સ્પિરુલિના એ બહુકોષીય અને તંતુવાળી બ્લ્યુ ગ્રીન આલ્ગી છે. તેણે હેલ્થ ફૂડ ઉદ્યોગમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે અને એકવાકલ્ચર ફીડમાં તેનો પ્રોટીન અને વિટામિનના પૂરક તરીકે વધુ વપરાશ થાય છે. તેની પાણીમાં વૃદ્ધિ કરી સહેલાઇથી કાપણી કરી શકાય છે. તે ઘણા ઊંચા પ્રમાણમાં મુખ્ય અને સૂક્ષ્મતત્વો ધરાવે છે. તેના દિહે (Dihe) નામના પરંપરાગત આહારની પુનઃ શોધ યુરોપિયન સાયન્ટિફિક મિશનના ચાડ (Chad) એ કરેલ છે જેનો પુરા વિશ્વમાં મોટા પાયે ઉપયોગ થાય છે.
ઘણા આફ્રિકન દેશોમાં સ્પિરુલિના આજે પણ પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે મનુષ્યના આહારમાં વપરાય છે જે કુદરતી રીતે પાણીમાંથી એકત્ર કરી સૂકવીને ખોરાકમાં વપરાય છે. માનવ આરોગ્યને લગતા આહાર ઉદ્યોગમાં તેમજ એશિયાના ઘણા દેશોમાં તેને ખોરાકમાં પ્રોટીનના પૂરક તરીકે અને આરોગ્યપ્રદ ખોરાક (હેલ્થ ફૂડ) તરીકે નોંધપાત્ર નામના મેળવી છે. સ્પિરુલિનાનો ઉપયોગ માછલી ઝીંગા વગેરે માટેનો સમતોલ આહાર તરીકે અને એકવાફીડઝમાં પ્રોટીન અને વિટામિનોના પૂરક તરીકે થાય છે. ચીન આ આલ્ગીનો ઉપયોગ ચારા તરીકે ઝીંગા અને માછલીઓની વૃદ્ધિ, રોગપ્રતિકારક શક્તિ અને ટકાઉપણુ વધારવા માટે કરે છે. સ્પિરુલિના એ સાયનોફાઇટ બ્લ્યુ ગ્રીન આલ્ગી છે જે સૂર્યપ્રકાશમાં ઊંચા ઉષ્ણતામાન હેઠળ અને ઊંચી આલ્કલાઇન પરિસ્થિતિમાં સારી રીતે ઉગે છે.
સ્પિરુલિનાનું જૈવ રાસાયણિક બંધારણ :
(૧) પ્રોટીન :
સ્પિરુલિના એ પ્રોટીનનો ઊંચો સ્ત્રોત છે જે સૂકા વજનના ૫૫ થી ૭૦ ટકા પ્રોટીન ધરાવે છે જેનો આધાર જે તે સ્ત્રોત ઉપર રહેલો છે. તે સંપૂર્ણ પ્રોટીન છે કે જે બધા આવશ્યક એમિનો એસિડ ધરાવે છે. જો કે માંસ, ઇંડા અથવા દૂધની સરખામણીએ ઓછા પ્રમાણમાં મેથિયોનાઇન, સીસ્ટીન અને લાયસીન ધરાવે છે પરંતુ તે કઠોળમાં મળતા છોડના પ્રોટીન કરતાં શ્રેષ્ઠ છે.
(૨) આવશ્યક ફેટી એસિડસ :
સ્પિરુલિના ઊંચા પ્રમાણમાં પોલીઅનસેચ્યુુરેટેડ ફેટી એસિડસ (પુફા- PUFAs) કુલ ૫ થી ૬ ટકા લિપિડના ૧.૫ થી ૨.૦ ટકા ધરાવે છે. સ્પિરુલિના કુલ પુફાના ૩૬ ટકા લિનોલેનિક એસિડથી સમૃદ્ધ છે તેમજ અન્ય ફેટી એસિડસ (ALA, SDA, EPA, DHA અને AA) પુરા પાડે છે.
(૩) વિટામિનો :
સ્પિરુલિના વિટામિન બી ૧ (થાયમિન), બી૨ (રાઇબોફલેવિન), બી૩ (નિકોટિનેમાઇડ), બી-૬ (પાઇરીડોક્ષિન), બી-૯ (ફોલિક એસિડ), બી-૧૨ (સાયનોકોબાલ્મિન), વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઇ નો સારો સ્ત્રોત છે.
(૪) ખનીજતત્વો :
સ્પિરુલિના કેલ્શિયમનો સારો સ્ત્રોત છે અને તે પોટેશિયમ, ક્રોમિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, સેલેનિયમ, સોડિયમ અને ઝિન્ક પણ ધરાવે છે.
(૫) પ્રકાશસંશ્લેષણ રંગદ્રવ્યો (ફોટોસિન્થેટિક પિગમેન્ટસ :
સ્પિરુલિનામાં વિવિધ પ્રકારના રંગદ્રવ્યો હોય છે જેમાં ક્લોરોફીલ, ઝેન્થોફીલ, ઝેન્થેનિન, એકીનેનોન, મિક્ષોઝેન્થોફીલ, ઝીયાઝેન્થિન, કેન્થાઝેન્થિન, ડાયટોઝેન્થિન, ૩-હાઇડ્રોક્સીએકીનેનોન, બીટા-ક્રીપ્ટોઝેન્થિન, ઓસીલ્લાઝેન્થિન તેમજ ફાયકોબિલિપ્રોટીન્સ, સી-ફાયકોસાયનિન અને એલ્લોફાયકોસાયનિનનો સમાવેશ થાય છે.
સ્પિરુલિનાની ખેતી અને ઉત્પાદન :
સ્પિરુલિનાની ખેતીની વિવિધ રીતો નીચે પ્રમાણે છે
(૧) કુદરતી રીતે ઉત્પાદન :
પેડલ વ્હીલ વડે સ્પિરુલિના કલ્ચરને મિશ્ર કરી કુદરતી રીતે ઉત્પાદન લેવામાં આવે છે.
(૨) લેબોરેટરીમાં ખેતી :
આઠ વાતાવરણીય બાબતોની અસર વડે લેબોરેટરીમાં સ્પિરુલિનાની ખેતી કરવામાં આવે છે જેવા કે, લુમિનોસિટી (પ્રકાશ ગાળો ૧૨/૧૨, ૪ લક્સીસ), ઉષ્ણતામાન (૩૦૦ સે.), ઇનોક્યુલેશન સાઇઝ, સ્ટરીંગ સ્પીડ, ડિઝોલ્ડ સોલિડસ (૧૦-૬૦ ગ્રામ/લિટર), પીએચ (૮.૫ થી ૧૦.૫), પાણીની ગુણવત્તા અને મુખ્ય અને સૂક્ષ્મતત્વો (C, N, P, K, S, Mg, Na, CI, Ca yLku Fe, Zn, Cu, Ni, Co, Se)
વગેરે.
(૩) સ્પિરુલિનાનું નાના પાયે વેપારી ધોરણે ઉત્પાદન :
પરંપરાગત ખેતી તેમજ એકવાકલ્ચર કરતાં સ્પિરુલિનાનું નાના પાયે વેપારી ધોરણે ઉત્પાદન કરતાં અનેક ગણા ફાયદાઓ મળે છે.
(૪) વેપારી ધોરણે મોટા પાયે ઉત્પાદન :
સને ૧૯૬૦ ની શરૂઆતમાં જાપાનમાં ક્લોરેલ્લા (Chlorella) અલ્ગીની મોટા પાયે વેપારી ધોરણે ખેતી કરવાની પદ્ધતિની શરૂઆત થઇ. ત્યારબાદ સને ૧૯૭૦ ની શરૂઆતમાં મેકિસકોના ટેકસકોકો સરોવરમાં સ્પિરુલિનાની ખેતીના મોટા પાયે વેપારી ધોરણે શરૂ થઇ. સ્પિરુલિનાનું ઉત્પાદન ૨૨ જેટલા દેશોમાં કરવામાં આવે છે. સ્પિરુલિનાની ખેતી છીછરા તળાવોમાં, પેડેલ વ્હીલ વડે કલ્ચરને મિશ્ર કરી કરવામાં આવે છે. આમાં બે પ્રકારના તળાવોનો ઉપયોગ કરવામાં આવે છે જેના એક પ્રકારમાં ક્રોક્રીટનું તળિયું નાખવામાં આવે છે. જે મોંઘુ છે જ્યારે બીજા પ્રકારમાં જમીન ઉપર પોલીવિનાઇલ ક્લોરાઇડ (પીવીસી) અથવા અન્ય ટકાઉ પ્લાસ્ટિક મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા પાયે આલ્ગીનું ઉત્પાદન લાઇનિંગ ખર્ચમાં વધારો કરે છે જેથી ઓછા ખર્ચ ધરાવતા કલે સીલિંગ જેવા સસ્તા મટીરિયલનો ઉપયોગ કરવો જોઇએ.
એકવાકલ્ચરમાં સ્પિરુલિનાનો ઉપયોગ :
એકવાકલ્ચર ક્ષેત્રે સ્પિરુલિનાનો ઉપયોગ પૂૂરક ખોરાક તરીકે થાય છે જે એકવાકલ્ચરની વૃધ્દ્રિ, રંજકદ્રવ્યમાં વધારો અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સ્પિરુલિના એક ઉત્તમ ખોરાક તરીકે, ઝેર વિહીન અને રોગકર્તા સજીવો સામે સંરક્ષણ આપતા ગુણો ધરાવે છે. સ્પિરુલિનાર્મા સેલ્યુલોઝની કોષદિવાલ હોતી નથી એટલે પાચ્ય બનવા માટે તેને કોઇ રાસાયણિક અથવા પ્રક્રિયાની જરૂર પડતી નથી. સ્પિરુલિનાની પાચ્યતા ૮૩ થી ૮૪ ટકા છે. તે પ્રોટીન, વિટામિનો,આવશ્યક ખનીજો, એમિનો એસિડસ, ઇએફએફએ (જેવા કે ગામા એલએનએ) અને એન્ટિઓક્સીડેન્ટ રંજકદ્રવ્યો (જેવા કે કેરોટીનોઇડસ) નો ઊંચો સ્ત્રોત છે.
એકવાકલ્ચરમાં સ્પિરુલિનાનું મહત્ત્વ :
(૧) ખોરાકમાં પૂરક તરીકે
(૨) હોસ્ટ ઇમ્યુન સીસ્ટમના મોડ્યુલેશન તરીકે
(૩) રોગો સામે ઇમ્યુનોસ્ટીમ્યુલેન્ટસ અને રેઝિસ્ટન્સ તરીકે
(૪) જૈવ બળતણ (બાયો ફ્યુઅલ) તરીકે ઉપયોગી
(૫) મત્સ્યની પારચતામાં વધારો
(૬) મત્સ્યના પ્રજનનમાં સુધારો
સારાંશ :
એકવાકલ્ચરમાં સ્પિરુલિના એક કુદરતી પુરક ખોરાક તરીકે મહત્ત્વનું કાર્ય કરે છે. ખાસ કરીને એકવેટિક ફાર્મિંગ અને હેચરી વગેરેમાં તેના નોધપાત્ર પરિણામો મળે છે. તેનો પૂરક ખોરાક તરીકેનો ઉપયોગ પાચનમાં અને કોચલાના વિકાસમાં અસર કરે છે. આમ સ્પિરુલિનાનો ખોરાક તરીકેનો ઉપયોગ ઉજ્જવળ અને આશાસ્પદ જણાયેલ છે. એકવાકલ્ચરમાં તેનો મોટા પાયે ઉપયોગ ખેતીલાયક જાતોની વૃદ્ધિ, તેની ભૂખમાં વધારો, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને મત્સ્ય ક્ષેત્રે લાર્વીના જીવન દરમાં વધારો કરશે.
સ્ત્રોતઃ ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ-૨૦૨૨
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

