સજીવ ખેતીની સંભાવના અને ભાવિ (Possibilities and future of organic farming)

        રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી ધનિષ્ઠ ખેતી અપનાવવામાં આવે છે. તેને પરિણામે જમીનની તંદુરસ્તી બગડી છે અને વાતાવરણમાં પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય છે. આ બાબત ધ્યાને લઈ સજીવ ખેતી જેવી તાંત્રિકતાઓ વિકાસ તેના ઉપયોગ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સજીવ ખેતી એ એક એવી પધ્ધતિ છે કે જેમાં કૃત્રિમ રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, વૃદ્ધિ નિયંત્રકો અને પૂરક આહારમાં ઉમેરણ નો ઉપયોગ કરવામાં આવતો નથી સજીવ ખેતીમાં પાક , સેન્દ્રિય ખાતરો, કઠોળ, લીલો પડવાશ, સેન્દ્રિય આડપેદાશો, જીવાત નિયંત્રણ માટેની જૈવિક પધ્ધતિઓ વગેરેનો ઉપયોગ ધ્વારા જમીનની ઉત્પાદકતાની જાળવણી, પોષકતત્વો પુરા પાડવાની ક્ષમતા વધારવી અને જીવાત, નીંદણ વગેરેનું નિયંત્રણ કરવામાં આવે છે.

સજીવ ખેતી : સજીવ ખેતીએ કુદરતી સિધ્ધાંતોને આધારિત ફક્ત કૃષિને ટકાઉ બનાવવાની એક પધ્ધતિ છે.

હેતુઓ :

(૧) ઊંચી ગુણવત્તા અને પોષણ મૂલ્ય ધરાવતા અન્નનું પુરતી માત્રામાં ઉત્પાદન કરવું.

(૨) સૂક્ષ્મજીવો, જમીન, જમીનમાં રહેલ ફુગ, વનસ્પતિ અને પ્રાણીઓ વગેરેનો ઉપયોગ કરી ખેતીમાં જૈવિક ચક્રોને પ્રોત્સાહન આપવું.

(૩) સ્થાનિક વિસ્તારોમાં પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો.

(૪) કૃષિ પધ્ધતિઓમાં જનીનિક વૈવિધતા જાળવી છોડનું સંરક્ષણ કરવું એ કુદરતી ટેવોની જાળવણી કરવી.

વ્યૂહરચના :

(૧) જમીન વ્યવસ્થા : લીલો પડવાશ, લીલાં પાદડાનું ખાતર, કમ્પોસ્ટ, વર્મિકમ્પોસ્ટ, મલ્ચિંગ, નીંદણ વ્યવસ્થા

(૨) પોક પોષણ : જૈવિક ખાતરો, પ્રવાહી સેન્દ્રિય ખાતરો

(૩) પાક સંરક્ષણ : કુદરતી દુશ્યનો, બાયોપેસ્ટીસાઈડસ, માનવ-મિત્ર, જંતુનાશકો ધ્વારા રોગ નિવારણ

(૪) પ્રોસેસિંગ : કુદરતી પરિરક્ષકો અને ખાદ્ય આવરણ

(૫) ઓર્ગેનિક સર્ટિફિકેશન : સજીવ ખેતી અંગેનું પ્રમાણપત્ર

ફાયદાઓ :

        સજીવ ખેતી વાતાવરણને બગાડતું અટકાવે છે અને ખરાબ થયેલ જમીનને ફરીથી સમૃદ્ધ બનાવે છે સેન્દ્રિય ખાતરો જમીનમાં આદર્શ સ્થિતિ પેદા કરે છે. જેથી ઉત્પાદન ઊંચુ મળે છે અને પાકની ગુણવત્તામાં સુધારો થાય છે. જમીનની રાસાયણિક ગુણોમાં સુધારો થાય છે જેમ કે જમીનમાં પોષકતત્વોનો પૂરવઠો વધે છે અને સંરક્ષણ થાય છે અને અનુકુળ રાસાયણિક પ્રતિક્રિયાઓમાં વધારો કરે છે.

સજીવ ખેતીના ઘટકો :

(૧)     લીલો પડવાશ : લીલો પડવાશ આપતા પાકોના જમીનને ઢાંકતા પાકો પણ કહે છે જે જમીનમાં પોષકતત્વોમાં સુધારો કરે છે. સેન્દ્રિય પદાર્થના પ્રમાણમાં વધારો કરે છે અને જમીનમાં structure મા સુધારો કરે છે. આવા પાકોમાં શણ, ચોળા, ગુવાર, સીસ્બેનિયા ચેસ્ટ્રાટા અને સીસ્મેબિનાય એક્યુલીટેનો સમાવેશ થાય છે.

(૨)     લીલા પાંદડાનું ખાતર : વિવિધ વૃક્ષો, ઘાસ અને ઝાંડવાના લીલાં પાંદડા અને ડૂંખોની છાંટણી કરી/કાપણી કરીને ખાતર તરીકે જમીનમાં આપવામાં આવે છે જેમાં લીમડો, મહુડો, જંગલી ગળી, ગ્લીરિસિડિયા અને કંરજ વગેરેનો સમાવેશ થાય છે.

(૩)     મલ્ચિંગ : પાંદડા કે પાકની આડપેદાશો સૂકુ ધાસ, પરાળ, સેન્દ્રિય ખાતર અને કમ્પોસ્ટ જેવા હળવા પદાર્થો ધ્વારા જમીનના ઉપરના પડને આવરિત કરવામાં આવે છે.

(૪)     કમ્પોસ્ટ : શાકભાજી અને ખણીજ કચરાના સેન્દ્રિય પદાર્થોને સૂક્ષ્મજીવો ધ્વારા કહોવડાવીને કમ્પોસ્ટ ખાતર મેળવાય છે.

(૫)     રોટેશન : એક જ જાતના પાકને તે જ ખેતરમાં દર વર્ષે લેવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીનમાં રોગો, જીવાતો, નીંદણ વગેરેનો ઉપદ્રવ વધે છે એટલે પાકવાની જગ્યાએ વાવેતર કરવું જોઈએ અને અમુક વર્ષ સુધી તે જમીનને પાકના વાવેતરથી મુક્ત રાખવી જોઈએ.

(૬)     વર્મિકમ્પોસ્ટ : સેન્દ્રિય કચરાનો ઉપયોગ કરી અળસિયાની કેટલીક ચોક્કસ જાતો (જેવી કે Eisenia andrei, Eisenia fetida, Dendrobaena vendrei, Perionyx excavates, Edurilus eugenia) નો ઉપયોગ કરી વર્મિકમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે.

(૭)     પ્રવાહી સેન્દ્રિય ખાતરો : સેન્દ્રિય ખાતરોમાં પાણી ઉમેરીને પ્રવાહી બનાવાય છે. તેને પ્રવાહી સ્વરૂપે પાકને પોષકતત્વોથી સમૃદ્ધ બનાવવા માટે આપવામાં આવે છે. તેમાં વર્મિવોશ બાયોસેલ, પંચગવ્ય, સંજીવક, જીવામૃત વગેરેનો સમાવેશ થાય છે.

(૮)     જૈવિક ખાતરો : જૈવિક ખાતરો સૂક્ષ્મજીવોના જીવંત કે સુપ્ત કોષો ધરાવે છે. તેનો બીને પટ આપીને અથવા જમીનમાં આપવાથી પાકના મૂળ પર ગાંઠો બનાવી પોષકતત્વો પુરા પાડે છે. રાસાયણિક ખાતરો કરતાં. જૈવિક ખાતરો વધુ નફાકારક છે. તેમાં રાઈઝોબિયમ, એઝેટોબેક્ચર, શ્યૂડોમોનાઝ, બેસિલસ, ફાટુરિયા ઔરેન્ટિયા વગેરે સજીવોનો સમાવેશ થાય છે.

(૯)     નીંદણ વ્યવસ્થા : નીંદણ વ્યવસ્થા માં જમીનની ખેડ, સપ્રમાણ ખાતરો, હાથ વડે, આગ વડે કે વરાળ ધ્વારા નીંદણનું નિયંત્રણ, જમીનનું સૌરકરણ solurikaron અને ધૂમિકરણ, સેન્દ્રિય મલ્ચ, જૈવિક નિયંત્રણ માટેના એજન્ટનો ઉપયોગ (જેમ કે પાર્થેનિયમ ઘાસનું મેક્સિકન બેટલ  Zygograma bicolorata ધ્વારા નિયંત્રણ) જૈવિક નીંદણનાશક (દા.ત. કોર્ન ગ્લુટેન મીલ) વગેરે કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે.

સજીવ ખેતી માટેના ભાવિ પ્રયાસો :

(૧) સજીવ ખેતી ધ્વારા ઉત્પાદિત માલનું બજાર અને તે અંગેની યોગ્ય નીતિ હોવી જરૂરી છે જે વિવિધ સ્ત્રોતો, ખેતી, સારો વહીવટ અને મજૂરની લભ્યતા વગેરેને આધારિત નાણાકિય પરિમાણોની ચકાસણી કરી શકે.

(૨) સરકાર ધ્વારા સ્વચ્છ સમાજ માટે, વાતાવરણિય-મિત્ર તરીકે અને સારા પ્રમાણનોને આધારિત સજીવ ખેતીની પેદાશના વેપાર માટેના સારા નિયમનો બનવવા જરૂરી છે.

(૩) સજીવ ખેતીની પેદાશોની નિકાસ માટેની તકોને ઉત્તેજન આપના માટે તાલીમ કાર્યક્રમો ગોઠવવા જોઈએ.

(૪) આત્મવિશ્વાસ સાથે ગ્રાહકો સજીવ ખેતીની પેદાશો ખરીદે તે માટે પેદાશની ગુણવત્તા બાબતે ખાત્રી અંગેની પધ્ધતિ વિકસાવવી જોઈએ.

(૫) આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવવા માટે સજીવ ખેતીની પેદાઍશો માટે ખેતીના વિવિધ માળખાઓનો વિકાસ કરી તેનું દેખરેખ રાખવી જોઈએ.

(૬) સજીવ ખેતીના, પ્રમાણન કાયદા અને નિયમનો સજીવ ખાતેના ભવિષ્ય માટે જરૂરી છે.

સારાંશ :

        ભવિષ્યની પેઢી માટે સજીવ ખેતી ધ્વારા આપણે સ્ત્રોતોની જાળવણી કતવી જરૂરી છે, રસાયણોનો ઉપયોગ થકી આપણે જમીન, સ્ત્રોતો, ઉત્પાદન અને તંદુરસ્તી ગુમાવેલ છે. સજીવ ખેતી એક રીતે જોતા મુશ્કેલ લાગે છે પરંતુ આર્થિક રીતે ફાયદાકારક છે. સજીવ ખેતીની પેદાશોનું નિકાશ થતાં ખેડૂતોની આવકમાં ત્રણ ઘણો વધારો થશે. ઈનપુટની અંગેનો ખર્ચ મીનીમમ થશે. રાસાયણિક ખેતીની સરખામણીએ સજીવ ખેતીમાં બે ગણો નફો થશે.


સદંર્ભ : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, વોલ્યુમ-૫૩, નં.૬, જૂન ૨૦૨૦


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *