ટકાઉ ખેતી માટે બાયોગેસનું ઉત્પાદન-એક સફળવાર્તા (Biogas production for sustainable agriculture – A success story)

                તામિલનાડુ રાજ્યના થેની જીલ્લાના અમ્માચિયાપુરમ ગામના વતની શ્રી કે. રાજારથીનમ એ તામિલનાડુ વીજળી બોર્ડમાં સને ૧૯૯૨ માં  નિવૃત્તિ લીધા બાદ એક ગાય અને વાછરડા સાથે ખેતીની શરૂઆત કરેલ.આજે પોતાના ૨૦ પશુઓ (ગાયો અને આખલા સહિત) ધરાવે છે અને આજ સુધીમાં ૧૦૦ ગાયો અને આખલાઓનું વેચાણ કરેલ છે. તેઓ પાસે ૫૦ પક્ષી ધરાવતું મરઘાં ફાર્મ છે.ફાર્મની ચારે બાજુ ૩૦૦ નાળિયેરીનાં ઝાડ ધરાવે છે.

                તેઓ રસોઇ માટે બાયોગેસનો ઉપયોગ કરે છે. તેમણે સને ૧૯૯૦ માં પ્રથમ સ્ટીલનો બાયોગેસ (ફરતા ડ્રમવાળુ મોડેલ) શરૂ કરેલ પરંતુ પોતાની પાસે ગાયો ન હોઇ બાયોગેસ પ્લાન્ટને બરાબર ચલાવી શક્યા નહતા.સને ૧૯૯૪ માં પ્લાસ્ટિકના ફરતા ડ્રમ ધરાવતો બાયોગેસ પ્લાન્ટ શરૂ કર્યો.આમાં પ્લાસ્ટિક ડ્રમ જામ થઇ જતાં અને ડ્રમને નુકસાન થતાં બરાબર ચલાવી શક્યા નહી.આ બંને ટાઇપના બાયોગેસમાં નિષ્ફળતા મળતાં અન્ય મોડેલ વાપરવાનું નક્કી કર્યુ.આથી દીનબંધુ મોડેલ મુજબ એક બાયોગેસનું બાંધકામ કર્યુ અને જો સફળતા મળે તો વધુ બે ડાયજેસ્ટર બનાવવાનું નક્કી કર્યુ.આજે તેઓ પાસે ૨.૫ ઘનમીટરના માપવાળા ત્રણ બાયોગેસ ડાયજેસ્ટર છે. તે દરેકમાં પીવીસી પાઇપ ધ્વારા ગાયનું છાણ નાખવામાં આવે છે અને બીજી બાજુ તેની રબડી પાઇપ મારફતે બહાર આવે છે.ત્રણ પ્લાન્ટ જોડાયેલા હોઇ મજૂરી અને સમયમાં બચત થાય છે.છાણને પાણીમાં મિશ્ર કરવા માટે સીમેન્ટની પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે અને પીવીસી પાઇપ મારફતે પાણી ઉમેરવામાં આવે છે.આ ત્રણે પ્લાન્ટ ૨૪ કલાક બાયોગેસ પુરો પાડે છે.તેના ડાયજેસ્ટર ૧૦ વર્ષથી પણ વધુ સમયથી ચાલે છે.ગેસમાં રહેલ ભેજને ઓછો કરવા માટે સ્ટવથી ૧૦ મીટર ઊંચી જગ્યાએ ટ્યુબ રાખવામાં આવે છે.ડાયજેસ્ટરમાંથી ટ્યુબ મારફતે બાયોગેસ મોકલવામાં આવે છે.

                ટકાઉ કૃષિ માટે બાયોગેસ એક શ્રેષ્ઠ પદ્ધતિ છે. ૨.૫ ઘનમીટરવાળા બાયોગેસ ડાયજેસ્ટરને ચલાવવા માટે ૨ થી ૩ ગાયો રાખવી પુરતી છે.બાયોગેસ ડાયજેસ્ટર ખેતર માટે સારૂ ખાતર પુરૂ પાડે છે.ડાયજેસ્ટરમાંથી બહાર નીકળતી રબડી પાઇપ મારફતે ખેતરમાં પંપ  ધ્વારા પહોંચાડાય છે તેથી રબડીને ખેતરમાં પહોંચાડવા માટે થતી મજૂરી ખર્ચમાં ઘટાડો થાય છે.આ માટે ડાયજેસ્ટર જમીનથી ઊંચા લેવલે રાખવું પડે જેથી પાણી સાથે રબડી ખેતરમાં સહેલાઇથી પહોંચે.છાણ ધ્વારા જે જીવાતો પેદા થાય છે તે મરઘાં-બતકાં માટે એક સારા ખોરાક તરીકે ઉપયોગી છે.

                તેઓ પાસે ૩૦૦ થી વધુ નાળિયેરીનાં ઝાડ છે.પોતાનું ઓઇલ એકસ્ટ્રેક્ટર અને રાઇસ હલર છે.તેઓ કોપરેલ,ચોખા અને અન્ય અનાજનું ગામમાં વેચાણ કરે  છે.તેઓ પશુ દાણ જાતે બનાવે છે. પશુ અને મરઘાં માટેના ખોરાક બનાવવામાં રાઇસ હસ્ક અને કોપરાના ખોળનો ઉપયોગ કરે છે. તેઓના ખેતરમાં અંદાજે ૫ તી ૬ મજૂરો કામ કરે છે અને તેઓના પુત્ર નામે રાજાસીલાન ખેતરની સંભાળ રાખે છે.તેઓ આ થેની જીલ્લામાં એક સજીવ ખેતી કરતા ખેડૂત તરીકે જાણીતા હોઇ ઘણા ખેડૂતો દરરોજ તેમના ફાર્મની મુલાકાતે આવે છે અને નાવિન્યપૂર્ણ પ્રયાસો તથા માર્ગદર્શન મેળવે છે.

                જો ખેડૂત પાસે પશુઓ અને પાણીની લભ્યતા હોય અને જો તે થોડું મૂડી રોકાણ કરી શકે તેમ હોય તો બાયોગેસ ડાયજેસ્ટર એ ટકાઉ ખેતી માટે એક ઉત્તમ સાધન છે તેમ તેઓ માને છે. એલપીજી ગેસના બોટલ મોંઘા થતાં બાયોગેસ ડાયજેસ્ટર એ સજીવ ખેતી કરતા ખેડૂત માટે એક ઉત્તમ વિકલ્પ છે કે જે તેની ખેતીને ટકાઉ બનાવે છે.                 ખેડૂતનું નામ તથા સરનામુઃ કે રાજારથીનમ,નિવૃત્ત મુખ્ય ઇજનેર, તામિલનાડુ ઇલેકટ્રીસિટી બોર્ડ,એસઆરઆર ઇન્ડસ્ટ્રીઝ, અમ્માચિયાપુરમ જી.થેની ૬૨૬૫૩૧(તામિલનાડુ)


સ્ત્રોત : LEISA INDIA-ડિસેમ્બર ૨૦૨૧


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *