લોકોની આધુનિકતા અને આવકમાં થયેલ વધારો,શહેરીકરણ,અન્ન સલામતી,ગ્રામ્ય વિકાસ,શિક્ષણ પદ્ધતિ અને લોકોની જાગૃતતાને લીધે અન્ન વપરાશના માળખામાં ફેરફાર થવા પામ્યો છે.આજકાલ આધુનિક જીવન જીવવાની પદ્ધતિના કારણે શહેરી વિસ્તારના લોકો પોષણથી સમૃદ્ધ ઓછા જાણીતા શાકભાજીને ખોરાક તરીકે અપનાવતા થયા છે જ્યારે બીજી બાજુ ગ્રામ્ય લોકો પરંપરાગત અથવા વેપારી શાકભાજી પર આધાર રાખે છે.છેલ્લા કેટલાક દસકાઓમાં આબોહવા પરિવર્તનની આરોગ્ય પર અસર થવા પામેલ છે અને વિવિધ રોગો પેદા થયા છે તે જોતાં આ ફેરફારને પહોંચી વળવા ખોરાકમાં ફેરફાર અને પોષણદાથી આહારનો ઉપયોગ કરવો જરૂરી છે.
‘અન્ન સલામતી’ એ સ્ટાર્ચ યુકત ખોરાકમાંથી મળતી કેલેરી આપે છે જ્યારે‘પોષણ સલામતી’અન્ય ખાદ્ય પાકોને ખોરાકમાં લેવાથી મળતા પ્રોટીન,ખનીજો અને વિટામિનોથી પુરી પાડે છે.પેઢી દર પેઢી ખોરાકમાં લેવાતા મુખ્ય ખાદ્ય પાકો અન્નની સલામતી પુરી પાડે છે.ગરીબ લોકોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે કૃષિ જૈવવૈવિધ્યતા નહિ પરંતુ અન્ન આપતા પાકો જરૂરી છે.એવી કેટલાયે પાકની કેટલીય પ્રજાતિઓ છે કે જે ખોરાક અને ઉદ્યોગો માટે નોંધપાત્ર ફાળો આપી શકે તેવી છે.તે ગૌણ હોવાથી તેના વિકાસ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.આવી અનેક ગૌણ પાકોની પ્રજાતિઓ ખોરાક,પોષણ,શકિત,ઔષધિ અને ઉદ્યોગોની જરૂરિયાત પુરી પાડી શકે તેવી છે.આવા કેટલાક ગૌણ શાકભાજી પાકોના પોષણ મૂલ્યની માહિતી કોઠા-૧માં દર્શાવેલ છેઃ
કોઠો–૧ : કેટલાક ગૌણ શાકભાજી પાકોનું પોષણ મૂલ્ય(૧૦૦ ગ્રામ દીઠ)
| ક્રમ | ગોણ શાકભાજી પાક | પાણી (ગ્રામ) | કાર્બોહાઇડ્રેટ (ગ્રામ) | પ્રોટીન (ગ્રામ) | કેલ્શિયમ (મિ.ગ્રા.) | ફોસ્ફરસ (મિ.ગ્રા.) | પોટાશ (મિ.ગ્રા.) | વિટામિન ‘સી’ (મિ.ગ્રા.) | થાયમિન (મિ.ગ્રા.) | રાઇલો ફલેવિન (મિ.ગ્રા.) | નિયાસિન (મિ.ગ્રા.) | વિટામિન ‘એ’ (આઈયુ) |
| ૧ | એસ્પેરેગસ | ૯૧.૭ | ૫.૦ | ૨.૫ | ૨૨ | ૬૨ | ૨૭૮ | ૩૩ | ૦.૧૮ | ૦.૨૦ | ૧.૫ | ૯૦૦ |
| ૨ | બ્રેસેલ્સ સ્પ્રાઉટ | ૮૫.૦ | ૭.૧ | ૪.૭ | ૪૩ | ૮૨ | ૪૭૭ | ૧૩૫ | ૦.૧૨ | ૦.૨૨ | ૧.૨ | ૮૧૦ |
| ૩ | બ્રોકોલી | ૮૮.૨ | ૧.૮ | ૪.૪ | ૫૬ | ૭૯ | ૩૭૦ | ૧૪૦ | ૦.૧૪ | ૦.૩૧ | ૧.૨ | ૩૮૮૦ |
| ૪ | કાલે | ૮૩.૦ | ૯.૦ | ૬.૦ | ૨૪૯ | ૯૩ | ૩૭૮ | ૧૮૬ | ૦.૧૬ | ૦.૨૬ | ૨.૧ | ૧૦૦૦૦ |
| ૫ | લેટયુસ | ૯૩.૪ | ૨.૫ | ૨.૧ | ૫૦ | ૨૮ | ૩૩ | ૧૦ | ૦.૦૯ | ૦.૧૩ | ૦.૫ | ૧૧૦૦ (મિ.ગ્રા.) |
| ૬ | સેલેરી | ૯૩.૫ | ૩.૫ | ૦.૮ | ૩૦ | ૩૮ | – | ૬ | ૦.૧૨ | ૦.૦૫ | ૦.૩ | ૫૨૦ (મિ.ગ્રા.) |
| ૭ | પાર્સલે | ૭૪.૬ | ૧૩.૫ | ૫.૯ | ૩૯૦ | ૧૭૫ | ૭૨ | ૨૮ | ૦.૦૪ | ૦.૧૮ | ૦.૫ | ૧૯૨૦ (મિ.ગ્રા.) |
| ૮ | લીક | ૭૮.૯ | ૧૭.૨ | ૧.૮ | ૫૦ | ૭૦ | ૩૪૭ | ૨૫ | ૦.૨૩ | ૦.૦૬ | ૦.૫ | ૪૦ |
શાકભાજી એ સંરક્ષિત ખોરાક છે જે સારા આરોગ્યની જાળવણી અને રોગો થતા અટકાવવા માટે વધુ લાભદાયી છે.તે કિંમતી ખાદ્ય-પોષક તત્વો ધરાવે છે જે શરીરના બાંધા અને જાળવણી માટે વધુ લાભદાયી છે.તે કેરોટીન,એસ્કોર્બિક એસિડ, રાઇબોફલેવિન, ફોલિક એસિડ અને કેલ્શિયમ,લોહ અને ફોરફરસ જેવા ખનીજતત્વોનો સમદ્ધ સ્ત્રોત છે.કુદરતમાં પરંપરાગત રીતે ઘણા પાંદડાંવાળાં શાકભાજી થાય છે જે આશાસ્પદ પોષણ મૂલ્ય ધરાવે છે જેનો માનવ વસ્તીને પોષણ પૂરૂ પાડવા માટે ઉપયોગ કરી શકાય તેમ છે.
ગૌણ પાકો એટલે
ગૌણ પાકોની કોઇ ચોક્કસ સ્પષ્ટ વ્યાખ્યા નથી પરંતુ ટુંકમાં નીચે દર્શાવેલ બાબતો ધરાવતી પ્રજાતિને ગૌણ પાક કહી શકાય જેવી કે
(1) સ્થાનિક રીતે વપરાશ અને ઉત્પાદન પ્રક્રિયામાં તેનું મહત્વ હોય.
(2) કૃષિ પરિસ્થિતિકીય અને સીમાંત વિસ્તારમાં તેને અપનાવેલ હોય.
(3) નીતિ ઘડવૈયાઓ ધ્વારા તેની અવગણના થયેલ હોય અને સંશોધન અને વિકાસમાંથી તેને બાકાત રાખેલ હોય.
(4) ઇકોટાઇપનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય.
(5) સ્વદેશી જ્ઞાન ધ્વારા તેનું વાવેતર અને ઉપયોગ થતો હોય.
(6) જીન બેન્કમાં ભાગ્યે જ પ્રતિનિધિત્વ કરતી હોય.
(7) બિયારણ પૂરવઠા તંત્રમાં તેની હાજરી ન હોય.
સને ૨૦૦૬ માં જીનીક અને હોએસ્કલેઝેલેડોન એ વ્યાખ્યા આપેલ તે મુજબ એવી પ્રજાતિઓ કે જે અન્ન સલામતી,આરોગ્ય, આવકમાં વધારો અને વાતાવરણીય સેવા આપવાની ક્ષમતા ધરાવતી હોય.પરંપરાગત રીતે થતા ગૌણ પાકો ખાસ કરીને ગરીબ લોકો માટે સસ્તા તેમજ ઊંચી ગુણવત્તા ધરાવતા પોષકતત્વોનો સ્ત્રોત છે કે જેઓ કુપોષણથી ગ્રસ્ત છે.આવા લોકોને તે અંગેની યોગ્ય જાણકારી નથી તેથી આવા પાકોની તાંત્રિકતા અને તેના યોગ્ય ઉપયોગ અંગેની વ્યવસ્થા કરવી જોઇએ.
પરંપરાગત રીતે સ્થાનિક ખેડૂતો ગૌણ પાકોનું વાવેતર કરે છે કે જે તે વિસ્તારનું ઉદભવસ્થાન છે તેમજ સ્થાનિક લોકોમાં તેનું મહત્ત્વ પણ છે જેમાં નીચે જણાવેલ પાકોનો સમાવેશ થાય છેઃ
(૧) સોલેનમની જાતો

(૧૫) ડાયોસ્કોરીયાની જાતોઃ
(૧૬) વાંસની જાતોઃ
ઓછી ઉપયોગી ગૌણ પોકોમાં કેવી ક્ષમતા હોવી જોઇએ ?
(૧) કૃષિમાં જૈવવૈવિધ્યતા ધરાવતી સંપત્તિથી સમૃદ્ધ હોવા જોઇએ.
(૨) આવકમાં વધારો કરનાર હોવા જોઇએ.
(૩) અન્ન સલામતીની ખાત્રી આપનાર હોવા જોઇએ.
(૪) પોષણમાં સુધારો કરનાર હોવા જોઇએ.
(૫) મહત્વના માળખાનો કબજો કરે તેવા હોવા જોઇએ.
(૬) તણાવની પરિસ્થતિનો સામનો કરે તેવા હોવા જોઇએ.
(૭) ઓછા ખર્ચે પેદા કરી શકાય તેવા હોવા જોઇએ.
(૮) ઇકોસીસ્ટમને સ્થિર બનાવે તેવા હોવા જોઇએ.
(૯) નવું બજાર પેદા કરે તેવા હોવા જોઇએ.
ગૌણ શાકભાજી પાકોના ઉપયોગ અંગેની વ્યૂહરચનાઃ
આવા ગૌણ પાકોના બજારના વિકાસ માટેની ખાસ જરૂરિયાત છે.આવા ગૌણ પાકોની જાતોના બજારની સફળતા મેળવવા માટેની વ્યૂહરચનામાં નીચેની બાબતોનો સમાવેશ કરવો જોઇએઃ
(૧) બજારની સાંકળમાં ગૌણ પાકોની જાતોના ઉત્પાદન અંગેની માહિતી પ્રાપ્ય અને તે સહેલાઇથી શોધી શકાય તેવી હોવી જોઇએ.
(૨) આવા ગૌણ પાકોના ઉત્પાદનમાંથી બજાર માટેની પેદાશ તૈયાર કરવાની અને તેની પ્રક્રિયાની તાંત્રિકતાનો વિકાસ કરવો જોઇએ.
(૩) પ્રોડકટના ઉદભવસ્થાનના વિસ્તારના સાંસ્કૃતિક વારસાનો ઉપયોગ પ્રોડકટની બઢતી માટે કરવો જોઇએ.
(૪) સારી ગુણવત્તા ધરાવતા બિયારણ અને સંવર્ધન મટીરિયલ્સ પ્રાપ્ય બનાવવું જોઇએ.
(૫) ગૌણ પાકોની પ્રજાતિઓની પેદાશની ઓેળખ,કિંમત અને વિવિધ રીતે વિતરણ કરવા માટે સંકલિત વેલ્યૂ ચેઇનનો ઉપયોગ કરવો.
આવા પરંપરાગત રીતે થતા ગૌણ પાકોના સંરક્ષણ, ઉપયોગ વગેરે માટે નીતિ વિષયક નિર્ણયો લઇ આવા પાકો અંગે કાર્ય કરતી સંસ્થાઓને ટેકો આપવા જોઇએ.સ્થાનિક,પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવવૈવિધ્યતાનું સંરક્ષણ અને વ્યવસ્થા કરવી એ વર્તમાન સમયનો જૈવસ્ત્રોતો અંગેનો ગંભીર પડકાર છે જેની ચર્ચા કરવી અતિ જરૂરી છે.
આમ સમૃદ્ધ જનીનિક સ્ત્રોતો ધરાવતી દેશી શાકભાજીની જાતોના વિકાસ અને ઉપયોગ અંગે સંકલિત પ્રયાસો હાથ ધરવાની જરૂર છે કે જેથી લોકોને સપ્રમાણ આહાર,પોષણ અને સતત એકધારી આવક મળી શકે તેમજ સીમાંત જમીનોનો વધુ સારો ઉપયોગ કરી પરિસ્થિતિને બગડતી અટકાવી શકાય.આથી જો ભારતમાં થતા વિવિધ શાકભાજીનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો દેશની આર્થિક સ્થિતિમાં સારો એવો બદલાવ લાવી શકાય છે.વિશ્વમાં જૈવ વૈવિધ્યતાનું ધોવાણ થઇ રહયું છે તે જોતાં આવા ગૌણ પાકો વિષે જ્ઞાન હોવું આવશ્યક છે.આવા પાકો ગ્રામ્ય ક્ષેત્રે અન્નની સલામતી ઉપરાંત પોષણ,ઔષધ અને આર્થિક ઉપયોગ અંગેની ક્ષમતા ધરાવે છે,તણાવ અને જોખમમાં ઘટાડો કરે છે અને આરોગ્યના પ્રમાણમાં સુધારો કરે છે.આવા પાકોના વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસ માટે કૃષિ મંત્રાલયે પ્રોત્સાહન પૂરૂ પાડવું જોઇએ જે માટે સંશોધકો,વિકાસકારો અને ઉત્પાદકોને સાંકળવા જોઇએ
સારાંશ :
આજની ઉછરતી પેઢીના વિકાસ માટે વર્તમાન સમયે અન્નની સલામતી ખાસ જરૂરી છે.કુદરતે આપણને જીવવા માટે ઘણી બધી વસ્તુઓ આપી છે.દરેક જીવને તેના પોષણ માટે કુદરતે અમૂલ્ય પોષકતત્વોનો ખજાનો ખુલ્લો રાખ્યો છે.તેમછતાં નહિવત જાણીતાં અને ઉપયોગમાં લેવાતા ગૌણ શાકભાજીની પ્રજાતિઓનો દૈનિક રીતે ઉપયોગ માટે ઓળખ કરવી જરૂરી છે.આવા ગૌણ પાકો ખોરાક તરીકે લેતાં આપણને શારીરિક તંદુરસ્તી પુરી પાડશે અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ થશે તેમાં કોઇ શંકા નથી.
સંદર્ભઃ ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, સપ્ટેમ્બર-૨૦૨૦
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

