ભારતનું અર્થકરણ ખેતી ઉપર આધારિત છે. સીએસઓ (CSO) 2013ના અહેવાલ મુજબ કૃષિ એ ભારતમાં આજીવિકા માટેનો મુખ્ય સ્ત્રોત છે જેના ઉપર અંદાજે કુલ વસ્તીના 59 ટકા લોકો નભે છે અને રાષ્ટ્રની જીડીપીમાં તેનો 18.6 ટકા જેટલો ફાળો રહેલો છે. આમ ભારતની કૃષિમાં માહિતી સંચાર ટેકનોલૉજી (આઈસીટી – ICT) એક ખૂબ જ નિર્ણાયક ફાળો આપે છે. આઈસીટી વર્તમાન જરૂરિયાતને આધારિત અને માંગ મુજબની કૃષિ માહિતી પુરી પાડે છે. તે સરકાર અને ખેડૂતો વચ્ચે એક પુલ તરીકેનું કાર્ય કરે છે. આઈસીટી પરંપરાગત બાબતથી લઈ આધુનિક બાબતો, રેડિયોથી લઈને મોબાઈલ ફોનથી સેટેલાઈટની ઈમેજ સહિત ઘણી સેવાઓ પુરી પાડે છે. કૃષિમાં આઈસીટી ક્ષેત્રે કૃષિ આધારિત વેબ પોર્ટલની સ્થાપના કરવી એ એક સીમાચિહ્ન રૂપ બાબત છે.
વેબ પોર્ટલ સંકલિત પણે માહિતી લોકોને પુરી પાડે છે. તે જૂથના વપરાશકારો માટે દરેકનો સામાન્ય રસ હોય તેવી માહિતી એકત્ર કરી ઓનલાઈન સેવાઓનું વિતરણ કરી વપરાશકારોને મદદ કરે છે. પોર્ટલ ધ્વારા આપવામાં આવેલ માહિતી સર્ચ કરીને જે તે વિગત મુજબ મેળવી શકાય છે અને તે લાખો મુલાકાતીઓને આકર્ષે છે. એગ્રિ પોર્ટલ કૃષિના વિવિધ પ્રકારના ક્ષેત્રોની તાંત્રિક માહિતી (જેવી કે, ખેતી પદ્ધતિઓ, ખાતરોનો ઉપયોગ, પિયતની રીત, બજાર, હવામાન, કાપણી, મૂલ્ય વર્ધન વગેરે) ઈન્ટરનેટ મારફતે પુરી પાડે છે. આવા પોર્ટલની રચના ખેડૂતો ઉપયોગ કરી શકે તે રીતે બનાવેલ હોય છે જેના મારફતે ખેડૂતો ઓછા ખર્ચે કૃષિની માહિતી મેળવી શકે છે અને ખેડૂત-વૈજ્ઞાનિકના સંબંધોમાં સુધારો થાય છે.
ભારતમાં કૃષિ પોર્ટલમાં ફાર્મર્સ પોર્ટલનું નામ અગ્રતાક્રમે છે. તે ભારત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ (DACFW – Dept. Of Agriculture, Co-operation and Farmers Welfare) અને નેશનલ
ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC – National Informatics Centre) ના સંકલિત પ્રયાસોનું પરિણામ છે. તેનો હેતુ એક જ જગ્યાએ ખેડૂતો અને જાહેર જનતાને જોઈતી જરૂરી તમામ માહિતી પુરી પાડવાનો છે. આ પોર્ટલ કૃષિ, પશુપાલન, મત્સ્ય પાલન વગેરેની જીણવટભરી માહિતી પુરી પાડે છે.
ફાર્મર્સ પોર્ટલની વિશેષતાઓ :
(1) વપરાશકર્તા સારી રીતે ક્રિયા-પ્રતિક્રિયા આપી શકે તે રીતે માહિતી સારી રીતે ગોઠવેલ અને સ્વયં સ્પષ્ટ હોય છે.
(2) માહિતી વિશ્વાસપાત્ર, વ્યાપક, ચોક્કસ અને વિના મૂલ્યે મેળવી શકાય છે.
(3) 800 થી પણ વધુ બાબતોને એકત્ર કરીને માહિતીની વિગતો એકત્ર કરેલ હોય છે.
(4) વિવિધ સ્ત્રોતો મારફતે આંકડાકીય માહિતીનું એકત્રિકરણ કરેલ હોય છે.
(5) લખાણ, ચિત્રો/ફોટા (ઈમેજ), એસએમએસ, ઈ-મેઈલ અને ઓડિયો/વીડિયો એમ વિવિધ સ્વરૂપે માહિતી આપવામાં આવેલ હોય છે.
(6) વપરાશકારોના એક મિત્ર તરીકે હેન્ડબુક, યોજનાની માર્ગદર્શિકા વગેરેની માહિતી ડાઉનલોડ કરી મેળવી શકાય છે.
(7) વપરાશકારોની ખાસ જરૂરિયાતો મુજબની ટેકનોલૉજીની માહિતી સ્ક્રીન ઉપર વાંચી શકાય છે અને મોટી કરી જોઈ શકાય છે.
(8) JAWS, NVDA, SAFA, Super nova અને Window-Eyes મારફતે વિવિધ પ્રકારની માહિતી શોધી શકાય છે.
(9) ભારત સરકારની અન્ય વેબસાઈટ કે પોર્ટલ સાથે જોડાણ કરેલ હોય છે.
(10) ચોક્કસ વિષય બાબતની ગામ, તાલુકા, જીલ્લા અને રાજ્ય મુજબની માહિતી મેળવી શકાય છે.
(11) ખેડૂતો ટેક્ષ્ટ, વોઈસ, આઈવીઆરએસ (IVRS), યુએસએસડી (USSD) વગેરે મારફત મોબાઈલ આધારિત માર્ગદર્શન અને ચોક્કસ પ્રકારના પ્રશ્નો પૂછીને ફીડબેક મોડ્યુલ ધ્વારા માહિતી મેળવી શકે છે.
પોર્ટલનું વિહંગાવલોકન :
વેબમાં પોર્ટલનું હોમ પેજ ખોલીને તેમાં આપેલ લિન્ક વડે કૃષિને લગતી વિવિધ માહિતી મેળવી શકાય છે. ચોક્કસ લક્ષણો વડે આ પોર્ટલ અન્ય આઈસીટી કરતાં અત્રે દર્શાવેલ વિવિધ બાબતોથી અલગ પડે છે.
(1) કૃષિ અને બાગાયતી માહિતી :
આ પોર્ટલ કૃષિ અને બાગાયતી ક્ષેત્રો માટે જરૂરી ઈનપુટસ અને વ્યવસ્થાપનની ઘણી વિશાળ માહિતી પુરી પાડે છે. તેના વિભાગો વાવણી પહેલાં શુ કરવું, વાવણી માટેની તૈયારી, કાપણી પછીના તબક્કા વગેરે તમામ બાબતો આવરી લે છે. ઈનપુટસના વિભાગોમાં પાકની જાતો, ડીલરો (બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ), સંકલિત જીવાત વ્યવસ્થાપનની પદ્ધતિઓ, જમીન ચકાસણી પ્રયોગશાળાઓ, જથ્થાની પ્રાપ્યતા, માર્ગદર્શન તેમજ ફાર્મ મશીનરી અંગેની માહિતીનો સમાવેશ થાય છે. અન્ય ઉપલબ્ધ માહિતીમાં પાક વ્યવસ્થા, કાપણી પછીની વ્યવસ્થા, જોખમ વ્યવસ્થાપન, ખેતી પદ્ધતિઓનું પેકેજ, ખેત હવામાન માર્ગદર્શન, બજારના ભાવો, લધુત્તમ ટેકાના ભાવો તેમજ આંકડા આધારિત દુષ્કાળ, પવનના તોફાનો, ફળદ્રુપતા, વીમો વગેરેનાં જોખમો અંગેની સલાહ તથા સંપર્કની વિગતોનો સમાવેશ થાય છે. તેમાં જીલ્લા તેમજ રાજ્ય કક્ષાએ દરેક પ્રકારની ચીજવસ્તુઓની ચોક્કસ માહિતી આવરી લેવામાં આવેલ છે.
(2) વેટરનરી માહિતી :
તેમાં વેટરનરી વૈજ્ઞાનિકો માટેની જરૂરી માહિતી આપેલી હોય છે. તેમાં વેટરનરી કેન્દ્રો, ચકાસણી પ્રયોગશાળાઓ, વસ્તી ગણત્રીપત્રક (સેન્સસ), રોગોનો વ્યાપ અને વિસ્તરણ મટીરિયલ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં ચોક્કસ પ્રકારની આંકડાકીય માહિતી મેળવવા માટેના વિકલ્પ પણ પુરા પાડવામાં આવેલ હોય છે.
(3) મુખ્ય અને ખાસ પાકોની માહિતી :
આ પોર્ટલમાં ઘઉં, ડાંગર, મકાઈ,કઠોળપાકો, શણ અને શેરડી વગેરે મુખ્ય પાકોની સામાન્ય માહિતી, જાતો અને નિદાન માટેના ઉપાયો વગેરેની માહિતી આપવામાં આવેલી છે. તેના હોમ પેજ ઉપર મૂકેલ ભારતનો નકશો તાલુકા, જીલ્લા, અને રાજ્યની વિગતો દર્શાવે છે. જે તે પાક ઉપરની ખાસ માહિતી પસંદગી કરી મેળવી શકાય છે. જે તે પાકને પસંદ કરતાં તે પાક માટેની જમીન, પાણી, જાતો, ખાતરો, વીમો, સંગ્રહ, ફાર્મ મશીનરી અને વિસ્તરણ સેવાઓ વગેરેની માહિતી મેળવી શકાય છે.
(4) કાર્યક્રમો અને યોજનાઓ :
આ પોર્ટલ ઉપરથી વિવિધ કાર્યક્રમો અને યોજનાઓની નીતિ વિષયક હેન્ડબુક, રીપોર્ટ અને અન્ય મટીરિયલ્સ ડાઉનલોડ કરી વપરાશકાર મેળવી શકે છે. ચાલુ વર્ષ અને ભૂતકાળના વર્ષોના રાજ્ય અને જીલ્લા વાર કાર્યક્રમો અને યોજનાઓની વિગતો મેળવી શકાય છે.
(5) અન્ય વેબસાઈટ કે પોર્ટલ સાથે જોડાણ :
વપરાશકારોને સરકારની અન્ય વેબસાઈટો કે પોર્ટલ સાથેની લિન્ક આપી વધુ માહિતી પુરી પાડવામાં આવે છે જેવી કે,
(1) ડાયરેકટોરેટ ઑફ પલ્સીસ એન્ડ ડેવલપમેન્ટ
(2) ડીપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર એન્ડ કો-ઓપરેશન
(3) નેશનલ મિશન ઓન ઓઈલસીડસ એન્ડ ઓઈલ પામ
(4) ક્રોપ ઈન્સ્યોરન્સ પોર્ટલ ઑફ ડીપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર એન્ડ કો-ઓપરેશન
(5) ટ્રાયબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયા લિ.
(6) સીડનેટ ઈન્ડિયા પોર્ટલ
(7) ફર્ટિલાઈઝર મોનિટોરિંગ સીસ્ટમ
(8) રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY)
(9) નેશનલ હોર્ટિકલ્ચર મિશન (NHM)
(10) નેશનલ ફૂડ સીક્યોરિટી મિશન (NFSM)
(11) ઈન્ડિયન કાઉન્સીલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR)
(12) ફાર્મ મીકેનાઈઝેશન એન્ડ ટેકનોલૉજી
(13) ક્રોપ ડાયરેક્ટર્સ
(14) નેશનલ ઈ-ગવર્નન્સ પોર્ટલ
(15) ડાયરેક્ટોરેટ ઑફ ઈકોનોમિક્સ એન્ડ સ્ટેટેસ્ટિક્સ
(16) એમ-કિસાન (m- Kisan) પોર્ટલ
(17) કિસાન નોલેજ મેનેજમેન્ટ સીસ્ટમ (KNMS)
(18) એગ્રિકલ્ચરલ ડીપાર્ટમેન્ટસ ઑફ ઓલ સ્ટેટસ
(19) ઈન્ડિયન મીટીયોરોલોજીકલ ડીપાર્ટમેન્ટ (IMD)
(20) કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટસ એન્ડ પ્રાઈસીસ
(21) નેશનલ વોટર્સ સર્વિસીસ પોર્ટલ
(22) નેશનલ પોર્ટલ ઑફ ઈન્ડિયા
(6) મીડિયા ગેલેરી અને નક્શાઓ :
આ પોર્ટલની મીડિયા ગેલેરીમાં ફોટોગ્રાફ્સ, ઓડિયો અને વીડિયો ફાઈલો, ઝૂંબેશની ટેક્ષ્ટ (લખાણ), જાહેરાતો, પબ્લિ ડેના મોડેલ અને મંત્રાલય ધ્વારા યોજનાઓના પ્રોત્સાહન માટે કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓના વિવિધ પ્રસંગો દર્શાવવામાં આવેલ હોય છે. જે તે લિન્ક સાથે જોડાણ કરી વપરાશકાર તે અંગેના ફોર્મેટ, લખાણ જોઈ, સાંભળી કે વાંચન કરી શકે છે. આ પોર્ટલમાં જમીનની ફળદ્રુપતા, જીલ્લા અને રાજ્ય દીઠ પિયત અને બિનપિયત વિસ્તાર, ખેતીની જમીન અને બજાર વગેરે સંબંધિત ખાસ પ્રકારે બનાવેલ નક્શાઓ પણ જોઈ શકાય છે.
(7) ખાસ પ્રકારનું લોગઈન :
કૃષિ અને સહકાર વિભાગના આ ફાર્મર્સ પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ થયેલ વપરાશકાર લોગઈન કરી વિવિધ પ્રકારની ખાસ માહિતી મેળવી શકે છે.
વિસ્તરણ કાર્યકરોની આધુનિક ટેકનોલૉજીની માહિતીનો તેના લાભાર્થી ખેડૂતો સુધી પ્રચાર અને પ્રસાર કરવાની ક્ષમતા મર્યાદિત છે આ બાબતને જોતાં આ પોર્ટલ વપરાશકારને પોતાના ઘરે જ આઈસીટી ધ્વારા માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરે છે કે જે તેને જરૂરી છે. તે કૃષિની સાથે સંકળાયેલ તમામ બાબતોના પાસાની માહિતી આવરી લે છે. લોકોમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ ધ્વારા જાણકારી મેળવવાના પ્રયત્નોમાં થતો વધારો આ પોર્ટલને એક મોબાઈલ એપ્લિકેશન તરીકે વિકાસ કરશે. મોબાઈલ એપ ધ્વારા વપરાશકારો સહેલાઈથી કૃષિને લગતી માહિતી વધુ સરળતાથી શોધીને મેળવી શકશે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, નવેમ્બર – 2018
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

