શાકભાજીના જોડકણાં (Vegetables haikus)

  • કંકોડી (કંટોલા) :

        કંકોડું કહે હું ગોળ મટોળ, મારે ડિલે કાંટા,

        ગરીબ બિચારા શું કરે ? શ્રીમંતો બહુ ખાતા.    

  • કાકડી :

        – રાયતાની રાણીને કચુંબરની મા,

          શાકની છે સાસુ તેમાં કહેવાય નહિ મા.

        – ચોમાસાની કાકડી ને ભાદરવાની છાશ,

          તાવને તેડવા મોકલે, મૂઠીઓ વાળીને નાશ.

  • કારેલી :

        કારતકે કારેલાં ખાય, મરે નહીં તો માંદો થાય.

        કારેલું કહે હું કડવું બહુ, મારે માથે ચોટલી,

        જો ખાવાની મજાલેવ તો, કરો રસ ને રોટલી. 

  • તૂરિયાં (જિસોડા) :

        – તૂરીયાં કહે હું વાંકુંચૂંકું, મારે માથે ધરી,

          મારા ખાવામાં સ્વાદ લાવવા, નાખ લીંબુ ને ખા.

        – ગલકું, તૂરીયું ને કાકડી, ભાદરવાની છાશ,

          તાવ સંદેશો મોકલે, ‘આજ આવું કે કાલ.’

  • દૂધી :

        દૂધી કહે હું લાંબી લીસી, મારી ઉપર છાલ,

        મારો સ્વાદ જો લેવો હોય તો નાખો ચણાની દાળ.  

  • મૂળો :

        મૂળો કહે હું સફેદ રંગે, થાઉ જમીન મોઝાર,

        જો ખાવાની મજા જોઈએ તો, ખાઓ રોજ સવાર.

  • સરગવો :

        સરગવો કેરી શીંગો કે ફૂલનું શાક સ્વાદેથી ખવાય,

        આંતર-બહારના સોજા મટાડે, ખાંતે કરો ઉપાય.


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *