ટેફની ખેતી (Teff/Williams lovegrass/ Annual bunch grass farming)

        ટેફને અંગ્રેજીમાં Teff, Williams lovegrass કે Annual bunch grass કહે છે અને તેનું વૈજ્ઞાનિક નામ Eragrostis abyssinica  છે. તે એક આફ્રિકન અનાજ છે. તે ઘાસ જેવું છે. જ્યાં અન્ય ધાન્ય યોગ્ય પરિસ્થિતિ ન હોય ત્યાં પણ તે થઇ શકે છે એટલે કે દરેક પરિસ્થિતિમાં થઇ શકે તેવું છે.

ઉપયોગ :

        તે ખાસ કરીને ઊંચા પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે એટલે પોષણદાયી છે. તેને દળીને લોટ બનાવાય છે જેનો ઉપયોગ સ્પોન્જી ફરમેન્ટેડ ફલેટ બ્રેડ (Spongy fermented flat bread) બનાવવા માટે થાય છે જે ઇથિયોપિયન લોકોનો મુખ્ય ખોરાક છે. અછતમાં તેના દાણા ખોરાક તરીકે વપરાય છે. તેની ડાંડીના રસમાંથી શેરડી જેવી સાકર થોડા પ્રમાણમાં મળે છે. તેના બીજની રોટલી બને છે જે ગરીબોનો ખોરાક છે. તે જલ્દીથી રાંધી શકાય છે એટલે કે તેને રાંધવા ઓછા બળતણની જરૂર પડે છે.ખમીર ચડાવી તેનું માદક પીણું બને છે.

વાવેતર :

        તે ૨૭૦૦ મીટરની ઊંચાઇ ધરાવતા ઇથિયોપિયા અને ઇરીટ્રીયામાં થાય છે.ઇથિયોપિયામાં ૨૦ લાખ હેકટરથી વધુ વિસ્તારમાં તેનું વાવેતર થાય છે.પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં ચારા અને દાણા માટે વાવેતર થાય છે.

વાવણી પદ્ધતિ :

        તેમાં રાતા અને સફેદ બીજની એમ બે જાતો થાય છે.તેની વાવણી માટે બી નાનાં હોેઇ ફક્ત એક મુઠી બી પરતુ થઇ રહે છે.  એક હેકટર વાવેતર માટે ૧૦ થી ૧૨ કિલો બિયારણની જરૂર પડે છે. આ પાકની ઉત્પાદક્તા ઓછી હોઇ ખેતી માટે ઓછામાં ઓછી ખેડની જરૂર પડે છે.


સ્ત્રોત : આઇ. આઇ.આમ. આર., હૈદ્રાબાદ


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *