.

(ઘ) ગ્રેડિંગ : સફરજનનું ગ્રેડિંગ તેના કદ, દેખાવ અથવા ગુણવત્તાને આધારે કરવામાં આવે છે સફરજનના ફળને રંગ, આકાર, ગુણવત્તા અને દેખાવને ધ્યાને લઈ તેનું ત્રણ કે તેથી વધુ ગ્રેડમાં વિભાજન કરવામાં આવે છે. સફરજનને AAA, AA અને A, B, C અથવા એકસ્ટ્રા ફેન્સી, ફેન્સી ક્લાસ-૧ અને ફેન્સી ક્લાસ-૨ એમ ગ્રેડ આપવામાં આવે છે.

() દ્રિતિય પ્રોસેસિંગ :

                તેમાં સફરજનનું પેકિંગ, વેક્સિંગ, પલ્પિંગ અને જ્યુસ (રસ) નિષ્કર્ષણનો સમાવેશ થાય છે.

() વેક્સિંગ : મીણનો સ્પ્રે લગાવી, મીણમાં બોળી, બ્રશથી મીણ લગાવી કે ફોલિંગ ધ્વારા મીણનો સફરજનના ફળોની સપાટી ઉપર મીણનું પડ લગાવવામાં આવે છે. તેનાથી વજનમાં થતો ઘટાડો અટકાવી શકાય છે, ફળોને તાજા રાખી શકાય છે અને ફળોને ચળકાટ ધ્વારા આકર્ષક બનાવી શકાય છે.

() પેકેજિંગ : સફરજનના ફળોનું પેકિંગ અંદાજે ૧૦ થી ૨૦ કિ.ગ્રા. ફળો સમાય તેવી લાકડાના બોક્ષમાં કરવામાં આવે છે. પેકિંગ મટીરીયલ તરીકે કોરૂગેટેડ ફાયબર બોક્ષનો પણ ઉપયોગ કરવામાં આવે છે તેનાથી પરિવહન દરમ્યાન ફળોમાં પડતા સ્ક્રેચ કચર કે આકારમાં થતો ફેરફાર અટકાવી શકાય છે તેમજ ભેજમાં થતો ઘટાડો અટકાવે છે.

() તૃતિય પ્રોસેસિંગ :

                તેમાં સફરજનમાંથી સહેલાઈથી ખાઈ શકાય તેવી બનાવટો જેવી કે જામ, જેલી, સોસ, બટર વગેરે બનાવવામાં આવે છે.

() જામ : સફરજનના માવાને ઉકાળી તેમાં પુરતા માત્રામાં મોરસ, એસિંડ અને પ્રેકટીન ઉમેરી ઘટ બનાવી જામ તૈયાર કરવામાં આવે છે. તેની બનાવટમાં ૪૫ ટકા ફળનો માવો અને ૫૫ ટકા મોરસ વાપરવામાં આવે છે.

() જેલી : જેલી એ સેમી સોલિડ પ્રોડક્ટ છે. પેકટીન ધરાવતા ફળના નિષ્કર્ષણને ઉકાળી તેમાં જરૂરી મોરસ અને એસિંડ નાખી જેલી બનાવાય છે. સફરજનની જેલી પારદર્શક હોય છે અને સફરજનની સુગંધ ધરાવે છે અને રંગે આકર્ષક હોય છે.

() જ્યુસ : સફરજનના ફળોને પ્રેસ કરી ફળનો રસ મેળવવામાં આવે છે ત્યારબાદ તેમાંથી સ્ટાર્ચ અને પેકટીન દૂર કરી પાશ્ચુરાઈઝેશન ધ્વારા શુદ્ધ એપલ જ્યુસ મેળવવામાં આવે છે. ત્યારબાદ તેનું પ્લાસ્ટિક કાચ કે મેટલ કન્ટેઈનરમાં પેકિંગ કરવામાં આવે છે.

સફરજનના પ્રોસેસિંગ દરમ્યાન મળતી આડપેદાશો એપલ પોમેસેનો વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ :

                સફરજનનો જ્યુસ બનાવવા માટે તેના પ્રોસેસિંગ દરમ્યાન આડપેદાશ તરીકે જે બગાડ કે કચરો પેદા થાય છે તેને એપલ પોમેસ કહે છે જેનો નિકાલ કરવાથી પર્યાવરણીય સમસ્યા પેદા થાય છે. આ બગાડને કિંમતી સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકાય છે. સંશોધકો માટે તેનો ઉપયોગ કરવાની તકો ઝડપથી એ એક પડકાર છે. એપલ પોમેસ એ પેકટીનથી સમૃદ્ધ છે. ઉપરાંત તેમાં કાર્બોહાઈડ્રેટસ, પાચ્ય રેસા, ખનીજો અને વિટામીન સી જેવા પોષકતત્વો રહેલા છે. તેનો બળતણ તરીકે અને પ્રાણીઓ તથા મત્સ્યના ખોરાક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તેના વિવિધ ઉપયોગની માહિતી અત્રે દર્શાવેલ છે.

() ફળવાડીમાં મલ્ચ તરીકે :

                ખાસ કરીને ફળવાડીઓમાં અંશતઃ સૂકવેલ પોમેસનો ઉપયોગ મલ્ચ તરીકે કરી શકાય છે. તેનાથી નીંદણનો ઉપદ્રવ ઘટે છે. જેથી નીંદણનાશક દવાઓનો ઉપયોગ ઘણો ઓછો થાય છે અને કાપણી સમયે ફળો નીચે પડે તો તેને નુકસાન થતુ નથી, ફળઝાડનો વિકાસ સારો થાય છે. દર વર્ષે ૫  સે.મી નો મલ્ચનું આવરણ કરવાની ભલામણ થયેલ છે.

() ઘાસચારાના બિયારણના અંકુરણમાં સુધારો કરવો :

                પોમેસમાં ઘાસચારાના બિયારણનું સહેલાઈથી અંકુરણ કરી શકાય તેવી ક્ષમતા રહેલી છે બજારમાં મળતી પ્રોડકટની સરખામણી કરતાં પોમેસનો મલ્ચ તરીકે ઉપયોગ કરી ઘાસચારા અને લીંબુવર્ગના ફળોના બિયારણનું અંકુરણ સારી રીતે કરી શકાય છે. આથી રસ્તાની આજુબાજુના વિસ્તારોમાં ઘાસચારાના બિયારણ ઉગાડવા માટેના એક માધ્યમ તરીકે પોમેસના બજારની માંગ થવા સંભવ છે.

() બાયો ઈનોક્યુલેન્ટસ તરીકે :

                ભારતની ખેતીમાં જૈવિક ખાતરોનો વપરાશનું મહત્ત્વ વધતો જાય છે. તે જોતા પોમેસનો ઉપયોગ ટ્રાયકોમાં પેનીસિલિયમ અને રાઈઝોપસ ના ઉત્પાદન માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ રોગકર્તા સજીવના નિયંત્રણ માટે બાયો ઈનોક્યુલેન્ટસ તરીકે કેટલીક જંતુનાશકોના અદ્યાપતન માટે અને આથવણ ધ્વારા ખાદ્યસમાગ્રીના ઉત્પાદન માટે કરી શકાય છે.

() પોમેસ અને લાકડાના વેરનો ઉપયોગ કરી શિટાકે અને ઓઈસ્ટર મશરૂમનું ઉત્પાદન કરવું :

                સફરજન ઉગાડતા વિસ્તારોમાં તેના કચરા કે આડપેદાશનો નિકાલ કરવાનો પ્રશ્ન છે તેથી પોમેસનો ઉપયોગ કરી શીટાકે અને ઓઈસર મશરૂમ ઉગાડી શકાય છે. પોમેસ અને લાકડાના વેરને મિશ્ર કરી તેના પર મશરૂમ સારી રીતે ઉડાગી શકાય છે. જે એકલા લાકડાના વેર કરતા સહેજ વધુ નાઈટ્રોજનનુ સ્તર ધરાવે છે. તે કાર્બન અને નાઈટ્રોજનનું સ્તર જાળવી ઈચ્છિત પરિસ્થિતિ મશરૂમના ઉછેર માટે પુરી પાડે છે.

() પશુ આહાર તરીકે :

                તાજુ કે સૂકવેલ પોમેસ ગાય, ભેંસ, ઘેટાં વગેરે પશુઓને આહાર તરીકે આપી શકાય છે.

() ઈથેનોલના ઉત્પાદન માટે :

                બે પ્રકારે જૈવિક અથવણની ક્રિયા ધ્વારા પ્રોમેસમાંથી ઊર્જાની પુનઃપ્રાપ્તિ થઈ શકે છે. ઈથેનોલ આલ્કોહોલનું ઉત્પાદન અને અવાતજીવી પાચન ધ્વારા બાયોગેસ ઉત્પન્ન થાય છે. સોલિડ સ્ટેટ આથવણની પ્રક્રિયા ધ્વારા એક કિલો ભીનાશવાળા પોમેસમાંથી ૩૦ થી ૪૦ ગ્રામ ઈથેનોલનું ઉત્પાદન થઈ શકે છે કે જે ૨.૮ કે જે/કિ.ગ્રા./કલાક ગરમી પેદા કરે છે. તેનો બળતલ તરીકે ઉપયોગ ઉપરાંત પેદા કરે છે. તેનો બળતણ તરીકે ઉપરાંત કુદરતી બનાવટોમાં સુગંધ માટે, ખાદ્ય સૌદર્ય સાધનો અને ઔદ્યો ઉદ્યોગમાં ઉપયોગ થઈ શકે છે.

() કુદરતી ગેસ :

                પોમેસનું અવાતજીવ પાચન કરતાં તેમાં રહેલ અંદાજે ૮૦ ટકા સેન્દ્રિય પદાર્થોનું કુદરતી ગેસમાં રૂપાંતર થાય છે. આ ગેસનો ઉપયોગ પ્રાથમિક રીતે ગરમી આપવાની પ્રક્રિયાઓ જેવી કે ખોરાકની સૂકવણી કરવા માટે થાય છે.

() સાઈટ્રિક એસિડ :

                સાઈટ્રિક એસિડ એ ઓર્ગેનિક કાર્બોઝાયલિક એસિડ છે જે લીંબુ વર્ગના ફળોમાં નિષ્કર્ષણ ધ્વારા મેળવી તેમાં કેલ્શિયમ ઓકસાઈડ (બાઈમ) ઉમેરી કેલ્શિયમ સાઈટ્રેડ બનાવાય છે. આ એક મહત્વનો કાર્બનિક એસિડ છે કે જેનો ઉપયોગ દવાઓ, ફ્લવરંગ, એકસ્ટ્રેક્સ, આહાર, પીણાં, કેન્ડી તેમજ શાહી અને રંગની બનાવવામાં થાય છે. એસિડ સ્ટેટ ફરમેન્ટેશન વડે પોમેસમાંથી સાઈટ્રિક એસિડનું ઉત્પાદન શક્ય છે. એસ્પરજીલસ નાઈજર મોલ્ડનો ઉપયોગ કરી સાઈટ્રિક એસિડનું સૂક્ષ્મજીવ વડે ઉત્પાદન ધ્વારા એપલ પોમેસ સુગરમાં રૂપાંતર કરી શકાય છે.

() જળ શુધ્ધિકરણ માટે ચારકોલ :

                એપલ પોમેસ ડ્રાઈગ, હીટિંગ, ગાઈન્ડિંગ અને મોલ્ડીંગ જેવી ક્રિયાઓ કરી તેનું ચારકોલ બ્રાકેટમાં રૂપાંતર કરી શકાય છે. ખાસ કરીને વધુ અશુદ્ધિ ધરાવતા પાણીનું શુધ્ધિકરણ કરવા માટે આ ચારકોલનો ઉપયોગ કરી શકાય છે.

સફરજનની લાભદાયક બનાવટો :

                સફરજનમાંથી જામ, જેલી, સિડાર, જ્યુસ, સૂકી ચિપ્સ, કેન્ડ એપલ, આલ્કોહોલિક પીણાં વગેરે મૂલ્ય વર્ધિત બનાવટો બનાવવાની વિશાળ તકો રહેલી છે કે જેની બજારમાં ઊંચી કિંમત મળી શકે છે. સફરજનના જ્યુસની બજારમાં મોટી માંગ છે ને તેની કિંમત પણ સારી મળે છે. સફરજનના ગમે તે કદના વધારાના ફળોમાંથી જ્યુસ બનાવી તેનો  સંગ્રહ કરી ભવિષ્યમાં વેચાણ કરી શકાય છે. શુદ્ધ જ્યુસ અને મોરસયુક્ત જ્યુસ બંનેની બજારમાં માંગ છે. એક કિલોગ્રામ સી ગ્રેડના સફરજનની કિંમત રૂા. ૧૦ થી ૨૫ જેટલી મળે છે જ્યારે પ્રોસેસ કરેલ સફરજનના ૨૫૦ ગ્રામ જામની કિંમત રૂા. ૮૭ થી ૧૫૦ ની વચ્ચે મળે છે. જામ ઉદ્યોગમાં સામાન્ય રીતે ખર્ચ આવકનો ગુણોત્તર ૧.૫ થી ૨.૦ જેટલો જોવા મળે છે. એક સફરજનના ઝાડ પાછળ ૪૨૦૦  જેટલો ખર્ચ થાય છે જે ૧૦ વર્ષ સુધી ફળો આપવાની ક્ષમતા ધરાવે છે. સફરજનનું ઝાડ ૫,૬,૭,૮,૯ અને ૧૦ માં વર્ષે અનકર્મે ૧૮, ૨૫, ૩૫, ૪૦, ૫૦ અને ૮૦ કિ.ગ્રા. ફળોનું ઉત્પાદન આપે છે કે જેમાં એ,બી અને સી ગ્રેડના ફળોનો સમાવેશ થાય છે જમ્મુ અને કાશ્મીરમાં એ,બી અને સી ગ્રેડના પ્રતિ કિલોગ્રામ ફળોની સરેરાશ બજાર કિંમત અનુક્રમે રૂા. ૪૦ થી ૭૦, રૂા. ૨૫ થી ૪૪ અને ૪.૧૫ થી ૨૫ જેટલી ઉપજે છે. સમશીતોષણ અને ઉષ્ણ કટીબંધના વિસ્તારોમાં સફરજનનું અન્ય રાજ્યોમાં મોકલના માટે થતો વાહચૂક ખર્ચ અને મજૂરી મુજબ સફરજનની બજાર કિંમત નક્કી થતી હોય છે.

સારાંશ :

                સફરજનની ખેતીમાં તેના ફળો અને મૂલ્ય વર્ધિત બનાવવા માટેની વિશાળ ક્ષમતા અને તકો રહેલા છે જે ધ્વારા કાપણી પછી થતી ઘટમાં ઘટાડો કરી શકાશે તેમજ આર્થિક રીતે થતુ નુકસાન અટકાવી શકાશે. સફરજનની ખેતી કરતા ખેડૂતો ઈચ્છિત લાભો મેળવી શકતા નથી તેથી કાપણી પછી થતી ઘટ અટકાવવા અને ધોરણ વધારવા માટે સફરજનની મૂલ્ય વર્ધિત બનાવટો જોઈએ. તેના પ્રોસેસિંગમાં મળતી આડપેદાશ પોમેસનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરી ખેડૂતો વધારાની આવક પણ ઉભી કરી શકે છે તેમજ સ્થાનિક લોકોને રોજગારી આપી શકાય છે જેથી અર્થકરણને વેગ મળી શકે છે. ઉદ્યોગો ધ્વારા હરીફાઇ થાય તો ખેડૂતોને સફરજનના ઊંચા ભાવ મળી શકે છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકો ધ્વારા તેની મૂલ્ય વર્ધિત બનાવટોનો પોષણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેઓના પોષણ સ્તરમાં સુધારો થઇ શકે છે. આથી આધુનિક પ્રોસેસિંગ તાંત્રિકતાઓ અપનાવી ઉદ્યોગો સ્થપાય તેવી નીતિ ઘડવી જરૂરી છે જથી ખેતીને લગતા ઉદ્યોગોનો વિકાસ થાય તો ખેડૂતો વધુ લાભો મેળવી શકે.


સંદર્ભ : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જુલાઈ – ૨૦૨૦


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *