વેઠપ્રથા દૂર કરી ખેત મહિલાઓને સક્ષમ બનાવો (Drudgery of farmer women: Interventions to empower them)

        પ્રાચીનકાળ મહિલાઓ અન્ન ઉત્પાદનમાં મહત્વનો ફાળો આપે છે. વિશ્વના અન્ન ઉત્પાદનમાં મહિલાઓ દરેક પ્રક્રિયા દરમ્યાન સંકળાયેલી જોવા મળે છે. પરંપરાગત રીતે પણ પુરુષો મજૂરોની સરખામણીએ મહિલા મજૂરો ખેતી અને પશુપાલન કામગીરી ક્ષેત્રે ખભેખભા મિલાવી મોટો ફાળો આપે છે. વિવિધ  અભ્યાસ મુજબ બીની ચાસમાં વાવણી, ધરુની ફેરરોપણી  નીંદણકાર્ય, કાપણી, ખેતપેદાશની હરફેર, થ્રેસિંગ વગેરે કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.  આવી કામગીરીને કારણે ભાર લાગતા મહિલાઓને તે વૈતરૂ લાગે છે.

        મહિલાઓને છોડની રોપણી, નીંદણ કાર્ય કાપણી અને કાપણી બાદના કાર્યો સમયે વધુ કામ કરે છે.  આખુ વર્ષ મહિલાઓ પોતાના કાર્યો તેમજ ઘરના કાર્યોમાં વ્યસ્ત રહે છે. ખેતીકાર્યો સાથે ઘરની પ્રવૃત્તિઓ પશુઓની દેખભાળ અને દૂધ ઉત્પાદનની કામગીરી મહલાઓ કરે છે જેને લઇ તેઓ તાણ અનુભવે છે. જમીન વિહોણી મહિલાઓને પણ જે તે ઋતુમાં ખેતીકાર્યોને કારણે મળતી રોજગારીના દર ઉપર પણ અસર થાય છે.

        ઘર માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી એ પણ મહિલાઓ માટે એક ખાસ પ્રકારનું કામ છે. દરેક ઋતુમાં સમય કાઢીને પણ ઘર માટે પાણી લાવવાની કામગીરી કરવી પડે છે. તે જરીતે ઘરના બળતણ માટે  લાકડા એકત્ર કરી ભારી બનાવી માથા ઉપર મૂકી ઘરે પહોંચાડવાની કામગીરી કરવી પડે છે.

        ઘરમાં માંદગી આવે ત્યારે અથવા અન્ની અછત હો ત્યારે પોતાના તેમજ બાળકોના આરોગ્યની સંભાળ રાખવો પડે છે. પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકોનું મૃત્યુ પ્રમાણ વધુ જોવા મળે છે. એક અભ્યાસ મુજબ વ્યક્તિગત રક્ષણ આપતા સાધનોના ઉપયોગને અભાવે મહિલાઓને જૈવિક, રાસાયણિક, ભૌતિક, યાંત્રિક એમ બહુવિધ પ્રકારે નુકસાન થા છે. મહલાઓમાં ભારે મશીનરીના કારણે થતા અકસ્માતો અને શ્વસન સબંધી માંદગીનો ઊંચો દર જોવા મળે છે. મહિલાઓમાં કેટલાક ખેતીર્કાયો કરવાને લીધે ઘણા રોગો થવાની શક્યતા રહે છે. જંતુનાશક રસાયણોના છંટકાવની કામગીરી કરતી મહિલાઓના આરોગ્યને નુકસાન થાય છે.

        મહિલાઓ પાતે જાતે જ ખોરાક રાંધે છે. અને ઘણા દેશોમાં ખોરાકમાં ફેરફાર થઇ ઝેરી બને ત્યારે તેનો અનેક લાકો ભોગ બને છે.

        ભારતમાં થયેલ એક અભ્યાસ મુજબ છોકરાઓની સરખામણીએ ચાર ગણી છોકરીઓ તીવ્ર કુપોષણથી પીડાય છે. પરંતુ તેમાંની ફક્ત ૪૦ ગણી ઓછી છોકરીઓને દવાખાને લઇ જવામાં આવેછે. ખેત મહિલાઓ ભૌતિક અને માનસિક થા કે કંટાળો નાણાંકીય મુશ્કેલી, શોષણ, દર્દ, આર્થિક તણાવ, નિરક્ષરતા કુપોષણ અને અલ્પ રોજગાર વગેરે બાબતોથી મોટે ભાગે પીડાય છે. સંસ્થા અને સામાજિક રક્ષણના અભાવને લઇ મહિલાઓ ડર, લઘુતાગ્રંથિ અને હતાશા અનુભવે છે.

        ગ્રામ્ય ખેડૂત મહિલાઓમાં વૈતરૂ કે વેઠપ્રથા જેવી પરિસ્થિતિ દૂર કરવા માટે અત્રે દર્શાવેલ વિવિધ ઉપાયો હાથ ધરવાની ભલામણ કરવામાં આવે છે.

(ક) સામાજીક સશક્તિકરણ:  

        ગ્રામ્ય મહિલાઓ ભારતીય સમાજના સામાજીક –સાંસ્કૃતિક મૂલ્યો મુજબ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહી છે. સારૂ જીવન જીવવા મોની બાબતો અંગે મહિલાઓ અજાણ હોઇ તે ક્ષેત્રે વિચારવા સક્ષમ નથી. સારી સ્થિતિમાં જીવન જીવવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવા સામાજીક સ્તરે નીચે દર્શાવેલ હસ્તક્ષેપ કરવા જરૂરી છે.       

(૧)        મહિલાઓમાં આત્મવિશ્વાસ વિકસાવવો.

(ર)        મહિલાઓને તેના બહુમુખ કાર્યોમાં આપેલ ફાળા માટે બિરવાદો અને કદર કરો (આવા કાર્યોમાં રોકડીયા અને અનાજના પાકો ઉત્પાદન પૂરક આવક પેદા કરતી પ્રવૃત્તિઓ, ઘરકામ, લોટ દળવો, પાણી અને બળતણનું એકત્રિકરણ, ફળો એકઠા કરવા, વાસણ-કપડા ધોવા, પ્રજનન અને બાળાકોની સારસંભાળ વગેરે)

(૩)        જે તે સ્થળના પુરુષોનું શહેરો તરફ પ્રયાણ થા તે સ્થળની મહિલાઓની કામગીરીમાં થતી અસર અંગેનો ખાસ અભ્યાસ હાથ ધરવો.

(૪)       કુટુંબ પરિવાર પાક અને પશુપાલનની સારસંભાળ અંગે મહિલાઓના ફાળા બાબતે સંવેદના દર્શાવી તેઓની કદર કરવી.

(પ)       મહિલા ખેડૂતો માટે અસરકારક વિસ્તરણ સેવાઓ ચાલુ કરવી.

(૬)        ખેડૂત મહિલાઓમાં આત્મવિશ્વા વધે અને જૂબ બનાવી કામગીરી કરવા અંગેની પ્રેણા મળે તે માટે નેતાગિરીને વિકસાવવી.

(૭)       જે તે સમય મુજબ મહિલાઓને શિક્ષણ આપી અભિપ્રેરિત કરવા.

(૮)        વિવિધ પ્રોજેકટ અને કાર્યક્રમોમાં માહિતિઓની ભાગીદારી રાખવી જેથી તેઓના સ્વાભિમાનમાં વધો થવા પામે

(૯)        માતાના સ્વાસ્થ્યની સલામતી માટે આરોગ્યલક્ષી સેવાઓની સવલતો પુરી પાડવી.

(૧૦)      મહિલાઓના રક્ષણ માટે કાયદાકીય વહીવટીય અને અન્ય પગલાંનું સમન્વય કરવું.

(૧૧)       સહકારી મંડળી, ધિરાણ મંડળી કે અન્ય મંડળમાં કાર્યરત વિવિધ ગ્રામ્ય વિકાસ કાર્યક્રમોમાં સંકળાયેલ મહિલાઓને સભાસદ બનવી મત આપવના સમાન હક આપી પ્રોત્સાહન પૂરૂ પાડવું.

(૧ર)      શાળાઓના શિક્ષણ અને તાલીમ કાર્યક્રમોમાં છોકરીઓ અને મહલાઓ વધુ જોઠડા તે માટે ઓછી ફી કે ફી માફ જેવા પગલા દ્વારા પ્રોત્સાહન પૂરૂ પાડવું.

(૧૩)       વિવિધ એજન્સીઓ દ્વારા ચલાવતા તાલીમ અને વિકાસ કાર્યક્રમોમાં દરેક સ્તરે મહિલાઓની ભાગીદારી વધે તે માટે મહિલાઓની ખાસ ભરતી કરવી. પુરૂષો અને મહિલાઓ બંને માટે પોષણ મૂલ્ય ધરાવતા આહાર અંગે પોષણશિક્ષણ અંગેના કાર્યક્રમો શરૂ કરવા જેથી પરંપરાગત આહારનો ઉપયોગ વધે અને ઓછા પોષણ ધરાવતા અને વધુ ખર્ચાળ હાહારનો ઉપયોગ થતો ઘટે.

(ખ)     આર્થિક સશક્તિકરણ:

           મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે અત્રે દર્શાવેલ ઉપયા હાથ ધરવા જરૂરી છે :  

(૧)        જમીન સુધારણા યોજનાનો અમલ કરી જમીનની માલિકી મહિલાઓને નામે અથવા પતિ-પત્નીના સંયુક્ત નામે કરવામાં આવે તેવાં પગલાં ભરવાં.

(ર)        ગ્રામ્ય સહકારી મંડળીમાં હાલ ફક્ત પુરૂષોને જ સભ્યો બનાવવામાં આવે છે. તેના બદલે મહિલાઓને પણ સભ્ય બનાવી તેઓની ભાગીદારીમાં વધારો કરવો જોઇએ.

(૩)        મહિલાઓની સહકારી મંડળીઓ સ્થાપવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ. જેથી મંડળીઓમાં પોતે નિર્ણય લઇ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે.

(૪)       વિવિધ ઇનપુટ્સ, વિસ્તરણ સેવા અને ધિરાણ સેવાનો લાભ લેવા માટે મહિલાઓને સહકારી મંડળના સભાસદ બનાવવા માટે મદદ કરવી જોઇએ.

(પ)       ધિરાણના વિવિધ સ્ત્રોતો અને ધિરાણ મેળવવાની પદ્ધતિ અંગે મહિલાઓને જાણકારી પુરી પાડવી જોઇએ.

(૬)        ગ્રામ્ય સ્તરે જ મહિલાઓને ધિરાણ મળી શકે તેવી સવલત પુરી પાડવી જોઇએ. જેથી મુસાફરી કરી શહેરો સુધી જવું ન પડે.

(૭)       જો જૂથમાં ધિરાણ આપવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે તો તેમાં મહિલાઓના જૂથોને પ્રાધાન્ય આપવું જોઇએ.

(૮)        મહિલાઓને નાની બચત કરવા અંગે પ્રોત્સાહન પૂરૂ પાડવું જોઇએ.

(૯)        મહિલાઓને વેપાધંધા ક્ષેત્રે સક્ષમ બનાવવા માટે ધંધાકીય તાલીમો આપવી જોઇએ.

(૧૦)      ઋતુ પ્રમાણે ખેતીકાર્યાને ધ્યાને લઇ તેમજ ઋતુ સિવાયના પ્રોસેસિંગ કાર્યોમાં મહિલાઓને શિક્ષણ અને તાલીમ આપી ઉદ્યોગસાહસિકતાનો વિકાસ કરી રોજગારી થકી વિવિધ આવક પેદા કરે તેવી પ્રવૃત્તિઓનો વિકાસ કરવો.

(૧૧)       મહિલાઓનો આર્થિક મોભો વધે તે માટે મિલ્કતના વારસાગત અને માલિકીપણા અંગેના કાયદાઓમાં ફેરફાર કરવો.

(૧ર)      પુરૂષો અને મહિલાઓ માટે સમાન વેતનનો કાયદો કે નીતિનો સખ્તાઇથી અમલ કરવો કે જેથી મહિલાઓને પુરૂષો જેટલી જ રોજગારી મળે.

(૧૩)       ખેડૂત મહિલાઓ ગ્રામ્ય પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન કરી શકે તે માટે કોમ્યુનિટી ફૂડ પ્રોસેસિંગ એકમો અને સામાજીક બાળ કલ્યાણ કેન્દ્રો (કોમ્યુનિટી ચાઇલ્ડ કેર સેન્ટર)ની સ્થાપના કરવી જોઇએ.

(૩)      ટેકનોલોજી દ્વારા સશક્તિકરણ:

           ખેડૂત મહિલાઓ ખેતી માટે કરોડરજ્જૂ સમાન હોવા છતો ખેતી, પશુપાલન અને ઘર સંભાળ વગરે બાબતે આધુનિક જાણકારી જ્ઞાન ધરાવતી નથી. જો કે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે મહિલાઓ નવી ટેકનોલાજી અપનાવવા ક્ષેત્રે ખચકાટ અનુભવે છે કે અનિચ્છા દર્શાવે છે પરંતુ ખરી હકીકત એ છે કે જો મહિલાઓને નવી ટેકનોલોજી અંગે અવગત કરવામાં આવે તો તેઓ તેને અપનાવવા પ્રેરાય છે. આ માટે નીચેના ઉપાયો હાથ ધરવા જરૂરી છે :

(૧)        વિવિધ પાકોની ખેતીમાં કાપણી, કાપણી પછીની પ્રવૃત્તિઓ તથા પશુપાલન, દૂધ ઉત્પાદન વગેરે અંગે ખેડૂત મહિલાઓ અપનાવી શકે તેવી નવીન ટેકનોલોજીનો વિકાસ કરવો જોઇએ.

(ર)        મહિલાઓ માટે વેઠર્કાય ઓછું કરે તેવી રચના ધરાવતા ઓજારો કે સાધનો વિકસાવવા, મહિલાઓને આવા ઓજારો કે સાધનોથી વેઠકાર્યમાં થતો ઘટાડો અને કામગીરીમાં થતી અસરના લાભો વિષેનું શિક્ષણ આપવું જોઇએ.

(૩)        મહિલાઓ બહુમુખી કાર્ય કરતી હોઇ તેઓને ઘરકામમાં ઓછો શ્રમ પડે કે વેઠ ઓછી કરે તેવા સાધનો કે ટેકનોલોજી ઉપલબ્ધ થાય તે અંગેના પ્રયાસો હાથ ધરવા જોઇએ.

(૪)       ઘરે ફૂડ પ્રોસેસિંગ પ્રવૃત્તિઓ મહિલાઓ હાથ ધરી શકે તે માટેનું શિક્ષણ અને તાલીમ આપવી જોઇએ જેથી મહિલાઓને મોટા પાયે રોજગારી મળી શકે.

(પ)       ઘર અને ખેતીની પ્રવૃત્તિઓ સારી રીતે મહિલાઓ કરી શકે તે માટે કુશળતા કરી શકે અને આવકના સ્તરમાં વધારો થાય.

(૬)        ટેકનોલોજીનો મહિલાઓ અપનાવે તે માટે અસરકારક વિસ્તરણ મોડેલ તૈયાર કરી તેનો અમલ કરવો જોઇએ.

(૭)       વેઠ દૂર કરે તેવા સાધનો, ખેતીના મશીનો અને ઓજારોની કામગીરી, દેખરેખ અને જાળવણી માટેની સરળ તાલીમો મહિલાઓને આપવી જોઇએ.

(૮)        પાક ઉત્પાદન પદ્ધતિમાં મહિલાઓની કામગીરી ફાળા બાબતે સંશોધન કરવું જોઇએ. જેથી મહિલાઓને વધુ સક્ષમ બનાવી શકાય.

(૯)        ખેતી પાકની કાપણી બાદની તાંત્રિકતા સંગ્રહ, બજાર, ઇનપુટ, ભાવ વગરે બાબતે મહિલાઓનો સંપર્ક સાધી તે અંગે તેમની મુશ્કેલીઓ જરૂરિયાત અને અગ્રતા જાણવી જોઇએ.

(૧૦)      જે મહિલાઓનું કાર્યભારણ વધારે છે તેઓને ઘરકામ કે ખેતરમાં ઓછી મજૂરી કરવી પે તેવા સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તે બાબતે ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

        સરકાર દ્વારા કેટલીક કૃષિ વિષયક નીતિઓઅને કાર્યક્રમોના અમલ છતાં પણ હજૂ ખેડૂત મહિલાઓ ગરીબાઇમા જીવે છે. તેઓનું જીવનધોરણ અને ગુણવત્તા સુધારવા માટે અસરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ ભેગા મળી સારી નીતિઓ અને કાર્યક્રમો ઘડવા જોઇએ. આ માટે નીતિ ઘડવૈયાઓ અને સરકાર સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાને લઇ હકારામત્મક ફેરફાર કરે તેવા ઉપાયો શોધવા જોઇએ કે જેથી મહિલાઓની સ્થિતિમાં સુધારો અને અન્ન ઉત્પાદનમાં વધારો થાય આ માટે એવા પગલાં લેવા જોઇએ કે જેથી ગ્રામ્ય મહિલાઓની ગરીબાઇ દૂર કરી શકાય, ખેતીની ઉત્પાદકતામાં અને અન્નની સલામતીમાં વધારો કરી શકાય.   


સ્ત્રોત: ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ – ફેબ્રુઆરી- ર૦૧૮


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *